Western Times News

Gujarati News

વિશ્વમાં ૬૦-૮૫ ટકા લોકો બેઠાડુ જીવન જીવે છે

ડબ્લ્યુએચઓ(હુ) અનુસાર, દુનિયામાં ૬૦ થી ૮૫ ટકા લોકો બેઠાડુ છતાં વ્યસ્ત જીવન જીવી રહ્યા છે જે જાહેર સ્વાસ્થ્યની સમસ્યાઓને વધુ ગંભીર બનાવતું એક કારણ છે અને તેના પર અપૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે. માત્ર ગુજરાતમાં જ, દર બેમાંથી એક વ્યક્તિને મેદસ્વીતા અથવા ઓછા વજનની સમસ્યા છે ત્યારે અમદાવાદમાં પણ લોકોમાં ફિટનેસની જાગૃતિ કેળવાય તે હેતુથી દેશની ડાયરેક્ટ સેલિંગ એફએમસીજી કંપનીઓમાંથી અગ્રણી કંપની એમવે ઇન્ડિયા દ્વારા વેલનેસ કમ્યુનિટી નિર્માણની પહેલના ભાગરૂપે ખાસ મેગા ઝુમ્બા સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ભારે ઉત્સાહ સાથે યંગસ્ટર્સ સહિતના લોકોએ ભાગ લીધો હતો. લોકોને બહેતર જીવન જીવવામાં અને તંદુરસ્તીપૂર્ણ જીવનમાં મદદરૂપ થવા માટે પોતાની પ્રતિબદ્ધતાને અનુલક્ષીને દેશની ડાયરેક્ટ સેલિંગ એફએમસીજી કંપનીઓમાંથી અગ્રણી કંપની એમવે ઇન્ડિયા દ્વારા વેલનેસ કમ્યુનિટી નિર્માણની પહેલના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું. ન્યુટ્રીશન અને વેલનેસ બજારમાં અગ્રણી તરીકે કંપની દ્વારા સક્રીયપણેજ લોકજાગૃતિ અને જનજોડાણ કાર્યક્રમો યોજવામાં આવે છે જેથી લોકોને સક્રીય અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી માટે પ્રોત્સાહિત કરી શકાય.

આ પહેલ વિશે એમવે ઇન્ડિયાના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ-પશ્ચિમ, દેબાશિષ મજૂમદારે જણાવ્યું હતું કે, અમે એમવે ખાતે, પ્રબળપણે માનીએ છીએ કે, સંતુલિત પોષણ સાથે શ્રેષ્ઠ શારીરિક પ્રવૃત્તિઓ એ તંદુરસ્ત જીવનની ચાવી છે. બદલાતી જીવનશૈલી અને વ્યસ્ત શિડ્‌યૂલમાં દૈનિક જીવન સાથે સ્વાસ્થ્યની રીતભાતો સંકલિત કરવા માટે નક્કર પ્રયાસો કરવા જરૂરી છે. વેલનેસ કમ્યુનિટી નિર્માણના પ્રયાસરૂપે, અમે સરખી વિચારસરણી ધરાવતા લોકોને રીફ્રેશિંગ અને સ્વાસ્થ્યપૂર્ણ ફીટનેસ પહેલ દ્વારા એકજૂથ કરીએ છીએ. શહેરમાં યોજાયેલા અમારા ઝુમ્બા સેશનમાં સહભાગીઓનો અપાર ઉત્સાહ જોવા મળ્યો તે ખૂબ આનંદપ્રદ વાત છે. ડબ્લ્યુએચઓ(હુ) અનુસાર, દુનિયામાં ૬૦ થી ૮૫ ટકા લોકો બેઠાડુ છતાં વ્યસ્ત જીવન જીવી રહ્યા છે જે જાહેર સ્વાસ્થ્યની સમસ્યાઓને વધુ ગંભીર બનાવતું એક કારણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.