Western Times News

Gujarati News

રાની મુખરજીની મર્દાની ૩નું વર્લ્ડ ટેલિવીઝન પ્રિમીયર થશે

ફિલ્મ ૧૮ જુલાઇના રોજ ઓટીટી પર પ્રીમિયીર થશે

નિર્ભય, અથાક અને બિનસમાધાકારી એવી શિવાની શિવાજી રોય ભારતીય સિનેમાનાં અનેક અત્યંત યાદગાર અને પ્રશંસાપાત્ર પાત્રમાંની એક બની

મુંબઈ,રાની મુખર્જીના નેજા હેઠળ ભારતની અત્યંત વખણાયેલી મહિલા પોલીસ ળેંચાઇઝીની ત્રીજી ફિલ્મ મર્દાની ૩નું ૧૮ જુલાઇના રોજ રાત્રે ૮ કલાકે સોની મેક્સ પર પ્રીમિયીર થશે. દેશભરનાં દિલ જીતી લીધા બાદ અને વર્ષનાં સૌથી વધુ ચર્ચાયેલા થ્રીલરમાંની એક મર્દાની ૩ હવે ટેલિવીઝન પર પોતાનાં સૌથી મોટા પ્રેક્ષકગણ સમક્ષ આવી રહી છે. નિર્ભય, અથાક અને બિનસમાધાકારી એવી શિવાની શિવાજી રોય ભારતીય સિનેમાનાં અનેક અત્યંત યાદગાર અને પ્રશંસાપાત્ર પાત્રમાંની એક બની ગઈ છે.

ન્યાયમાં તેની હિંમત, મક્કમતા અને અડગતા એવા પ્રકારની નક્કર સ્ટોરીટેલીંગનો સમાવેશ કરે છે જેમાં સોની મેક્સ લાંબા સમયથી કુશળ છે. તેના “દીવાના બના દે” વિચારધારા મારફતે પ્રેક્ષકો સમક્ષ સતત એવી સ્ટોરી લાવી રહ્યું છે જે ઉત્સાહ જગાડે છે અને જીવનના પાત્રો કરતા મોટા પાત્રોની ઉજવણી કરે છે. જાનકી બોડીવાલા અને મલ્લિકા પ્રસાદ સહિતની કાસ્ટ ધરાવતી યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ અભિરાજ મીનાવાલા દ્વારા દિગ્દર્શિત, મર્દાની ૩ શિવાની શિવાજી રોયનું મજબુત પુનરાગમન દર્શાવે છે.

આ નવા પ્રકરણમાં શિવાની ગુમ થયેલી છોકરીઓના રહસ્યમય કેસની તપાસ કરે છે, એક ખતરનાક નેટવર્કનો પર્દાફાશ કરે છે જે આઘાતજનક અને ખતરનાક વળાંકોથી ભરેલાં ઉચ્ચ દાવના યુદ્ધમાં ફેરવાય છે. રાની મુખર્જીના કમાન્ડિંગ અભિનય અને આકર્ષક કાસ્ટ સાથે, આ ફિલ્મ જકડી રાખે એવી અને ભાવનાત્મક રીતે ચાર્જ થયેલી ધાર પ્રદાન કરે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.