Western Times News

Gujarati News

લોકડાઉન દરમિયાન રોજગારી આપતા એકમો માટે માર્ગદર્શક સૂચનાઓ

માહિતી બ્‍યૂરો, વલસાડ, તા. ૪: કેન્‍દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર ભારતમાં તા.૧૭/પ/૨૦૨૦ સુધી આવશ્‍યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકૂફ રાખવા વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી લોકડાઉન લંબાવવામાં આવ્‍યું છે. લોકડાઉન દરમિયાન જ લોકો પોતાના ધંધા-રોજગારનું સ્‍થળ છોડી પોતાના વતન તરફ જઇ સોશિયલ ડિસ્‍ટન્‍સની અમલવારી ન કરી લોકડાઉનનો ભંગ કરતા હોય વર્તમાન સ્‍થિતિને ધ્‍યાને લઇ વલસાડ જિલ્લા મેજિસ્‍ટ્રેટ સી.આર.ખરસાણે એક જાહેરનામા દ્વારા કેટલીક માર્ગદર્શક સૂચનાઓનો અમલ કરવા જણાવ્‍યું છે.

જે અનુસાર તમામ રોજગાર પૂરો પાડતા ઉદ્યોગો, વ્‍યાપારી, વાણિજ્‍ય સંસ્‍થા-દુકાનો, કોન્‍ટ્રાક્‍ટરોએ તેમના તમામ પ્રકારના કામદારોને લોકડાઉનના સમય દરમિયાન તેમના ઉદ્યોગો, વ્‍યાપારી/ વાણિજય સંસ્‍થા-દુકાનો બંધ રહ્યા હોય તો પણ તેમના કામના સ્‍થળે નિયત થયેલું મહેનતાણું નિયત તારીખે કોઇપણ પ્રકારના કપાત વગર પૂラરેપૂラરું ચુકવવાનું રહેશે.

કામદારો/ શ્રમિકો સ્‍થળાંતર થતા લોકો સહિત કે જે ભાડાથી રહે છે તેમના રહેણાંક મકાનના માલિકોએ એક મહિના સુધી ભાડુ માંગવાનું રહેશે નહીં. જો કોઇ મકાન માલિક તેમના મકાનમાંથી ભાડે રહેતા શ્રમિકો અને વિદ્યાર્થીઓને તેમની માલિકીની જગ્‍યા છોડવાનું કહેશે તો ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્‍ટની જોગવાઇ અનુસાર પગલાં લેવામાં આવશે.

કોઇપણ ઉદ્યોગો, વ્‍યાપારી/ વાણિજ્‍ય સંસ્‍થા-દુકાનો, કોન્‍ટ્રાક્‍ટરો તેમના શ્રમિકોને બળજબરીપૂર્વક તેમના કામના રહેઠાણના સ્‍થળોને છોડવાનું કહી શકશે નહીં. આ પ્રકારના શ્રમિકોને રહેવા તથા જમવાની વ્‍યવસ્‍થા તેઓ જે સ્‍થળે કામ કરતા હોય તે સ્‍થળના માલિકે કરવાની રહેશે.

આ હુકમ સરકારી ફરજ ઉપરના અથવા રોજગારીમાં હોય તેમજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલી જીવનજરૂરિયાતના આવશ્‍યક ચીજ-વસ્‍તુઓના ધંધા/ વ્‍યવસાયમાં સંકળાયેલા લોકોને તેમજ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવનારને લાગુ પડશે નહીં. આ જાહેરનામાના કોઇ પણ ખંડનો ભંગ કરના વ્‍યક્‍તિ નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્‍ટની તથા ભારતીય દંડ સંહિતા મુજબ શિક્ષાને પાત્ર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.