Western Times News

Gujarati News

શહેરમાં હયાત ૯.પ૦ લાખ વોટર કનેકશનમાં મીટર લગાવવા રૂ.૧૦૦૦ કરોડનો ખર્ચ

Files Photo

વાટર પોલીસી તૈયાર કરવામાં તંત્ર બેદરકારઃ મીટર લાગ્યા બાદ વાટર ચાર્જીસ લેવામાં આવશે  :૨૦૧૪માં થયેલી જાહેરાત બાદ માત્ર પ૮પ૯ વાટર મીટર ઈન્સ્ટોલ કરાયા છે

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ શહેરના જાધપુર વાર્ડમાં ર૪ કલાક પાણી સપ્લાય પ્રોજેક્ટમાં કનેકશનની સાથે જ વાટરમીટર લગાવવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ ર૦ર૦-ર૧ના ડ્રાફટ અદાજ પત્રમાં પાણીના તમામ કનેકશન વાટર મીટર આધારીત કરવાની જાહેરાત કરી છે. અમદાવાદ શહેરમાં હાલ પાણીના ૯.પ૦ લાખ પાણીના જાડાણ છે. જે પૈકી માંડ પાંચ હજાર જાડાણમાં જ વાટર મીટર લગાવવામાં આવ્યા છે. મ્યુનિસીપલ કમિશ્નરની જાહેરાત મુજબ આગામી સમયમાં સાત લાખ કરતા વધારે વાટર મીટર લગાવવાની જરૂરીયાત રહેશે જેના માટે વાટર પોલીસી તૈયાર કરવામાં આવશે. શહેરના હયાત જાડાણમાં વાટર મીટર માટે રૂ.એક હજાર કરોડનો ખર્ચ થઈ શકે છે.


સ્માર્ટ સીટી અમદાવાદમાં બી યુ પરમિશન સાથે વાટર મીટર ફરજીયાત કરવા માટે નાણાકીય વર્ષ ર૦૧૪-૧પના ડ્રાફટ બજેટમા તત્કાલીન કમિશ્નરે જાહેરાત કરી હતી. પરંતુ તેનો અમલ ર૦ર૦ સુધી થયો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાધપુરના ર૪ કલાક પાણી પ્રોજેક્ટ માટે દસ હજાર વાટર મીટર ખરીદ કરવામાં આવ્યા હતા. જેમાં ચોરીની ઘટના તથા તંત્રની બેદરકારીના કારણે તમામ મીટર હજુ સુધી મુકવામાં આવ્યા નથી. જાધપુર પ્રોજેક્ટમા ૪૧પ૬ વાટરમીટર લગાવવામાં આવ્યા છે. જ્યારે અન્ય જાડાણોમાં ૧૭૦૩ મીટર મળી કુલ પ૮પ૯ વાટર મીટર ઈન્સ્ટોલ કરાયા છે.

અમદાવાદ શહેરમાં હાલ ૯પપર૮ર પાણીના કાયદેસર કનેકશન છે. જ્યારે ર૦૦૬-૦૭ની સાલમાં ભેળવાયેલા વિસ્તારના નવા ડેવલોપમેન્ટમાં પાણીના જાડાણ આપવામાં આવ્યા નથી. જેની સામે ગેરકાયદેસર બાંધકામોમાં જાડાણો થઈ રહ્યા છે તે અલગ બાબત છે. શહેરના મધ્ય ઝોનમાં પાણીના બે લાખ કનેકશન છે.

આ આંકડાને શંકાસ્પદ માનવામાં આવી રહ્ય ાછે. મધ્યઝોનમાં ગેરકાયદેસર બાંધકામોમાં થતાં ગેરકાયદેસર જાડાણની પણ તેમાં ગણતરી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. શહેરના પૂર્વ ઝોનમાં ૧.૪૯ લાખ, ઉત્તર ઝોનમાં ૧.૮પ લાખ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૧ર૯૦, દક્ષિણ ઝોનમાં ૧ લાખ ૬પ હજાર, પશ્ચિમ ઝોનમાં ર૦૧૧ર૬ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૩૮૩પ૧ પાણીના જાડાણ છે. ઉત્તર પશ્ચિમ ઝોનના ૧૧ હજાર જાડાણ પૈકી ચાર હજાર જાડાણ માત્ર જાધપુર વોર્ડના જ છે.

મ્યુનિસિપલ ટેક્ષ વિભાગની આકારણી મુજબ ર૧ લાખ મિલકતો છે. જેની સામે ૭.પ૦ લાખ પાણી જાડાણ છે. જેનું મુખ્ય કારણ ટાઉનશીપ સિસ્ટમ છે. જેમાં તંત્ર દ્વારા માત્ર એક જ જાડાણ આપવામાં આવે છે. જાધપુર વોર્ડ માટે વાટર મીટર દીઠ રૂ.દસ હજાર ચુકવવામાં આવ્યા હતા.

તેથી હાલના જાડાણ મુજબ વાટર મીટરની ખરીદી કરીને લગાવવામાં આવે તો રૂ.એક હજાર કરોડનો ખર્ચ થાય તેમ છે. મ્યુનિસિપલ કમિશ્નરે વાટર મીટર માટે વાટર પોલીસી તૈયાર કરવા જાહેરાત કરી છે. પરંતુ આ પ્રકારની જાહેરાત છેલ્લા બે વર્ષથી થઈ રહી છે. મ્યુનિસિપલ શાસકો વાટર પોલીસી માટે તૈયાર નથી. વાટર પોલીસી અને વાટર મીટરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાગરીકો પાસેથી વાટર ચાર્જ લેવાની તૈયારી કમિશ્નરે કરી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૈનિક ૧રપ૦ એમએલડી પાણી સપ્લાય કરવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન મુજબ વ્યક્તિ દીઠ ૧૪૦ લીટર અને પરિવારદીઠ ૭૦૦ લીટર પાણી વિનામૂલ્યે આપવામાં આવશે. જાધપુર પ્રોજેક્ટમાં વ્યક્તિ દીઠ ૧૮૦ લીટરની ગણતરી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશ્નરે પાણીનો બગાડ અટકાવવા માટે વાટર ચાર્જીસ જરૂરી હોવાનું જણાવ્યુ છે. પરંતુ લીકેજીસના કારણે કરોડો રૂપિયાના પાણીનો વ્યય થઈ રહ્યો છે. તેની તરફ ધ્યાન આપવામાં આવતું નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશને ‘વાટર સ્કાડા’ પ્રોજેક્ટમાં વાટર ઓડીટનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ સદર પધ્ધતિથીમાં સપ્લાય થતાં પાણીની ગણતરી થાય છે. યુઝર્સ સુધી કેટલું પાણી સપ્લાય થાય છે તેની કોઈ જ ગણતરી હાલ થતી નથી. મ્યુનિસિપલ કોર્પોદરેશને જાધપુર પ્રોજેક્ટ બાદ અન્ય છ સ્થળે ર૪ કલાક પાણી સપ્લાયના પ્રોજેક્ટ માટે જાહેરાત કરી છે. આ તમામ વિસ્તારોમાં પાણીના જાડાણ સાથે વાટર મીટર લગાવવામાં આવશે. પરંતુ સરદાર પટેલ રીંગરોડની આસપાસ તૈયાર થઈ રહેલ રહેણાંક મિલકતોમાં પાણીના જાડા આપવામાં આવ્યા નથી. નિકોલ, નરોડા, લાંભા, વસ્ત્રાલ, ગોતા સહિતના વિસ્તારોમાં અપુરતા જાડાણ છે.

જ્યારે ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમમાં કોમર્શિયલ મિલકતોમાં જાડાણ આપવામાં આવતા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાણીના જાડાણ આપવામાં આવતા નથી.  મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાણીના જાડાણ માટે કોઈ જ ચોક્કસક નીતિ નથી. ઝોનના એડીશ્નલ ઈજનેરની મનસુબી મુજબ ‘વાટર પોલીસી’ ચાલી રહી છે.ે શહેરમાં એક સમાન વાટર પોલીસી તૈયાર કરવા માટે છેલ્લા બે વર્ષથી રજુઆત થઈ રહી છે. પરંતુ તંત્રને ‘કનેકશન’ આપવા કરતા ‘કલેકશન’ કરવામાં વધુ રસ હોય તેમ માનવામાં રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.