Western Times News

Gujarati News

પુલવામા બ્લાસ્ટમાં એનઆઈએએ પિતા-પુત્રીની ધરપકડ કરી

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં ગત વર્ષે પુલવામામાં થયેલા હિંસક હુમલામાં ૪૦ સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. આ ઘાતક હુમલામાં સંડોવણી બદલ પિતા-પુત્રીની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનાઈએ)એ ધરપકડ કરી છે. મંગળવારે એક શખ્સ અને તેની પુત્રીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીના અધિકારીના જણાવ્યા મુજબ આ બન્નેની ઓળખ પીર તારિક તેમજ ઈન્શા તરીકે થઈ છે. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં કુલ ૪૦ સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. એનઆઈએએ આ કેસની તપાસ સંભાળી છે. આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના આદિલ અહેમદ દાર નામના આતંકવાદીએ વિસ્ફોટક સાથેની ગાડી સીઆરપીએફના કાફલા સાથે અથડાવી દીધી હતી. એનઆઈએની એક ટીમે જમ્મુ પહોંચીને પિતા-પુત્રની કસ્ટડી લીધી હતી.

સૂત્રોના મતે હુમલાખોર આદિલ દારનો પાકિસ્તાનથી જૈશ-એ-મોહમ્મદ દ્વારા જાહેર કરાયેલા છેલ્લા વીડિયોમાં તે દક્ષિણ કાશ્મીરના પુલવામના હાદિકપોરા સ્થિત આ પિતા પુત્રીના ઘરે હોવાનું જોવા મળ્યું છે. એનઆઈએ દ્વારા પિતા-પુત્રીની ધરપકડ બાદ તેમની પૂછપરછ કરાતા આ હુમલાના વધુ ઊંડા રહસ્યો વિશે માહિતી પ્રાપ્ત થઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.