Western Times News

Gujarati News

બેન્ક ઓફ બરોડાનો 1 TB ડેટા ઓનલાઇન લીક કર્યાનો હેકરોનો દાવો

દેશમાં બેન્ક પર સૌથી મોટો સાયબર હુમલો

ડેટા બેન્કના સર્વર પરથી નહીં પરંતુ કર્મચારીના પ્રાઇવેટ ઇ-મેઇલ એકાઉન્ટ પરથી લીક થયાનો બેન્કનો દાવો

નવી દિલ્હી, બેન્ક ઓફ બરોડામાં વન ટીબી જેટલા ડેટા લીક્સની પ્રબળ સંભાવના છે. તેને દેશમાં કોઈપણ બેન્ક સાથે જોડાયેલો અત્યાર સુધીનો સૌથી મોટો સાઇબર હુમલો માનવામાં આવે છે. એક હેકરનો દાવો છે કે તેણે બેન્કના સર્વરોમાંથી લગભગ વન ટીબી ડેટા લીક કર્યાે છે અને તેને ઓનલાઇન અપલોડ કરી દીધો છે. હેકરે ડેટા લીક સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજ ઓનલાઇન શેર પણ કર્યા છે.હેકરે લીક કરેલા ડેટાસેટમાં ગ્રાહકોના નામ, મોબાઇલ નંબર, ઓળખપત્ર, બચત તેમજ ચાલુ ખાતા રેકોર્ડ અને ઋણસંબંધી દસ્તાવેજો સામેલ છે.

બેન્ક ઓફ બરોડાએ પણ આ દાવાના કલાકો પછી આ ઘટના બની હોવાની વાત સ્વીકારી છે, પરંતુ બેન્ક ઓફ બરોડાએ જણાવ્યું હતું કે તેમની કોર બેન્કિંગ સિસ્ટમ સલામત છે, તેના પર કોઈ હુમલો થયો નથી, પરંતુ કર્મચારીનો ઇ-મેઇલ લીક થવાના કારણે આ પ્રકારે હેકિંગ થયું છે. બેન્કે આ મામલે સર્વગ્રાહી ફોરેન્સિક તપાસ શરૂ કરી છે.વાસ્તવમાં કેશલેસ કનઝ્યુમરના સંસ્થાપક અને સોફ્ટવેર એન્જિનિયર શ્રીકાંત લક્ષ્મણને સોશિયલ મીડિયા સાઇટ પર સ્ક્રીનશોટ શેર કરતાં જણાવ્યું હતું કે લીક થયેલી ડેટાની લિંક સક્રિય છે. તેમણે આ ઘટનાને એક સાઇબર હોનારત ગણાવી.

અહેવાલ મુજબ લક્ષ્મણને દાવો કર્યાે છે કે તે લીક થયેલી ફાઇલોના એક હિસ્સાનું વેરિફિકેશન કરવા સક્ષમ હતા, જેમા બેન્ક ઓફ બરોડાના આંતરિક દસ્તાવેજો જેવા કે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ રિપોર્ટ, ઋણ મૂલ્યાંકન દસ્તાવેજ, આંતરિક સંચાર, તકેદારી તપાસ રેકોર્ડ, બોબવર્લ્ડ કોમ્પ્ટ્રોલર રિપોર્ટ અને સમગ્ર દેશની કેટલીય બેન્ક શાખાઓના ગ્રાહક આવેદનપત્ર પણસામેલ છે.લક્ષ્મણનના જણાવ્યા મુજબ આ ડેટા લીકની સૌથી પહેલા જાણકારી ૨૫ જુલાઈએ ડાર્ક વેબ ટ્રેકિંગ સાઇટ રેન્સમવેર દ્વારા આપવામાં આવી હતી. હેકરનો દાવો છે કે તેણે ડાર્ક વેબ પર લગભગ વન ટીબી ડેટા લીક કર્યાે છે.

ચિંતાની વાત એ છે કે જો આધાર કાર્ડની જાણકારી અને અન્ય વ્યક્તિગત જાણકારી લીક થઈ હોય તો કૌભાંડીઓ તેનો દૂરુપયોગ બનાવટી અરજીઓ, બનાવટી કેવાયસી દસ્તાવેજો અથવા અન્ય નાણાકીય છેતરપિંડી માટે કરી શકે છે. જો કે કોઈ હેકિંગ સમૂહે આ ડેટા લીકની જવાબદારી લીધી નથી, પરંતુ લક્ષ્મણનનું માનવું છે કે આ હુમલો ટ્રિપલએક્સ નામના નવા સાઇબર અપરાધ ગૂÙપ દ્વારા કરવામાં આવ્યો હોઈ શકે છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.