Western Times News

Gujarati News

RBL બેંકની ઘોર બેદરકારીથી યુવાન સાથે છેતરપિંડી

છેતરપિંડી થવાની છે તેવી બેંકને જાણ કરવા છતાં યુવકના ખાતામાંથી બારોબાર ૬૬૮૦ ડોલર ટ્રાન્સફર થઈ ગયા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેતરપિંડીની ચોંકાવનારી ઘટનાઓ ઘટી રહી છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા આવા કિસ્સાઓમાં ઝીણવટભરી તપાસ કરી આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ અંગે સરકારો તથા બેંકો દ્વારા જનજાગૃતિ માટે ખાસ સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે. તેમ છતાં નાગરીકો છેતરપિંડીનો ભોગ બની રહ્યાં છે. આ પરિસ્થિતિમાં  શહેરનાં નારણપુરા વિસ્તારમાં રહેતાં એક યુવકે ચોંકાવનારી ફરીયાદ નોંધાવી છે. જેમાં બેંકની જ ઘોર બેદરકારીનાં કારણે તેની સાથે ઠગાઈ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવતાં પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. આ અંગે નારણપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, સરકાર દ્વારા બેકીંગ સિસ્ટમ વધુ અસરકારક બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત નાગરીકો પણ હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતાં થયાં છે આ પરિસ્થિતિનો ગઠીયાઓ લાભ ઉઠાવવા લાગ્યાં છે અને નાગરીકોને લાલચો આપી તેમના ક્રેડીટ કાર્ડનો નંબર જાણી તેમાંથી બારોબાર રૂપિયા ઉપાડવા લાગ્યાં છે. આવી સંખ્યાબંધ ફરિયાદો નોંધાતા સરકાર દ્વારા નાગરીકોને કેટલાંક મહત્ત્વપૂર્ણ  નિર્દેશો આપેલાં છે. તેમ છતાં છેતરપિંડીના બનાવો વધી રહ્યાં છે.

શહેરનાં નારણપુરા વિસ્તારમાં પ્રગતિનગર નજીક આવેલાં સ્વાતંત્ર્ય સેનાની નગરમાં રહેતાં કંદર્પ અક્ષયભાઈ નાયક (ઉં.વ.૩૧) કન્સલ્ટન્ટ સિવિલ  એન્જિનિયર છે. અને તે કેટલીક કંપનીઓ સાથે સંકળાયેલાં છે. તેઓ પોતે આરબીએલ બેંકનું (Credit card of RBL Bank) ક્રેડીટ કાર્ડ પણ ધરાવે છે. કંદર્પ નાયક ઉપર તા.૨૦-૧ના રોજ સવારે એક મેસેજ આવ્યો હતો અને આ મેસેજ બેંકનો હતો. જેમાં બોગસ વેબસાઈટ (Bogus website)  થકી તેના ખાતામાંથી દોઢ ડોલર ડેબિટ  (1.5 dollar debited from account first time) થયા હતા. આ મેસેજ વાંચી કંદર્પ ભાઈ ચોંકી ઉઠ્યા હતા. આ અંગે તપાસ કરે એ પહેલાં બીજા એક મેસેજ પણ આવ્યો હતો. જેનાં પરીણામે તેઓ એલર્ટ થઈ ગયાં હતાં.

કંદર્પભાઈનાં ખાતામાંથી બારોબાર ડોલર ટ્રાન્સફર થવા લાગતાં તેઓએ તાત્કાલિક આરબીઆઈ બેન્કનાં સત્તાવાળાઓને જાણ કરી હતી. અને પોતાની ક્રેડીટ કાર્ડ બ્લોક (to block card with immediate effect) કરી દેવા જણાવ્યું હતું તથા બેંકમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન ન થાય તેવી સૂચના પણ આપી હતી. બેંકને સત્તાવાર રીતે જાણ કરાતાં તેઓ નિશ્ચિત બની ગયા હતાં.

તેમણે બેંક સત્તાવાળાઓને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેમની સાથે છેતરપિંડી થઈ રહી છે.  અને આગામી દિવસોમાં મોટી રકમની છેતરપિંડી થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી અને તેથી જ તેમનું કાર્ડ બ્લોક કરાવી ખાતામાં ટ્રાન્ઝેક્શન ન થાય તે જાવા જણાવ્યું હતું. આ પરિસ્થિતિ બાદ બેંકને જાણ કરવા છતાં કંદર્પભાઈ ઉપર વધુ એક મેસેજ આવ્યો હતો અને આ જ બોગસ વેબસાઈટ મારફતે તેમનાં ખાતામાંથી ૬૬૮૦ ડોલર બારોબાર ટ્રાન્સફર થઈ ગયા હતાં.

આટલી મોટી રકમની છેતરપિંડી થતાં તેઓ ગભરાઈ ગયા હતાં. બેંકને જાણ કરવા છતાં તેમની સાથે છેતરપિંડી થતાં તેમણે તાત્કાલિક સાઈબર સેલની (help from cyber cell, ahmedabad)  મદદ માંગી હતી અને ત્યાં અરજી આપ્યા બાદ સ્થાનિક નારણપુર પોલીસ સ્ટેશનમાં આરબીએલ બેંકના સંચાલકો વિરૂદ્ધ તથા વેબસાઈટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. (Filed police complaint in Nararnpura police station against RBL Bank employees)

બેંકને જાણ કરવા છતાં યુવકનાં ખાતામાંથી ૬૬૮૦ ડોલરની છેતરપિંડી થતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. અને આ અંગે કંદર્પભાઈની ફરિયાદ લઈ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી ખાતેદારોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. બેંક સત્તાવાળાઓને છેતરપિંડી થવાની છે તેવી જાણ કરવા છતાં ખાતામાંથી બારોબાર ડોલર ટ્રાન્સફર થઈ જતાં કંદર્પભાઈ મુશ્કેલીમાં મુકાયા છે. બેંકે આ ડોલર કઈ રીતે ટ્રાન્સફર કર્યા તે ચર્ચાનો વિષય બન્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.