Western Times News

Gujarati News

પશ્ચિમ રેલવે દ્વારા આવશ્યક સામગ્રીના પરિવહન માટે 9 ટાઇમ ટેબલ્ડ પાર્સલ વિશેષ ટ્રેનોની 68 વધુ સેવાઓ દોડાવવાનો નિર્ણય.

અંબાલા ડિવિઝનથી 44 વેગનોમાં પ્રાપ્ત ચોખાની ગુણો રાજકોટ ગુડ્ઝ શેડમાં ઉતારતા શ્રમિકોનું દ્રશ્ય.
પશ્ચિમ રેલવે એ સતત સુનિશ્ચિત કરી રહી છે કે મેડિકલ સપ્લાય,ચિકિત્સા ઉપકરણો,ખાદ્યાન્યો વગેરે જેવી આવશ્યક વસ્તુઓનું પરિવહન ચાલુ રાખવામાં આવે,આ જ ક્રમમાં પશ્ચિમ રેલવે દ્વારા 9 ટાઈમ ટેબલ્ડપાર્સલ વિશેષ ટ્રેનોની 68 વધુ સેવાઓ દોડાવવાનો નિર્ણય લેવામાં આવેલ છે,જે બાંદ્રા ટર્મિનસ-ઓખા, બાંદ્રા ટર્મિનસ –લુધિયાણા,મુંબઈ સેન્ટ્રલ-ફિરોઝપુર,પોરબંદર-શાલીમાર,અમદાવાદ-ગુવાહાટી,સુરત-ભાગલપુર,દાદર-ભુજ, લિંચ – ન્યુ ગુવાહાટી અને કાંકરિયા-કટક વચ્ચે દોડાવાશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી રવિન્દ્ર ભાકર દ્વારા જારી એક પ્રેસ વિજ્ઞપ્ત્ મુજબ 56 યાત્રાઓ વાળી 12 પાર્સલ એક્સપ્રેસ ટ્રેનોને આવશ્યક વસ્તુઓના પરિવહનમાં આવતી મુશ્કેલીઓ ઘટાડવા માટે 31 માર્ચથી 15 એપ્રિલ,2020 વચ્ચે દોડાવવાની યોજના બનાવવામાં આવેલ.હવે 9 પાર્સલ એક્સપ્રેસ ટ્રેનોની 68 વધુ યાત્રાઓ દોડાવવાની યોજના છે જે નીચે મુજબ છે.

• બાંદ્રા ટર્મિનસ-ઓખા પાર્સલ સ્પેશિયલ (10 યાત્રાઓ)
ટ્રેન નં. 00921 બાંદ્રા ટર્મિનસ-ઓખા પાર્સલ સ્પેશિયલ બાંદ્રા (ટી) થી 16,18,20,22 અને 24 એપ્રિલ 2020 ના રોજ પછીના દિવસે 14.00 કલાકે ઓખા પહોંચવા માટે 21.30 કલાકે ઉપડશે. એ જ પ્રમાણે ટ્રેન નં. 00920 ઓખા – બાંદ્રા (ટી) પાર્સલ સ્પેશિયલ 16,18,20,22 અને 24 એપ્રિલ 2020 ના રોજ ઓખાથી ઉપડીને પછીના દિવસે 5.55 કલાકે બાંદ્રા (ટી) પહોંચશે. આ ટ્રેન વાપી,વલસાડ,સુરત, અંકલેશ્વર, ભરૂચ,વડોદરા,આણંદ,અમદાવાદ,વિરમગામ,રાજકોટ અને જામનગર સ્ટેશનો પર બંને દિશાઓમાં થોભશે.

• બાંદ્રા ટર્મિનસ-લુધિયાણા પાર્સલ સ્પેશિયલ રેક (10 યાત્રાઓ)
ટ્રેન નં. 00901 બાંદ્રા ટર્મિનસ-લુધિયાણા પાર્સલ સ્પેશિયલ 15,17,20,22 અને 24 એપ્રિલ 2020 ના બાંદ્રા ટર્મિનસથી 20.00 કલાકે પ્રસ્થાન કરશે.અને ત્રીજા દિવસે લુધિયાણા પહોંચશે. એ જ પ્રકારે ટ્રેન નં. 00902 પાર્સલ સ્પેશિયલ 17,19,22,24 અને 26 એપ્રિલ 2020 ના બાંદ્રા ટર્મિનસથી 23.30 કલાકે લુધિયાણાથી ઉપડશે..અને ત્રીજા દિવસે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં વાપી,સુરત, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, આણંદ,અમદાવાદ,મહેસાણા,ફાલના,અજમેર,જયપુર,નવી દિલ્હી અને અંબાલા સ્ટેશનો પર થોભશે.

• મુંબઈ સેન્ટ્રલ- ફિરોઝપુર પાર્સલ સ્પેશિયલ (12 યાત્રાઓ)
ટ્રેન નં. 00911 મુંબઈ સેન્ટ્રલ- ફિરોઝપુર પાર્સલ સ્પેશિયલ 16,18,19,21,23 અને 25 એપ્રિલ 2020 ના મુંબઈ સેન્ટ્રલ થી 19.45 કલાકે પ્રસ્થાન કરશે.અને ત્રીજા દિવસે 02.30 કલાકે ફિરોઝપુર પહોંચશે. એ જ પ્રકારે ટ્રેન નં 00912-18,20,21,23,25 અને 27 એપ્રિલ 2020 ના રોજ ફિરોઝપુર થી ઉપડીને પછીના દિવસે 15.10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચવા માટે રવાના થશે. આ વાપી,સુરત, અંકલેશ્વર, વડોદરા, ગોધરા,રતલામ,નાગદા,કોટા,સવાઈ-માધોપુર,ભરતપુર,મથુરા,ન સ્ટેશનો પર થોભશે.નવી દિલ્હી,રોહતક અને ભટિંડા સ્ટેશનો પર થોભશે.

• પોરબંદર – શાલિમાર પાર્સલ સ્પેશિયલ (8 યાત્રાઓ)

ટ્રેન નં. 00913 પોરબંદર – શાલિમાર પાર્સલ સ્પેશિયલ 18,20,22 અને 24 એપ્રિલ 2020 ના પોરબંદર થી ત્રીજા દિવસે 03.30 કલાકે શાલિમાર પહોંચવા માટે પ્રસ્થાન કરશે. અને એ જ પ્રકારે ટ્રેન નં. 00914 શાલિમાર – પોરબંદર પાર્સલ સ્પેશિયલ 20, 22, 24 અને 26 એપ્રિલ 2020 ના રોજ ત્રીજા દિવસે 18.25 કલાકે પોરબંદર પહોંચવા માટે 22.50 કલાકે શાલિમારથી પ્રસ્થાન કરશે. આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, ભુસાવળ, અકોલા, બડનેરા, નાગપુર, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા જંકશન, રાઉરકેલા, ચકરધરપુર, ટાટા નગર, અને ખડગપુર જંકશન પર થોભશે.

• અમદાવાદ-ગુવાહાટી પાર્સલ સ્પેશિયલ (6 યાત્રાઓ)
ટ્રેન નં. 00915 અમદાવાદ-ગુવાહાટી પાર્સલ સ્પેશિયલ 17, 20 અને 23 એપ્રિલ 2020 ના અમદાવાદ થી ઉપડશે અને ત્રીજા દિવસે 17.00 કલાકે ગુવાહાટી પહોંચશે. અને એ જ પ્રકારે ટ્રેન નં. 00916 ગુવાહાટી – અમદાવાદ 20, 23 અને 26 એપ્રિલ 2020 ના રોજ ગુવાહાટીથી પ્રસ્થાન કરશે ત્રીજા દિવસે 16.05 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન આણંદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ મોધોપુર, બયાના, આગરા,કિલા,ટૂંડલા,કાનપુર,લખનઉ,બનારસ,પં.દીનદયાલ ઉપાધ્યાય, પટના, મુજફ્ફરપુર જંકશન ,કટિહાર જંકશન,ન્યુ બોગાઈગાંવ, અને ચાંગસારી સ્ટેશનો પર બંને દિશાઓમાં થોભશે.

• સુરત – ભાગલપુર પાર્સલ સ્પેશિયલ ( 8 યાત્રાઓ)
ટ્રેન નં. 00917 સુરત – ભાગલપુર પાર્સલ સ્પેશિયલ 15,17, 20 અને 22 એપ્રિલ 2020 ના સુરત થી 10.00 કલાકે ઉપડશે અને પછીના દિવસે 18.30 કલાકે ભાગલપુર પહોંચશે. અને એ જ પ્રકારે ટ્રેન નં. 00918 ભાગલપુર – સુરત 17, 19, 22 અને 24 એપ્રિલ 2020 ના રોજ ભાગલપુરથી પ્રસ્થાન કરશે ત્રીજા દિવસે 01.00 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન નંદુરબાર,જલગાંવ,ભુસાવળ,ઈટારસી,જબલપુર,કટની, પં દીન દયાલ ઉપાધ્યાય,બક્સર દાનાપુર અને પટના સ્ટેશનો પર બંને દિશાઓમાં થોભશે.

• દાદર – ભુજ પાર્સલ સ્પેશિયલ ( 10 યાત્રાઓ)
ટ્રેન નં. 00925 દાદર – ભુજ પાર્સલ સ્પેશિયલ 15, 17, 19, 21 અને 23 એપ્રિલ 2020 ના દાદર થી પછીના દિવસે 8.30 કલાકે ભુજ પહોંચવા માટે રવાના થશે. અને એ જ પ્રકારે ટ્રેન નં. 00924 ભુજ – દાદર પાર્સલ સ્પેશિયલ 16, 18, 20, 22 અને 24 એપ્રિલ 2020 ના રોજ ભુજથી પછીના દિવસે 04.50 કલાકે દાદર પહોંચવા માટે 14.35 કલાકે રવાના થશે.. આ ટ્રેન બંને દિશાઓમાં વલસાડ, સુરત, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, સામખિયાલી અને ગાંધીધામ સ્ટેશનો પર થોભશે.

• લિંચ – ન્યુ ગુવાહાટી પાર્સલ સ્પેશિયલ ( 2 યાત્રાઓ)

ટ્રેન નં. 00929 લિંચ (ગુજરાત) – ન્યુ ગુવાહાટી પાર્સલ સ્પેશિયલ 16 એપ્રિલ 2020 ના રોજ 18.00 કલાકે લિંચથી ન્યુ ગુવાહાટી પહોંચવા માટે રવાના થશે. અને એ જ પ્રકારે ટ્રેન નં. 00930 સ્પેશિયલ 22 એપ્રિલ 2020 ના રોજ ન્યુ ગુવાહાટીથી 1.30 કલાકે રવાના થશે. જે 23 એપ્રિલ,2020ના રોજ 22.30 કલાકે લિંચ પહોંચશે.આટ્રેનપાલનપુર,અજમેર,જયપુર,ભરતપુર,અછનેરા,આગરા ફોર્ટ, ટૂંડલા, કાનપુર, પ્રયાગરાજ, પં.દીનદયાલ ઉપાધ્યાય,પટના,સોનપુર,કટિહાર,ન્યુ જલપાઈગુડી,ન્યુ બોંગઈગાંવ અને ચાંગસારી સ્ટેશનો પર બંને દિશાઓમાં થોભશે.

• કાંકરિયા – કટક પાર્સલ સ્પેશિયલ ( 2 યાત્રાઓ)

ટ્રેન નં. 00932 કાંકરિયા – કટક પાર્સલ સ્પેશિયલ 15 એપ્રિલ 2020 ના રોજ 18.00 કલાકે કાંકરિયાથી રવાના થશે અને 17 એપ્રિલના રોજ 03.30 કલાકે કટક પહોંચશે. એ જ પ્રકારે ટ્રેન નં. 00931 કટકથી 21 એપ્રિલ, 2020 ના રોજ 13.30 કલાકે રવાના થશે. અને 22 એપ્રિલ,2020ના રોજ 23.00 કલાકે કાંકરિયા પહોંચશે. આણંદ, છાયાપુરી,રતલામ, ઉજ્જેન,મક્સી, બીના જંકશન,કટની,મુરવારા,બિલાસપુર જંકશન,ઝારસુગુડા રોડ,સંબલપુર સિટી અને તલચર રોડ પર થોભશે.

શ્રી ભાખરે જણાવ્યું હતું કે 13 એપ્રિલ,2020ના રોજ દેશના જુદાજુદા ભાગોમાં આવશ્યક સામગ્રીઓ પહોંચાડવા માટે અમદાવાદતી ગુવાહાટી,બાંદ્રા ટર્મિનસ – લુધિયાણા,રાજકોટ – કોયંબતુર,ભુજ – દાદર અને બાંદ્રા ટર્મિનસ – ઓખા માટે પાંચ પાર્સલ સ્પેશિયલ રવાના થઈ.તેમણે જણાવ્યુ હતું કે 22 માર્ચથી 12 એપ્રિલ,2020 સુધી લોકડાઉનની અવધિ પછી કુલ 1267 રેકોનો ઉપયોગ 2.72 મિલિયન ટન આવશ્યક વસ્તુઓની આપૂર્તિ માટે થયેલ છે.

2917 માલગાડીઓને અન્ય રેલવે સાથે જોડવામાં આવેલ,જેમાં 1479 ટ્રેનો સોંપવામાં આવી અને 1438 ટ્રેનોને અલગ અલગ ઈન્ટરચેન્જ પોઈન્ટ પર લઈ જવામાં આવેલ.દૂધ પાવડર,પ્રવાહી દૂધ અને અન્ય સામાન્ય ઉપયોગી વસ્તુઓ જેવી આવશ્યક વસ્તુઓની માંગોને પહોંચી વળવા માટે પાર્સલ વેન / રેલવે દૂધ ટેન્કરો (આરએમટી) ના 41 મિલેનીયમ પાર્સલ રેક દેશના જુદા જુદા ભાગોમાં મોકલવામાં આવેલ છે.

12 એપ્રિલ 2020 સુધી પશ્ચિમી રેલવે પર કુલ નુકસાન 383.75 કરોડ રૂપિયાનું (ઉપનગરિય + બિનઉપનગરિય સામેલ) આંકવામાં આવેલ છે.આ ઉપરાંત પશ્ચિમ રેલવેએ અત્યાર સુધી ટ્રેનોના રદકરણના પરિણામે રૂ.138.81 કરોડના રિફંડની ચુકવણી સુનિશ્ચિત કરી છે.આમાં એકલા મુંબઈ ડિવિઝનમાં રૂ.65.58 કરોડના રિફંડની ચુકવણી કરવામાં આવેલ છે.પશ્ચિમ રેલવે પર અત્યાર સુધી 21.78 લાખ યાત્રિઓએ તેમની ટિકિટો રદ કરાવેલ છે અને તે મુજબ રિફંડ પ્રાપ્ત કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.