Western Times News

Gujarati News

દૂરદર્શન ટેલિવિઝન યુગના સુવર્ણકાળને ફરીથી રજૂ કરવા સજજ

નવી દિલ્હી, માહિતી અને પ્રસારણ મંત્રાલયે કેબલ ઓપરેટરોને ફરજીયાતપણે દુરદર્શન, લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી દર્શાવવા માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે. દૂરદર્શન હવે ટેલિવિઝન યુગના સુવર્ણકાળની ફરીથી રજૂઆત કરીને લોકોને લૉકડાઉન દરમિયાન ઘરે રહેવાનુ વધુ આનંદદાયક બનાવશે. નીચે દર્શાવેલા શોનુ ફરીથી ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે.

1. ચાણક્યઃ ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીની આ શ્રેણીના 47 એપિસોડ ડીડી ભારતી પર 1 એપ્રિલ, 2020ના પ્રથમ સપ્તાહથી બપોર પછીના ગાળામાં દરરોજ દર્શાવવાનુ નક્કી થયું છે.

2. ઉપનિષદ ગંગાઃ ચિન્મય મિશન ટ્રસ્ટ નિર્મિત અને ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી દિગ્દર્શિત આ શ્રેણી પણ ડીડી નેશનલ નેટવર્ક પર બપોર પછીના સ્લૉટમાં તા. 1 એપ્રિલ, 2020ના પ્રથમ સપ્તાહથી શરૂ કરીને દરરોજ દર્શાવાશે.

3. શક્તિમાનઃ મુકેશ ખન્નાને રજૂ કરતી આ પ્રસિદ્ધ સિરિયલ એપ્રિલ, 2020થી બપોરે 1 વાગ્યાના સ્લોટમાં 1 કલાક સુધી ડીડી નેશનલ નેટવર્ક પર દર્શાવવામાં આવશે.

4. શ્રીમાન શ્રીમતીઃ મકરંદ અધિકારી નિર્મિત હસાવીને બેવડા કરી નાખતી આ સિરીયલ ડીડી નેશનલ નેટવર્ક પર બપોરે 2 વાગ્યાના સ્લૉટમાં ફરીથી રજૂ થઈ રહી છે.

5. કૃષ્ણા કાલીઃ 18 એપિસોડની આ શ્રેણી રાત્રે 8-30 કલાકે ડીડી નેશનલ ઉપર દરરોજ દર્શાવાશે.

ઉપર દર્શાવેલી ટેલિવિઝન સિરીયલ ઉપરાંત નીચે દર્શાવેલી સિરિયલનુ પ્રસારણ તા. 28 માર્ચથી શરૂ થઈ ચૂક્યુ છે.

1. રામાયણ: રામાનંદ સાગરના નિર્મિત (35 મિનિટના એક એવા)78 એપિસોડની આ સિરીયલ અને (30 મિનીટના) 30 એપિસોડ ડીડી નેશનલ ઉપર દરરોજ સવારે 9.00 કલાકે અને રાત્રે 9.00 કલાકે પ્રસારીત થઈ રહ્યા છે.

2. મહાભારતઃ 97 એપિસોડ (45 મિનિટના) બપોરે 12.00 વાગે તથા રાત્રે 7.00 વાગ્યાના સ્લોટમાં રજૂ થઈ રહ્યા છે.

3. બ્યોમકેશ બક્ષીઃ 1 કલાકના 52 એપીસોડની આ સિરિયલ સવારે 11.00 કલાકે દરરોજ પ્રસારીત થઈ રહી છે.

4. સર્કસઃ શાહરૂખ ખાનને રજૂ કરતી આ સિરીયલ રાત્રે 8.00 વાગે રજૂ થઈ રહી છે.

5. હમ હૈ નાઃ 60 એપીસોડની આ સિરિયલ 28 માર્ચ 2020થી દરરોજ રાત્રે 10.00 વાગે ડીડી નેશનલ નેટવર્ક પર રજૂ કરવામાં આવી રહી છે.

6. તુ તોતા મેં મૈનાઃ 26 એપીસોડની આ સિરીયલ તા. 28-3-2020 થી દરરોજ રાત્રે 10.30 કલાકે ડીડી નેશનલ નેટવર્ક પર રજૂ થઈ રહી છે.

આથી વધુમાં જણાવવામાં આવે છે કે કેબલ ટેલિવિઝન નેટવર્કસ રેગ્યુલેશન એકટ મુજબ તમામ ડીટીએચ / કેબલ ઓપરેટરોએ તમામ ડીડી ચેનલ્સ અને લોકસભા તથા રાજ્યસભા ચેનલ દર્શાવવી ફરજીયાત છે. આ ચેનલ્સ નહીં દર્શાવનાર આ કાયદાની કલમ 11, 12 અને 18 મુજબ પગલાં લેવા પાત્ર બનશે.

જો દર્શકો તેમની ઈચ્છા મુજબ ડીડી ચેનલ્સ નહી જોઈ શકે તો તે આ અંગે નજીકના દૂરદર્શન કેન્દ્રને આ અંગે ફરિયાદ કરી શકશે અથવા તો આ બાબતે ઈમેઈલથી [email protected]. પર ફરિયાદ કરી શકશે. આ બાબતનો પત્ર માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.