Western Times News

Gujarati News

ધનસુરાના શીકા ખાતે સરકાર આપણા આંગણે કાર્યક્રમ યોજાયો

 તા-13/3/2020 ને શુક્રવારના રોજ અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શીકા ખાતે ગુજરાત સરકારશ્રી દ્વારા નિર્ધારિત કલેકટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં સરકાર આપણા આંગણે કાર્યક્રમ યોજાઈ ગયો.રાત્રી રોકાણ કાર્યક્રમમાં કલેકટર સાહેબશ્રી અમૃતેશ ઔરંગાબાદકર સાહેબ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલભાઈ ધામેલીયા સાહેબ દ્વારા ગ્રામજનોના વિવિધ ૨૧ જેટલા પ્રશ્નોના નિકાલ અર્થે વહીવટીતંત્રને સૂચક ધ્યાન દોરી કામ પૂર્ણ કર્યાનો અહેવાલ સુપ્રત કરવાની સુચના આપી હતી. ગામના ડેપ્યુટી સરપંચ શ્રીમતી બિન્કલબેન વિપુલભાઈ પટેલે ગ્રામસફાઈ અર્થે ટ્રેક્ટર ટ્રેલર તથા ડસ્ટબિનની જોગવાઈ કરવા કલેકટરશ્રીને રજૂઆત કરી હતી.

આ તબક્કે વિધવા બહેનોને ૬૮ જેટલા વિધવા સહાય હુકમોનું સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું. કલેકટર સાહેબ શ્રીએ આ કામગીરી માટે મામલતદાર શ્રી ચેતનસિંહ ઝાલા સાહેબ તથા ગ્રામ પંચાયત શીકાને અભિનંદન પાઠવ્યા હતા.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ધનસુરાના પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, સરપંચશ્રી મોહનભાઈ ખાંટ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાંત અધિકારી સાહેબ શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી તથા મામલતદાર સાહેબશ્રી તથા સમગ્ર વહીવટીતંત્ર એ કાર્યક્રમને  સફળ બનાવ્યો હતો.સરકાર આપણા આંગણે કાર્યક્રમ માં ચાલુ વર્ષ દરમિયાન વિધવા બહેનોને મોટી સંખ્યામાં સહાય મળવા બદલ શીકા ગ્રામ પંચાયત ના ડેપ્યુટી સરપંચ બિન્કલબેન પટેલ,શીકા ગ્રામ પંચાયત એ મામલતદાર શ્રી ચેતનસિંહ ઝાલા તથા રેવન્યુ તલાટીશ્રી પવનભાઈ પંચાલ તથા કૃણાલભાઈ પટેલ નો અને વહીવટી તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.