Western Times News

Gujarati News

વલસાડના દાણા બજારમાં વરસાદી પાણી ભરાઈ જતાં વેપારીઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકી

વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લામાં શુક્રવારે દિવસ દરમિયાન બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાતા વલસાડ તાલુકામાં આઠ ઇંચ જેટલો વરસાદ થતાં જળ બંબાકાર ની સ્થિતિ સર્જાતા ઠેર ઠેર નીજાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્સ્ત બન્યું હતુંઆ ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ સરેરાશ ૪ ઇંચ જેટલો વરસાદ થતાં લોકોએ ભારે હાલાકી નો સામનો કરવો પડ્‌યો હતો ભારે વરસાદ ત્યાં લઈ વલસાડ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.

અતિભારે વરસાદને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું હતું .વલસાડ જિલ્લા ફ્‌લડ કંટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ. જિલ્લામાં  સવારે છ થી ચાર કલાક દરમિયાન વલસાડ તાલુકામાં ૧૯૬ એમએમ, ધરમપુર તાલુકામાં ૮૮ એમએમ, કપરાડા તાલુકામાં ૯૯ એમએમ, ઉમરગામ તાલુકામાં ૩૮ એમએમ, વાપી તાલુકામાં ૭૦ એમએમ અને નાનાપોઢ તાલુકામાં ૧૦૨ એમએમ વરસાદ નોંધાયો હતો .

જ્યારે વીતેલા ૨૪ કલાક દરમિયાન વલસાડ તાલુકામાં ૧૦૧ એમએમ, ધરમપુર તાલુકામાં ૬૬ એમ એમ, પારદી તાલુકામાં ૮૬ એમ એમ, કપરાડા તાલુકામાં ૮૨ એમ એમ, ઉમરગામ તાલુકામાં ૮૯ એમએમ, વાપી તાલુકામાં ૬૧ એમ.એમ નાનાપોઢ તાલુકામાં ૩૬ એમએમ વરસાદ નોંધાયો હતો.આ ભારે વરસાદના કારણે ઉમરગામ તાલુકાના કલગામ ખાતે ગઈકાલે સાંજે એક ભેંસનું વીજળી પડવાથી અથવા અન્ય કારણોસર મોત નીપજ્યું હતું.

વલસાડ જિલ્લા ડિઝાસ્ટર મામલતદાર હકુભા ફાકલોતકર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, મુશળધાર વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે વહીવટી તંત્ર સજ્જ છે.

આગોતરા પગલાં રૂપે એનડીઆરએફ ની એક ટીમને વલસાડ ખાતે અને એસડીઆરએફ ની એક ટીમને વાપી ખાતે તહેનાત કરવામાં આવી છે વધુમાં ભારે વરસાદના પગલે વલસાડ શહેરના છીપવાડ દાણા બજારમાં વરસાદી પાણી ભરાઈ જતાં વેપારીઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો.

રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. સ્થાનિક વેપારીઓએ વલસાડ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરતાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાના અભાવને જવાબદાર ગણાવ્યો હતો. જિલ્લા માર્ગ મકાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ભારે વરસાદને લઈને અસંખ્ય રસ્તાઓ બંધ થયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.