Western Times News

Gujarati News

ભારતે વિદેશી નાગરિકો ઉપર પ્રતિબંધ મુકયો

નવી દિલ્હી: દેશના ૧૨થી વધુ રાજ્યોમાં કોરોના વાયરસના ૭૩થી વધુ કેસ સપાટી ઉપર આવી ચુક્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા એક પછી એક પગલા લેવાઈ રહ્યા છે જેના ભાગરુપે વધુ એક મોટો નિર્ણય કરીને ભારતે સમગ્ર દુનિયાથી પોતાને અલગ કરવાનો નિર્ણય કર્યો છે. દેશના લોકો બિલકુલ સુરક્ષિત રહે તે હેતુસર આ નિર્ણય કરાયો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ અસરગ્રસ્ત લોકોના સંપર્કને ટાળવાનો રહેલો છે. તમામ નિર્ણયો તાત્કાલિક ધોરણે અમલી કરવામાં આવ્યા છે. આગામી એક મહિના સુધી સમગ્ર દુનિયાથી ભારતે પોતાને અલગ રાખવાનો નિર્ણય કર્યો છે. ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસને રોકવાના હેતુસર ભારત સરકારે હવે વધુ એક મોટો અને સાહસી નિર્ણય કર્યો છે. એક પછી એક અનેક નિર્ણય કરવામાં આવી રહ્યા છે. જેના અમલીકરણના કારણે  સ્થિતીમાં સુધારો થઇ રહ્યો છે.

હવે ભારત સરકારે આગામી એક મહિના સુધી સમગ્ર દુનિયાથી પોતાને અલગ કરી લેવાનો નિર્ણય કર્યો છે. હેતુ મેનટુ મેન કોન્ટ્રાક્ટના કારણે ફેલાઇ રહેલા વાયરસને કાબુમાં લેવાનો રહેલો છે. ભારત સરકારના નિર્ણય બાદ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના વાયરસને મહામારી તરીકે જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય મુળના લોકો પણ જા પરત ફરી રહ્યા છે તો ૧૪ દિવસ માટે અલગ રીતે રહેવાની જરૂર પડશે. નિર્ણય પર અમલીકરણ શરૂ થતાની સાથે જ ૧૫મી એપ્રિલ સુધી ભારત દુનિયાના દેશોથી અલગ જશે.

ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બુધવારના દિવસે બે બેઠકો થઇ હતી. તેનુ નેતૃત્વ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન દ્વારા કરવામાં આવ્યુ હતુ. ભારત સરકારે હવે દુનિયાના કોઇ પણ દેશથી આવનાર લોકોના વીઝા ૧૫મી એપ્રિલ સુધી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં એકપછી એક નિર્ણય કરવામાં આવી રહ્યા છે.

ભારતમાં કોરોના વાયરસના હજુ સુધી ૬૦ કેસો નોંધાયા છે. કોરોના વાયરસના કારણે વિશ્વના પ્રભાવિત દેશોની સંખ્યા રોકેટગતિથી વધી રહી છે. હાલમાં કુલ ૧૨૪ દેશો કોરોનાના સકંજામાં આવી ગયા છે. એકલા ચીનમાં કુલ કેસોની સંખ્યા ૮૦૭૯૬ ઉપર પહોંચી ગઇ છે. ચીનમાં કુલ મોતનો આંકડો ૩૧૬૯ પર પહોંચી ગયો છે. ચીનમાં ગંભીર રહેલા કેસોની સંખ્યા ૪૨૫૭ ઉપર પહોંચી ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ લોકોના મોત થઇ ગયા છે. બીજી બાજુ દુનિયાના દેશોમાં કોરોના વાયરસના કુલ કેસ ૧૨૬૩૬૯ ઉપર પહોંચી ગઇ છે.

હાલ સ્થિતીસુધરવાના સંકેત નથી. બુધવારે મોડી સાંજે હર્ષવર્ધનના નેતૃત્વમાં કોરોના વાયરસની સમીક્ષાને લઇને બેઠક યોજાઈ હતી જેમાં ભારત અને બાકી દુનિયાના દેશોમાં કોરોના વાયરસને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આમા નિર્ણય લેવાયો હતો કે, મોટી વસ્તીને બચાવી લેવા માટે ભારત પોતાને દુનિયાથી અલગ કરશે. તમામ નિર્ણય ૧૩મી માર્ચ એટલે કે તાત્કાલિક ધોરણે લાગૂ કરી દેવાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.