Western Times News

Gujarati News

ગુજરાત સંપૂર્ણ બંધ : લોકોએ સ્વયભૂ બંધ પાળ્યો

અમદાવાદ: સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના ૧૮ પોઝીટીવ કેસ સામે આવી ચૂક્યા છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કરફયુની રાષ્ટ્રીય અપીલને અમદાવાદ સહિત રાજયભરમાં બહુ જબરદસ્ત અને પ્રચંડ પ્રતિસાદ સાંપડયો હતો. લોકોએ સ્વયંભૂ અને સ્વૈચ્છિક  રીતે સજ્જડ અને જડબેસલાક બંધ પાળ્યો હતો. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રોડ-રસ્તાઓ, બજારો, માર્કેટ, મોલ, મલ્ટીપ્લેક્સ, દુકાનો, ધંધા-રોજગારના સ્થળો, ધંધાકીય એકમો, મંદિરો, ધાર્મિક સ્થાનો, બાગ-બગીચાઓ સહિતના તમામ સ્થળો સૂમસામ અને નિર્જન જણાયા હતા. માર્ગો પર વાહનો સુધ્ધાં જાવા મળતા ન હતા.

ઇમરજન્સી સંજાગોમાં જ માર્ગો પર એકાદ-બે છૂટાછવાયા વાહનો જાવા મળતા હતા, એ સિવાય રોડ-રસ્તાઓ કે જાહેરસ્થાનો પર કોઇ માણસની પણ હાજરી જણાતી નથી. એટલે કે, લોકોએ કોરોના વાઇરસને જારદાર તમાચો માર્યો હતો અને પોતાના ઘરોમાં જ રહી પીએમ મોદીની જનતા કરફયુની અપીલને સફળ બનાવી હતી. જનતા કરફયુને લઇ અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજયભરમાં જડબેસલાક અને સજ્જડ બંધનો માહોલ છવાયો હતો. સર્વત્ર સંપૂર્ણ અને શાંત સન્નાટાનો માહોલ પથરાયેલો જાવા મળતો હતો.

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજયના વિસ્તારોમાં પોલીસ કરફયુ કરતાં પણ આજના જનતા કરફયુની અસર વધુ પ્રચંડ અને પ્રભાવક જાવા મળી હતી. લોકોને હવે કોરોના વાઇરસની ગંભીરતાનો ખ્યાલ આવી રહ્યો છે. અમદાવાદમાં કોરોના પોઝીટીવના સાત, ગાંધીનગર,વડોદરા અને સુરતમાં ત્રણ-ત્રણ અને રાજકોટ-કચ્છમાં કોરોના પોઝીટીવના એક-એક કેસો મળી કુલ ૧૮ કેસો સામે આવતાં હવે લોકોમાં રીતસરનો ફફડાટ ફેલાઇ ગયો છે.

જા કે, સરકારની જાહેરાતો, નિવેદનો અને સોશ્યલ મીડિયામાં કોરોના વાઇરસને લઇ મૂકાતી પોસ્ટ અને જાણકારીને પગલે ગુજરાતની પ્રજાએ આજે જનતા કરફયુમાં જારદાર જાગૃતિનો પરચો કરાવ્યો હતો.

વહેલી સવારથી જ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં તમામ રોડકેટલાક લોકો તો કોરોના વાઇરસના વધતા વ્યાપને લઇ રીતસરના ડરી ગયા છે અને તેના કારણે જ હવે સમગ્ર રાજયમાં અમદાવાદ,વડોદરા, રાજકોટ, સુરત સહિત મોટાભાગના શહેરોમાં બજારો અને રોડ-રસ્તાઓ, બજારો, માર્કેટ, મોલ, મલ્ટીપ્લેક્સ, દુકાનો, ધંધા-રોજગારના સ્થળો, ધંધાકીય એકમો, મંદિરો, ધાર્મિક સ્થાનો, બાગ-બગીચાઓ સહિતના તમામ સ્થળો સૂમસામ અને નિર્જન જણાતાં હતા.

લોકોએ વહેલી સવારથી જ ઘરની બહાર નીકળવાનુ ટાળ્યું હતુ અને ભારે સંયમ અને શિસ્ત દાખવી પોતાના ઘરોમાં જ સમગ્ર દિવસ દરમ્યાન પૂરાયેલા રહ્યા હતા. આજે સવારે ૭-૦૦થી રાત્રે ૯-૦૦ વાગ્યા સુધી જનતા કરફયુ પાળી કોરોના વાઇરસના સંક્રમણની ચેઇનને તોડી પાડવાની પીએમ મોદીની અપીલને લોકોએ જાણે સ્વયંભૂ ઉપાડી લઇ જારદાર બંધ પાળ્યો હતો. લોકોએ જડબેસલાક બંધનો માહોલ સર્જી એક રીતે ભારે શિસ્તતા અને સંયમનો પરિચય કરાવ્યો હતો.

અમદાવાદ શહેરમાં ગઇકાલે સાંજથી જ બીઆરટીએસ અને એએમટીએસ બસોની સેવા બંધ કરી દેવામાં આવી હતી. તો જનતા ફરફયુને લઇ આજે શહેર સહિત રાજયભરના માર્ગો પર વાહનોની અવરજવર કે ટ્રાફિક પણ ગાયબ થયેલો જણાયો હતો. જેના પરિણામસ્વરૂપે આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વાયુ અને ધ્વનિ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું સામે આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.