Western Times News

Gujarati News

એટીએમમાં ૧૦૦ રૂપિયાની નોટ હાલ ઓછી થઇ: રિપોર્ટ

નવી દિલ્હી, એટીએમમાં હાલમાં ૧૦૦ રૂપિયાની નોટ ઓછી દેખાઈ રહી છે. આના માટે બેંક નહીં પરંતુ કદને લઇને હવે દોષારોપણ શરૂ થયા છે. એટીએમ દરમાં જા ૧૦૦ રૂપિયાની નોટ મળી રહી નથી તો આના માટેની તકલીફ નોટના કદને લઇને રહેલી છે. ૧૦૦ રૂપિયાની નોટ હાલમાં બે કદમાં ઉપલબ્ધ છે જેને એટીએમમાં બે અલગ અલગ પ્રકારના કેસેટમાં મુકવામાં આવી છે. બેંક અને ઓપરેટર દરરોજ આ પ્રકારની તકલીફોનો સામનો કરી રહ્યા છે. કયા કયા એટીએમમાં બે કદની નોટ આવી રહી છે તેને લઇને પણ ગણતરી થઇ રહી છે. બેંક અને એટીએમ ઓપરેટરોનું કહેવું છે કે, ૧૦૦ રૂપિયાની જુની નોટને પૂર્ણરીતે બહાર કરી દેવામાં આવે તેવી રજૂઆત થઇ રહી છે.

કેટલાક ઓપરેટરો પરેશાનીમાં દેખાઈ રહ્યા છે. કારણ કે તેમને પોતાની પાસે લાઈવલિસ્ટ રાખવાની રહે છે. કયા કયા એટીએમાં બંને કદની નોટ આવી શકે છે તેને લઇને પણ ગણતરી થઇ રહી છે. આવનાર દિવસોમાં એટીએમને લઇને સમસ્યાઓને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી શકે છે. હાલમાં એવી ચર્ચા પણ રહી છે કે, એટીએમમાં બે હજારની નોટ દેખાઈ રહી નથી. બે હજારની નોટનો ઉપયોગ પ્રમાણમં ઓછો થઇ રહ્યો છે. ૫૦૦ રૂપિયાની નોટ હાલમાં વધારે દેખાઈ રહી છે. આરબીઆઈ તરફથી પણ એવા સંકેત આપવામાં આવ્યા છે કે, હાલમં ૫૦૦ રૂપિયાની નોટ ચલણમાં વધારે છે. ૨૦૦૦ની નોટ ચલણમાં ઓછી છે. મોટી નોટ હોવાના લીધે ૨૦૦૦ની નોટને લઇને કેટલાક લોકો પરેશાન પણ થયા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇ નાના દરની નોટ બજારમાં વધુ પ્રમાણમાં લાવવાની મોદી સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.