Western Times News

Gujarati News

અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટિવના આજ દિન સુધીમાં 76 કેસ નોંધાયા.

(બકોરદાસ પટેલ, સાકરિયા), નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે,ત્યારે કોરોના વાયરસ ની કોઈપણ ગંભીર પરિસ્થિતિ ને પહોચી વળવા અરવલ્લી જિલ્લા ના સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કડક કાર્યવાહી કરવા માં આવી રહી છે.

હાલ માં કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયા માં ફેલાયેલ હોઈ ત્યારે આજરોજ ધનસુરા તાલુકા ના રમોસમાં-૦૧ અને જૂની શિણોલમાં-૦૧ એમ કુલ-૦૨ પોઝીટીવ કેસ નોધાતા અરવલ્લી જિલ્લામાં કોવિડ-૧૯ના આજ દિન સુધી કુલ-૭૬ પોઝીટીવ કેસ નોધાયેલ છે. તેમાં બાયડ તાલુકા-૦૭, ભિલોડા તાલુકા – ૧૩, મેઘરજ તાલુકા – ૦૯, મોડાસા શહેરી – ૨૩, મોડાસા ગ્રામ્ય – ૧૭, ધનસુરા તાલુકા – ૦૭ આમ, કુલ- ૭૬ પોઝીટીવ કેસો નોંધાયેલ છે જે પૈકી કુલ-૧૭ પોઝીટીવ દર્દીઓની સારવાર પૂરી થયા બાદ સેમ્પલ લેવામાં આવેલ જે સેમ્પલ નેગેટીવ આવતા તેઓશ્રી ને કોવિડ હોસ્પિટલ માથી રજા આપવામાં આવી છે.

પોઝીટીવ દર્દી ઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે કોવિડ-૧૯ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ ગામોમાં આરોગ્ય વિભાગ ની ૩૦૫ આરોગ્ય ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે ની કામગીરી માં કુલ-૧૮૬૧૯ ઘરો ની કુલ વસ્તી-૯૯૩૬૨ આવરી લેવા માં આવી છે. તે પૈકી ૧૨ વ્યક્તિ ઓને હોમ કોરેન્ટાઇન કરવા માં આવેલ છે.

તા:-૧૦/૦૫/૨૦૨૦ ના રોજ ૨૯ સેમ્પલનો રીપોર્ટ બાકી છે. તેમજ હાલમાં હોમ કોરેન્ટાઇન યાત્રી તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા કુલ-૨૪૭૭ છે. તથા વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં ૨૯ તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશન માં ૨૮ અને કોવિડ કેર સેન્ટર વાત્રકમાં- ૦૪ અને ભાગ્યલક્ષ્મી નર્સિંગ હોમ મોડાસામાં ૦૧ દર્દીને રાખવામા આવેલ છે.
આજરોજ COVID-19 હોસ્પિટલ વાત્રક ખાતે થી ધનસુરા તાલુકા ના જૂની શિણોલ ગામ ના એક પોઝીટીવ દર્દી સારવાર પૂરી થયા બાદ તેઓશ્રી ને રજા આપવા માં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.