Western Times News

Gujarati News

કોરોનાનો કહેરઃ અમેરિકામાં 20 વર્ષ બાદ ચેપી રોગ ઇમર્જન્સી જાહેર

વોશિંગ્ટન, કોરોના વાઇરસના વધતા પ્રભાવને જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ઇમર્જન્સી જાહેર કરી છે. ટ્રમ્પે આ વાઇરસ સામે લડવા સંઘીય મદદ (ફેડરલ સહાય) તરીકે 50 અરબ ડોલરની જાહેરાત કરી છે. અમેરિકામાં 20 વર્ષ બાદ કોઇ ચેપી રોગને રાષ્ટ્રીય ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે. આ પહેલા વર્ષ 2000માં તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને વેસ્ટ નીલે વાઇરસ (West Nile virus) નો સામનો કરવા માટે આવી ઇમર્જન્સીની જાહેરાત કરી હતી. ટ્રમ્પે આ જાહેરાત દરમિયાન કહ્યું કે આગામી અઠવાડિયાઓમાં આપણા જીવનમાં પરિવર્તન અને ઘણો ત્યાગ કરવો પડશે. આપણા આ ત્યાગથી લાંબા ગાળે ઘણો લાભ થશે. આગામી આઠ આઠવાડિયા આપણા માટે ઘણા મહત્વપૂર્ણ રહેવાના છે. આ સાથે જ તેમણે કોરોના સામે લડવા માટે દરેક રાજ્યમાં ઇમર્જન્સી કેન્દ્રો સ્થાપના કરશે.  બીજી તરફ, દુનિયામાં કોરોના વાઇરસના કારણે કુલ 1 લાખ 45 હજાર 634 કેસ સામે આવી ચુક્યાં છે. ભારતીય સમય અનુસાર શનિવાર સવાર સુધીમાં કુલ 5436 લોકોના મોત નીપજ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.