Western Times News

Gujarati News

અરવલ્લી જિલ્લા કલેક્ટર મોટી ઇસરોલ ગામની  મુલાકાત લઈ દફતર ચકાસણી કરી

મોટી ઇસરોલ: અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે આજરોજ સવારે મોટી ઇસરોલ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી વિવિધ સરકારી યોજનાઓ,વણ ઉકલ્યા પ્રશ્નો અંગે, ગામના અને ગૌચર દબાણ સહિતના પ્રશ્નો , મરણ પામેલ ખાતેદારના વારસદારોની વરસાઈના કેસો, વિધવા સહાય બાબત તેમજ પીવાના પાણી,રસ્તા,આરોગ્ય વિષયક પ્રશ્નોની ચર્ચા સ્થળ ઉપર કરીને  અધૂરી વરસાઈના કેસો ઝડપથી વારસાઈ કરવા ઉપર ભાર મક્યો હતો.

   તેમણે દફતર ચકાસણી દરમિયાન દરેક સીઝનમાં થયેલ વાવેતરની નોંધ  અને પાણીપત્રકની પણ ખરાઈ કરી હતી. આઅંગે  ચકાસણી પછી ગામની સસ્તા અનાજની દુકાનની મુલાકાત લઈને ખાંડ,ચોખા,ઘઉ, કેરોસીન સહિતના જથ્થાની પણ ચકાસણી કરી હતી. તે દરમિયાન કલેક્ટરની સાથે  પ્રાંત કલેક્ટર મયંકભાઈ પટેલ,મામલતદાર અરુણદાન ગઢવી,મોટી ઇસરોલ સેવા મંડળીના ચેરમેન પ્રભુદાસભાઈ પટેલ,વા.ચેરમેન રાજેશભાઈ પટેલ, સેક્રેટરી દિનેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તે અગાઉ ગ્રામ પંચાયતમાં મળેલી બેઠકમાં આ આગેવાનો, ઉપરાંત સરપંચ,ડે. સરપંચ તેમજ સભ્યો  અને તલાટી કમ મંત્રી,ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.