Western Times News

Gujarati News

લોકડાઉનમાં મોડાસામાં તસ્કરોનો તરખાટ: સોના-ચાંદી નહિ ફ્લોર ફેક્ટરીમાંથી મરચું હળદરની લૂંટ, સાયકલ સ્ટોરમાંથી ૨૫ હજારની ચોરી

મોડાસા શહેર સહીત અરવલ્લી જિલ્લામાં લોકડાઉનનું કડકપણે પાલન કરાવવા પોલીસ મથામણ કરી રહી છે લોકડાઉનમાં પાન-મસાલા અને કરિયાણાની ચોરીની નાની મોટી ઘટનાઓ બની રહી છે કોરોનાની મહામારી વચ્ચે હવે સોના ચાંદીની કે રૂપિયાની નહીં પરંતુ મરચું હળદરની તસ્કરી નો મામલો સામે આવ્યો છે. મોડાસાના નવજીવન ચોક પાસે આવેલ ફ્લોર ફેક્ટરીમાં મરચાં હળદર અને મસાલા ની ચોરી થતા લોકો માં કુતુહલ ફેલાયું છે.

લોકડાઉન વચ્ચે લોકો અનાજ , કરિયાણાની અને મસાલા ની મોટા પાયે ખરીદી કરતા હોય ત્યારે રાત્રી દરમિયાન તસ્કરો દુકાન ના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ફ્લોર ફેક્ટરી માંથી પાંચ હજાર રૂપિયાના મરચું, હળદર અને મસાલાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

મોડાસા બસસ્ટેન્ડ નજીક આવેલી લિઓ પોલીસ ચોકીથી ૧૦૦ મીટરના અંતરે આવેલ દાદુ શોપિંગ સેન્ટરમાં કુમાર સાયકલ સ્ટોર્સ નામની દુકાનમાં તસ્કરો ત્રાટકી શટરના તાળા તોડી દુકાનના કાઉન્ટરમાં તોડફોડ કરી કાઉન્ટરમાં રહેલા ૨૫ હજાર રોકડા ચોરી તસ્કરો પલાયન થઇ જતા દુકાન મલિક સહીત શોપિંગ સેન્ટરમાં આવેલી અન્ય દુકાનધારકોમાં ફફડાટ ફેલાયો છે જીલ્લામાં નાની -મોટી ચોરી ની ઘટનાઓમાં વધારો થયો છે લોકડાઉનમાં ચોરી -તસ્કરીનો ભોગ બનેલા લોકો પોલીસ ફરિયાદ કરવાનું પણ ટાળી રહ્યા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.