Western Times News

Gujarati News

ભારતીય બંદરો પર ભારતીય નાવિકોના સાઇન-ઓન અને સાઇન-ઓફ તથા તેમની અવરજવર માટે એસઓપી ઇશ્યૂ કરવામાં આવી

શ્રી મનસુખ માંડવિયાએ પગલાંને આવકારતા જણાવ્યું કે, બંદર પર નાવિકોની અદલાબદલી હવે શક્ય બનશે

નવી દિલ્હી, રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય જહાજ મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનસુખ માંડવિયાએ ભારતીય બંદરો પર ભારતીય નાવિકો માટે સાઇન-ઓન અને સાઇન-ઓફ માટે એસઓપી ઇશ્યૂ કરવાનું પગલું આવકાર્યું છે. એક ટ્વીટ કરીને તેમણે આ ઓર્ડર માટે ગૃહ મંત્રીનો આભાર માન્યો હતો, જેનાથી બંદર પર નાવિકોની અદલાબદલી હવે શક્ય બનશે. તેમણે જણાવ્યું હતું કે, આ આદેશથી હવે હજારો નાવિકોની મુશ્કેલીનો અંત આવશે.

જહાજનાં નાવિકો (સીફેરર્સ)ની અદલાબદલી મર્ચન્ટ શિપની કામગીરી માટે મહત્ત્વપૂર્ણ પગલું છે. ગૃહ મંત્રાલય (એમએચએ)એ 21 એપ્રિલ, 2020ના રોજ સ્ટારન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) ઇશ્યૂ કરી છે. આ એસઓપી મર્ચિન્ટ શિપિંગ જહાજો માટે ભારતીય બંદરો પર ભારતીય નાવિકોને સાતત્યપૂર્ણ રીતે સાઇન-ઇન/સાઇન-ઓફ થવા માટે બનાવવામાં આવી છે. આ માટે નીચેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છેઃ

  1. સાઇનઓન માટે
  2. જહાજનાં માલિક/રિક્રૂટમેન્ટ એન્ડ પ્લેસમેન્ટ સર્વિસ (આરપીએસ) એજન્સી જહાજમાં સામેલ થવા માટે ભારતીય નાવિકોની ઓળખ કરશે.
  3. ii. ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ (ડીજીએસ)એ બનાવેલી પ્રક્રિયા મુજબ નાવિકો ઇમેલ દ્વારા જહાજનાં માલિક/આરપીએસ એજન્સીને છેલ્લાં 28 દિવસ માટે તેમના ટ્રાવેલ અને કોન્ટેક્ટની હિસ્ટ્રી અંગે જાણકારી આપશે.

iii.   નાવિકની ચકાસણી ડીજીએસ માન્યતાપ્રાપ્ત તબીબી પરીક્ષક દ્વારા ચકાસણી થશે, જે આ ઉદ્દેશ માટે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ ચકાસણી કરશે. સાથે સાથે નાવિકની પણ ચકાસણી થશે તથા છેલ્લાં 28 દિવસ માટે તેમના પ્રવાસ અને કોન્ટેક્ટ હિસ્ટ્રીની ચકાસણી થશે. તેમાં ચકાસણી થશે કે નાવિકમાં કોવિડ-19 માટેનાં ચિહ્નો દેખાય છે કે નહીં અને જો ચિહ્નો નહીં જોવા મળે, તો સાઇન-ઓન માટે પ્રક્રિયા હાથ ધરી શકાશે.

  1. iv. નાવિક જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારનાં સ્થાનિક વહીવટીતંત્રને એના સાઇન માટે ક્લીઅરન્સની જાણ કરવામાં આવશે તથા એના નિવાસસ્થાનથી શિપિંગ જહાજની સફર શરૂ થવાની હોય એ સ્થળ સુધીની અવરજવરનો પાસ ઇશ્યૂ કરવાનું કહેવામાં આવશે.
  2. v. માર્ગ દ્વારા આ પ્રકારની અવરજવર માટે નાવિક અને નાવિક જ્યાં રહે છે એ રાજ્ય સરકાર/કેન્દ્રશાસિત પ્રદેશનાં વહીવટીતંત્ર દ્વારા એક ડ્રાઇવર માટે આ પ્રકારનો ટ્રાન્ઝિટ પાસ ઇશ્યૂ કરી શકાશે.
  3. આ પ્રકારની અવરજવર માટેના પાસને નક્કી કરેલા રુટ માટે ચોક્કસ સમયગાળા માટે ઇશ્યૂ કરવામાં આવશે અને એનું કડકપણે પાલન થશે. આ પ્રકારનાં ટ્રાન્ઝિટ પાસને ટ્રાન્ઝિટ રુટની સાથે રાજ્ય સરકાર/કેન્દ્રશાસિત પ્રદેશોની ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવશે/એને માન્યતા આપવામાં આવશે.

vii.  સ્વાસ્થ્ય સંબંધિત પ્રમાણભૂત આચારસંહિતા મુજબ, નાવિકને એના ગંતવ્ય સ્થાન સુધી લઈ જનાર વાહનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત અન્ય નિયમોનું પાલન કરવામાં આવશે.

viii. જે બંદર પરથી જહાજની સફર શરૂ કરવાની હોય એ બંદર પર નાવિકનો કોવિડ-19 માટેનું પરીક્ષણ થશે. જો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવશે, તો જ નાવિક સાઇન-ઓન માટે તૈયાર હશે, પણ કોવિડ-19 પોઝિટવ આવશે તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે.

  1. સાઇનઓફ માટે
  2. કોઈ વિદેશી બંદર પરથી આવતા, અથવા કોઈ પણ ભારતીય બંદર પરથી દરિયાઈ જહાજમાં આવતા જહાજનાં માસ્ટર ભારતમાં એના પોર્ટ પર પહોંચવા દરમિયાન જહાજ પર દરેક વ્યક્તિના આરોગ્યની સ્થિતિની ચકાસણી કરશે અને આ અંગેની સંપૂર્ણ જાણકારી આપતું મેરિટાઇમ ડેક્લેરેશન ઓફ હેલ્થ બંદરનાં આરોગ્ય સત્તામંડળ અને બંદર સત્તામંડળને સુપરત કરશે. ઉપરાંત માસ્ટર બંદર પર સ્થાનિક સ્વાસ્થ્ય સત્તામંડળ દ્વારા બંદરના સ્વાસ્થ્ય સત્તામંડળની સૂચના મુજબ, જરૂરી માહિતી, જેમ કે તાપમાનનો ચાર્ટ, વ્યક્તિનાં સ્વાસ્થ્યની સ્થિતિની જાણકારી વગેરે માસ્ટર દ્વારા પ્રદાન કરશે. બંદર પર કાર્યરત સ્વાસ્થ્ય સત્તામંડળ સ્વાસ્થ્ય સંબંધિત જરૂરી આચારસંહિતા મુજબ બંદર પર જહાજ લાંગરવા અગાઉ મંજૂરી આપશે.
  3. જહાજ પર આવતા ભારતીય નાવિકને કોવિડ-19 પરીક્ષણમાંથી પસાર થવું પડશે, જેથી એ કોવિડ-19 માટે નેગેટિવ છે એની પુષ્ટિ થઈ શકે. જહાજમાં ઉતર્યા પછી અને પરીક્ષણ સુવિધા સુધી નાવિક પહોંચે ત્યાં સુધી બંદરનાં સંકુલની અંદર જહાજનાં માલિક દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે કે, સ્વાસ્થ્ય સાથે સંબંધિત પ્રમાણભૂત આચારસંહિતા મુજબ સલામતીની તમામ સાવધાની રાખવામાં આવે.

iii.   જ્યાં સુધી નાવિકના ટેસ્ટના રિપોર્ટ આવે, ત્યાં સુધી બંદર/રાજ્ય સરકારનાં સ્વાસ્થ્ય સત્તામંડળ દ્વારા તેમને ક્વારેન્ટાઇન સુવિધામાં રાખવામાં આવશે.

  1. જો કોવિડ-19 માટે નાવિકોનો ટેસ્ટ પોઝિટવ આવશે, તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નક્કી કરેલા નીતિનિયમો મુજબ તેમની સારવાર માટે પગલાં લેવામાં આવશે.
  2. જે નાવિકોના ટેસ્ટ નેગેટિવ આવશે અને સાઇન-ઓફ થશે, તેમના માટે એ એરિયામાં સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરીને સાઇન-ઓફ માટેની મંજૂરી મેળવવામાં આવશે અને બંદર પરથી તેમના નિવાસસ્થાન સુધીના સ્થળ સુધી જવાનો ટ્રાન્ઝિટ પાસ ઇશ્યૂ કરવામાં આવશે.
  3. માર્ગ દ્વારા આ પ્રકારની અવરજવર માટે રાજ્ય સરકાર/કેન્દ્રશાસિત પ્રદેશનું વહીવટીતંત્ર નાવિક અને ડ્રાઇવર માટે આ પ્રકારનાં ટ્રાન્ઝિટ પાસને ઇશ્યૂ કરી શકશે.

vii.  નિયત રુટ અને ચોક્કસ સમયગાળા માટે ટ્રાન્ઝિટ પાસ (આવવા અને જવા માટે) ઇશ્યૂ કરવામાં આવશે તથા એનું કડકપણે પાલન થશે. આ પ્રકારનાં ટ્રાન્ઝિટ પાસને ટ્રાન્ઝિટ રુટ પર રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનું વહીવટીતંત્ર મંજૂરી આપશે.

viii. સ્વાસ્થ્ય સાથે સંબંધિત પ્રમાણભૂત આચારસંહિતા મુજબ નાવિકને એના ગંતવ્ય સ્થાને લઈ જનાર વાહન દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતા સાથે સંબંધિત અન્ય નિયમનોનું પાલન કરવું પડશે.

ડીજી (શિપિંગ) ઉપરોક્ત કેસોમાં સાઇન-ઇન અને સાઇન-ઓફ થવા સાથે સંબંધિત વિસ્તૃત પ્રોટોકોલ નક્કી કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.