Western Times News

Gujarati News

આશ્રમ શાળાના વિદ્યાર્થીની સુવિધાઓ માટે ૩૭૪ કરોડ

૨૦૦૭થી લઇને હજુ સુધી વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના લોકો માટે ૧૪૧૦૬ કરોડ અપાયા
અમદાવાદ,  રાજયના બજેટમાં આદિજાતિ વિસ્તારના લોકો ખાસ કરીને બાળકો, વિદ્યાર્થીઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે જ બજેટમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ.૨૬૭૫ કરોડની જાગવાઇ કરવામાં આવી છે. જેમાં રાજયની ૭૬૫ જેટલી આશ્રમશાળાઓ, આદર્શ નિવાસી શાળાઓ અને એકલવ્ય શાળાઓના અંદાજિત ૧,૩૫ ,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને રહેવા, જમવા અને અભ્યાસની સુવિધાઓ આપવો રૂ.૩૭૪ કરોડની જોગવાઈ કરાઇ છે.

આ અંગે નાણામંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે, અમારી સરકાર આદિજાતિના સર્વાગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. સને ર૦૦૭થી શરૂ કરવામાં આવેલ વનબંધુ કલ્યાણ યોજનાથી આદિજાતિ વિસ્તારના લોકોના જીવનમાં નોંધપાત્ર સુધારો થયેલ છે . આ યોજના હેઠળ રૂ.૧૪ ,૧૦૬ કરોડની જોગવાઈ કરાઇ છે. તો, બે લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે રૂ.૩૭૯ કરોડની જોગવાઈ થઇ છે.

આ જ પ્રકારે અનુદાનિત છાત્રાલયો તથા આશ્રમ શાળાઓમાં છાત્ર દીઠ માસિક રૂ.૧૫૦૦ નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે , જેમાં વધારો કરી હવે રૂ.૨૧૬૦ આપવામાં આવશે, જે માટે કુલ રૂ.૩૩૭ કરોડની જોગવાઇ કરાઇ છે. અનુસૂચિત જનજાતિના છાત્રાલયમાં રહેતા જે વિધાર્થીઓને ભોજન બિલ પેટે માસિક રૂ.૧૨૦૦ સહાય આપવામાં આવે છે તે વધારી હવે રૂ.૧૫૦૦ આપવામાં આવશે . જે માટે રૂ.૩૦ કરોડની જોગવાઈ કરાઇ છે.

જયારે પ્રિ એસ એસ સીના કુલ ૧૫ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે રૂ.૧૪૩ કરોડની જોગવાઈ કરાઇ છે. રાજયના ૧૦૪૬ સરકારી કુમાર – કન્યા છાત્રાલયો અને ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોના કુલ ૬૪,૦૩૭ વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની સુવિધા આપવા રૂ.૧૦૩ કરોડની જોગવાઈ થઇ છે તો., ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતાં ૧૨ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવા રૂ.૭પ કરોડની જોગવાઈ કરાઇ છે.

દરમ્યાન સરકારી કુમાર છાત્રાલય અમદાવાદ, સુરત, વલસાડ, મહુવા, છોટાઉદેપુર , ડભોઇ અને ધરમપુર તથા સરકારી કન્યા છાત્રાલય સુરત , માંડવી, ધરમપુર , વડોદરા અને વાંકલના મકાનોના બાંધકામ અને મરામત માટે રૂ.૪૧ કરોડ, આદિજાતિ વિસ્તારમાં ટ્રસ્ટ સંચાલિત આશ્રમશાળાઓના મકાન મરામત માટે સહાય આપવા રૂ.૫૦ કરોડ, ૮૯ આશ્રમશાળાઓ અને ઉત્તર બુનિયાદી શાળાઓમાં ધોરણ ૯ , ૧૦ , ૧૧ અને ૧૨ના વર્ગોના ક્રમિક વિકાસ માટે રૂ.૯ કરોડ, કડાણા, નિઝર, સોનગઢ, બોડેલી, ગરબાડા અને વિજયનગર ખાતે કુમારો માટે તેમજ કડાણા, ભિલાડ, મોડાસા અને માણેકપોર ખાતે કન્યાઓ માટે નવા સરકારી છાત્રાલયો શરૂ કરવા માટે રૂ.૩ કરોડ, ધોરણ ૯માં અભ્યાસ કરતી અંદાજે ૫૦ , ૦૦૦ વિદ્યાર્થીનીઓને વિદ્યાસાધના યોજના હેઠળ સાયકલ આપવા રૂ.૧૯ કરોડ, અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત રૂ.૨૨ કરોડ,

રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે રૂ.૨૦ કરોડ, ટેલેન્ટ પુલ યોજના અંતર્ગત અંદાજે ૧૩૦૦ જેટલાં તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય આપવા રૂ.૧૧ કરોડ, ટીબી, કેન્સર, રકતપિત્ત અને સીકલસેલ એનિમિયા જેવા રોગો માટે મફત તબીબી સહાય યોજના હેઠળ રૂ.૧૦ કરોડ, માનવ ગરિમા યોજના હેઠળ અંદાજે ૧૨, ૦૦૦ જેટલા લાભાર્થીઓને સ્વરોજગારીનો લાભ આપવા રૂ.૧૫ કરોડ, રાજયના પૂર્વપટ્ટી વિસ્તારના અન્ય રાજયો સાથે સંકળાયેલ આદિવાસી ગામોના લોકોને પાયાની સુવિધા પૂરી પાડવા માટે રૂ.૬૦ કરોડની જોગવાઇ કરાઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.