Western Times News

Gujarati News

70થી વધુ સંબંધિત તાલીમ ભાગીદારો જરૂરિયાતમંદોને ભોજન અને આવશ્યક પૂરવઠો પહોંચાડી રહ્યા છે

ઇન્ડિયન પ્લમ્બિંગ વર્કફોર્સ માટે આરોગ્ય અને સલામતી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી

PIB નવી દિલ્હી,  પ્રવર્તમાન કોવિડ-19 કટોકટી દરમિયાન પ્લમ્બિંગ જેવી આવશ્યક સેવાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય (MSDE) હેઠળ કૌશલ્ય ભારત કાર્યક્રમ સાથે સુસંગત ઇન્ડિયન પ્લમ્બિંગ સ્કિલ્સ કાઉન્સિલ (IPSC) દ્વારા 900થી વધારે પ્લમ્બરોને ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે જેઓ સમગ્ર દેશમાં લૉકડાઉનના સમય દરમિયાન તેમની સેવાઓ આપવા માટે તૈયાર છે. IPSCએ તેમના સંબંધિત તાલીમ ભાગીદારોને પણ વિનંતી કરી છે કે, જરૂરિયાતમંદ લોકોને ભોજન અને આવશ્યક ચીજોના વિતરણની કામગીરી તેઓ હાથ ધરે અને તૈયારીઓ તેમજ વિતરણની પ્રવૃત્તિઓમાં જરૂરી સહકાર આપે. 70થી વધુ તાલીમ કેન્દ્રોએ પણ ભોજન વિતરણ/ આઇસોલેશન કેન્દ્રોમાં રૂપાંતરિત થવા માટે નોંધણી કરાવી છે.

સખત આરોગ્ય અને સલામતી માપદંડોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, IPSCએ કોવિડ-19 મહામારી દરમિયાન પ્લમ્બિંગ વર્કફોર્સને અનુપાલન કરવા માટે માર્ગદર્શિકાઓ પણ તૈયાર કરી છે. આ માર્ગદર્શિકાઓ વિશેષ IPSC ટેકનિકલ ટાસ્ક ફોર્સ દ્વારા એકત્રિત કરવામાં આવી છે. ‘આટલું કરવું’ અને ‘આટલું ન કરવું’ ના મહત્વપૂર્ણ મુદ્દા અને સ્થાન અનુસાર તકેદારીના પગલાં જેમાં રહેણાંક ઇમારતો અને એપાર્ટમેન્ટ્સ, હોસ્પિટલો, આઇસોલેશન કેન્દ્રો, વ્યાપારી કોમ્પલેક્સ સહિત અને અન્ય સ્થળોએ ધ્યાનમાં રાખવા મુદ્દા સમાવી લેવામાં આવ્યા છે.

એડવાઇઝરીના કેટલાક મુખ્ય મુદ્દા નીચે પ્રમાણે છે:

  1. સામાજિક અંતરનું પાલન કરવું
  2. ઓજારો, ઉપકરણો, સ્પર્શના પોઇન્ટ્સ – ઉપયોગમાં લેવાનું હોય તે દ્રાવણ વગેરેને જંતુમુક્ત કરવા
  3. કેશલેશ ટ્રાન્ઝેક્શનને પ્રાધાન્ય આપવું
  4. વપરાયેલી સામગ્રીનો નિકાલ કરવો
  5. કટોકટીની સ્થિતિમાં પોતાની જાતને મદદ કરવા વિશે ગ્રાહકોને માહિતગાર કરવા
  6. જો જરૂર પડે તો બેક-ટ્રેસિંગ માટે લોગ બનાવવો

15 એપ્રિલ 2020ના રોજ ગૃહ મંત્રાલયે બહાર પાડેલા આદેશ અનુસાર, 20 એપ્રિલ 2020થી પ્લમ્બરોને તેમની સેવાઓ પૂરી પાડવા માટે મંજૂરી આપવામાં આવી છે.

કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડેએ જણાવ્યું હતું કે, “માર્ગદર્શિકા તૈયાર કરવામાં IPSCના સક્રીય પ્રયાસો પ્રશંસનીય છે અને ભારતની કોરોના વાયરસ મહામારી સામેની લડાઇમાં આવકાર્ય પગલું છે. આપણે આવશ્યકપણે સાથે મળીને કામ કરવું જોઇએ અને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને આ મહામારીમાં અગ્ર હરોળમાં રહીને લડત આપી રહેલા તમામ આરોગ્ય સંભાળ કર્મચારીઓને સહકાર આપવો જોઇએ. આદરણીય પ્રધાનમંત્રીએ જણાવેલા સાત પગલાં રાષ્ટ્ર માટે છેવટનો ઉપાય છે જેનું પાલન દરેક નાગરિકે કરવું જોઇએ અને તેમ કરવાથી જ ઘાતક મહામારી સામેની લડાઇમાં અત્યંત મદદ મળશે. IPSC સતત સ્વયંસેવકો તરફથી દેશને સેવા આપવા માટે વિનંતીઓ મળી રહી છે આથી 900ના આંકડામાં વધારો થઇ રહ્યો છે.”

ઇન્ડિયન પ્લમ્બિંગ સ્કિલ્સ કાઉન્સિલના ચેરમેન ડૉ. રાજેન્દ્ર કે. સોમાણીએ જણાવ્યું હતું કે, “ભારતના નાગરિકોનું સ્વાસ્થ્ય અને સલામતી સૌથી વધુ મહત્વપૂર્ણ છે. દેશવાસીઓના આરોગ્યનું રક્ષણ કરવામાં પ્લમ્બિંગ વર્કફોર્સ મહત્વની ભૂમિકા નિભાવે છે. આ માર્ગદર્શિકાઓ શ્રી. એમ. કે. ગુપ્તાના નેતૃત્વમાં ટેકનિકલ ટાસ્કફોર્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે, કારણ કે કોવિડ-19 મહામારીનો ફેલાવો રોકાવા માટે વર્કફોર્સને આ વધારાના તકેદારીના પગલાનું પાલન કરવાનું છે.”

ભારતમાં પ્લમ્બિંગ ક્ષેત્ર અત્યંત અસંગઠિત છે અને કોન્ટ્રાક્ટ અથવા સ્થાંતરણ કરતા વર્કફોર્સ તેમજ તેના આનુષંગિક પેટા-વિભાગો જેમકે કોન્ટ્રાક્ટર, ઉત્પાદકો અને કન્સલ્ટન્ટ્સ પર નિર્ભર છે, અને કોઇપણ સંગઠન દ્વારા તેમનું પ્રતિનિધિત્વ કરવામાં આવતું નથી. કૌશલ્યપૂર્ણ માણસોની માંગ અને પૂરવઠા વચ્ચેનું અંતર પૂરવા માટે સેતૂ તૈયાર કરવાના આશયથી IPSCની શરૂઆત કરવામાં આવી છે જે વ્યાવસાયિક તજજ્ઞતામાં સતત ઉત્કૃષ્ટતા પૂરી પાડે છે અને કૌશલ્યપૂર્ણ લોકોની ઉણપ ઘટાડવામાં મદદરૂપ થવા માટે પ્લમ્બિંગ સમુદાય માટે સર્વાંગી કૌશલ્ય વિકાસ કરવાનું કામ કરે છે. હાલમાં, IPSC ઉદ્યોગજગતને કૌશલ્ય ભારત મિશન સાથે અન્ય મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓમાં જોડવા માટે સતત કામ કરે છે જેથી ભારતમાં પ્લમ્બિંગ ક્ષેત્રમાં ઇકો-સિસ્ટમનું ઔપચારિકરણ થઇ શકે.

MSDE મુખ્યત્વે કૌશલ્યપૂર્ણ લોકો માટે રોજગાર વધારવા પર ધ્યાન આપે છે. 2014માં MSDEની શરૂઆત થઇ ત્યારથી, તેમણે મહત્વપૂર્ણ વિવિધ પહેલ હાથ ધરી છે અને નીતિ, માળખું તેમજ માપદંડોના નિર્ધારણના સંદર્ભમાં સુધારા કર્યા છે; નવા કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરે છે; નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરે છે અને વર્તમાન સંસ્થાઓને અપગ્રેડ કરે છે; રાજ્યો સાથે ભાગીદારી કરે છે; ઉદ્યોગો સાથે સંકળાયેલું રહે છે અને કૌશલ્યપૂર્ણ લોકો માટે સામાજિક સ્વીકૃતિનું નિર્માણ કરે છે. આ મંત્રાલય કૌશલ્યપૂર્ણ લોકોની માંગ અને પૂરવઠા વચ્ચેનો અંતરાલ દૂર કરવા માટે નવા કૌશલ્યો અને ઇનોવેશનનું નિર્માણ કરવાનો ઉદ્દેશ્ય રાખે છે જેથી, વર્તમાન નોકરીઓ ઉપરાંત ભવિષ્યમાં સર્જન થનારી નોકરીઓમાં પણ માણસોની અછત ન વર્તાય. અત્યાર સુધીમાં, કૌશલ્ય ભારત અંતર્ગત ત્રણ કરોડથી વધુ લોકોને તાલીમ આપવામાં આવી છે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) 2016-2020 નામના મોખરાના કાર્યક્રમ હેઠળ આ મંત્રાલયે અત્યાર સુધીમાં 92 લાખ ઉમેદવારોને તાલીમ આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.