Western Times News

Gujarati News

અમદાવાદમાં સુપર સ્પ્રેડરના દર સાત દિવસે સ્ક્રીનીંગ કરવામાં આવશે

પ્રતિકાત્મક તસવીર

જમાલપુરમાં અન્ય રોગની સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે :  મ્યુનિ. કમિશનર

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન પ્લાન તૈયાર કર્યું છે તે મુજબ શહેરના તમામ સુપર સ્પ્રેડર ના દર સાત દિવસે સ્કીનિગ કરવામાં આવશે. તેમજ તેમને વેપાર માટે ખાસ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. અમદાવાદમાં એક્ટિવ કેસ ડબલિંગ રેશિયો માં ધટાડો થયો છે. જયારે લોકડાઉન નું મહત્વ સમજવામાં મોડુ થયું હોવાથી પ્રથમ તબક્કો નિષ્ફળ સાબિત થયો છે.તેમજ જમાલપુર માં અન્ય રોગ માટે સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા એ આજે જણાવ્યું હતું કે અમદાવાદમાં સુપર સ્પ્રેડર ના સ્કીનિગ અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. શહેર ના સુપર સ્પ્રેડર ના કુલ 222 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ તેમના સંપર્ક માં આવનાર લોકો પણ કોરોના નો ભાગ બન્યા છે. તેથી સુપર સ્પ્રેડર મામલે વધુ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શાકભાજી કે ફ્રૂટ ની લારીવાળા ના દર સાત દિવસે સ્ક્રીનીંગ કરવામાં આવશે. જેમાં નૉર્મલ રિપોર્ટ આવ્યા બાદ જ તેમને ધંધો કરવાની પરવાનગી આપવામાં આવશે. જેમના રિપોર્ટ નોર્મલ આવ્યા હશે તેમને એક કાર્ડ પણ આપવામાં આવશે. નાગરિકો આ કાર્ડ ની ખાતરી કર્યા બાદ જ ખરીદી કરે તે હિતાવહ છે. સુપર સ્પ્રેડર ને માસ્ક, સેનેટાઇઝર અને ગ્લોવ્ઝ વિના મૂલ્યે આપવામાં આવશે. સુપર સ્પ્રેડર ની તમામ કાર્યવાહી એસ્ટેટ વિભાગ ઘ્વારા કરવામાં આવશે..

દેશમાં 25 માર્ચથી લોકડાઉન નો અમલ ચાલી રહયો છે. લોકડાઉન ના મહત્વ ને સમજવામાં થાપ ખાઈ ગયા હોવાથી પ્રથમ તબક્કામાં નિષ્ફળ ગયા હતા. બીજા તબક્કામાં લગભગ 90 ટકા સફળતા મળી છે.નાગરિકો સાથ આપશે તો ત્રીજા તબક્કામાં 100 ટકા સફળ રહીશું.શહેર માં હાલ 2955 એક્ટિવ દર્દી છે. જે પૈકી 37 દર્દી વેન્ટિલેટર પર છે. અત્યાર સુધી 612 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જમાલપુર વિસ્તારમાં માં નાગરિકો માટે પાંચ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે જ્યાં સામાન્ય તાવ વગેરેની ચકાસણી થઈ શકશે. વૉર્ડ માં જ કોવીડ સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે. તેમજ ખાનગી ટ્રસ્ટની સિફા હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સારવાર મળી શકશે તેમ તેમણે વધુ માં જણાવ્યું હતું.

    મ્યુનિ. કમિશનરે વધુ એક વખત ડબલિંગ નો સહારો લઈ ને સ્વ બચાવ ના પ્રયત્ન કર્યા હતા. એક્ટિવ દર્દી ના ડબલિંગ રેશિયો માં ઘટાડો થયો હોવાના દાવા પણ કર્યા હતા. જો કે, પોઝિટિવ કેસ ડબલિંગ ની જેમ જ એક્ટિવ કેસ નું  પણ ગણિત છે. તેથી તેમાં ખોટી વાહ વાહ લેવા માટે ના નિરર્થક પ્રયાસ થઈ રહયા છે. શહેર માં જે રીતે કેસ વધી રહયા છે તેમજ નાગરિકો ની જે અવદશા થઈ રહી છે તે જોઈ ને કેટલાક લોકો પૂર્વ કમિશનર આઈ.પી.ગૌતમ અને તેમની ટીમ ને યાદ કરી રહયા છે. જેમાં એમ.એસ.પટેલ, આઇ.કે. પટેલ, એસ.કે.લાંગા, સી.આર.ખરસાન, મોડિયા , દેવાંગ દેસાઈ જેવા ડે. કમિશનર હતા. આ અધિકારીઓ સંકટ સમયે હંમેશા પ્રજા વચ્ચે  રહેતા હતા તેમજ કંટ્રોલ રમ માં પણ 24 કલાક હાજરી આપતા હતા.આ અધિકારીઓના કાર્યકાળ દરમ્યાન જ સ્વાઈનફલૂ ની વૈશ્વિક મહામારી આવી હતી પરંતુ 50 ટકા કરતા વધુ નાગરિકો ને તો તેનો અણસાર સુદ્ધા આવ્યો નહતો. તે સમયે નાગરિકો ને ડરાવવાના બદલે તેમની સુવિધા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો તેમજ સ્વાઈનફલ્યું ને હરાવવા માટે મોટા દાવા કરવાના બદલે નક્કર કાર્યવાહી પર ભાર મૂકવામાં આવ્યો હતો સાથે સાથે વૈકલ્પિક મેડિસિન ને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.તેમજ હર્ડ ઇમ્યુનિટી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો જેના કારણે તે સમયે સ્વાઈનફલ્યું થી બહુ ઓછું નુકસાન થયું હતું તેમ સૂત્રો એ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.