Western Times News

Gujarati News

આણંદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે મહિલા દિવસની ઉજવણી કરાઈ

આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરૂષ સમોવડી બની રહી છે : -શ્રી. આર.એમ.ખાં

આણંદ-શનિવાર:: ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર.એમ. ખાંટે આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. જેના કારણે તેઓ પુરૂષ સમોવડી બની રહી છે તેમ આણંદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને કહ્યું હતું.

શ્રી ખાંટે રાષ્ટ્રમાં અને રાજ્યમાં રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્રે સિદ્ધીઓ હાંસલ કરનાર મહિલાઓમાંથી પ્રેરણા લઈને મહિલાઓને આગળ વધવાનું જણાવી સમાજમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

શ્રી ખાંટે આપણે માત્ર આજના દિવસ પૂરતું માર્ગદર્શન મેળવવા સિમિત ન રહેતા સતત માર્ગદર્શન મેળવતા રહી તેનો જીવનમાં ઉપયોગ કરવાની સાથે અન્ય મહિલાઓને પ્રેરણા પુરી પાડવા સુચવ્યું હતું.

શ્રી ખાંટે સરકાર દ્વારા નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અંતર્ગત  બહેનોના જૂથને રીવોલ્વીંગ ફંડ, કોમ્યુનીટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ તેમજ રોજગારી માટે તાલીમ તેમજ માર્કેટીંગની પણ વ્યવસ્થા કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે શીલી ગામના કાજલ સખી મંડળના શ્રીમતી કૈલાસબેન અને તેમના સખી મંડળના સભ્યોનું સન્માન કરી ખાનગી સીમેન્ટ કંપનીના અધિકારીશ્રીએ આગામી સમયમાં આ પ્રકારની એજન્સી અન્ય મહિલાઓને પણ આપવા માટે તત્પર હોવાનું જણાવ્યું હતું.

બહેનોને રોજગારી મળી રહે તે માટે કોમન સર્વિસ સેન્ટર દ્વારા બહેનો ગ્રામ્ય લેવલે સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ આપી શકે તે માટે બેંક મિત્ર કાંતાબેન ચૌહાણ, દક્ષાબેન મહીડા અને રેખાબેન પરમારને ડીજીપે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર.એમ. ખાંટના હસ્તે નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અંતર્ગત બહેનોના ૩ સ્વસહાય જૂથોને રૂા. ૪૫૦૦૦ તેમજ ૫ સ્વસહાય જૂથોને કોમ્યુનીટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ પેટે  રૂા ૩.૨૫ લાખનાં ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું સફળ સંચાલન ડી.એલ.એમના બિનાબેન ત્રિવેદીએ કર્યું હતું. આ પ્રસંગે ખાનગી સીમેન્ટ કંપનીના માર્કેટીંગ ઓફિસર શ્રી વિશાલ દવે, શ્રી બ્રિજેશ જાની અને શ્રી હિતેશ ચૌહાણ, સી.એસ.સીના મેનેજર શ્રી કમલેશભાઈ અને અનિલભાઈ, એન.આર.એલના આરતીબેન તેમજ શ્રી મિતેશભાઈ અને સ્વસહાય જૂથોની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.