Western Times News

Gujarati News

જિલ્લા બહાર રહેતા સરકારી કર્મચારી લોક ડાઉન દરમિયાન અપડાઉન કરી શકશે નહિં

જિલ્લા બહારથી અપડાઉન કરનારા અધિકારી – કર્મચારીઓને ચેતવણી સરકારના પરિપત્ર મુજબ જિલ્લા બહારથી અપડાઉન કરતાં અધિકારી / કર્મચારી સામે કાર્યવાહિ કરવામાં આવશે – જિલ્લા કલેકટર આઇ. કે. પટેલ

નડીયાદ,  સમગ્ર રાજયમાં કોરોના મહામારીનો વ્યાપ વધ્યો છે, ત્યારે દરેક જિલ્લામાં કોરોના મહામારીને નાથવા માટે નિયમો અને કાયદાઓ બનાવવામાં આવ્યા છે. ખેડા જિલ્લાની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓમાં આ મહામારીનો વ્યાપ ખુબ જ વધી ગયેલ છે. આ ખુબ જ ગંભીર બાબત છે. આજુબાજુના જિલ્લામાંથી અપડાઉન કરતાં અધિકારીઓ અને કર્મચારીઓના કારણે જિલ્લામાં કેસોની સંખ્યા વધવાની સંભાવના છે .

તાજેતરમાં અત્રેના જિલ્લામાંથી અમદાવાદ નોકરી માટે જતા હોય તેવા પોઝીટીવ કેસો પણ માલુમ પડેલ છે . આ અંગે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પરિપત્ર બહાર પાડી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પણ જિલ્લામાં હંગામી રોકાણની વ્યવસ્થા કરવા પણ જણાવવામાં આવ્યું હતું . આમ છતાં છેલ્લા કેટલાક સમયથી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જ જિલ્લા બહારથી આવન જાવન કરી રહયા છે . આ બાબતે જિલ્લા વહિવટી તંત્ર લાલઘુમ થયેલ છે .

જિલ્લા કલેકટરશ્રી આઇ. કે. પટેલના ધ્યાને આવતા તેઓએ સરકારી અધિકારી / કર્મીઓને અપડાઉન ન કરવા તાકીદ કરી છે . આમ , છતાં નિયમોનું ઉલ્લંધન થશે તો કડક પગલાં ભરવા પણ તાકીદ કરવામાં આવી છે . રાજય સરકારના પરિપત્ર મુજબ જિલ્લા બહાર રહેતા સરકારી કર્મચારી કે અધિકારી કોરોના મહામારી અને લોક ડાઉન દરમિયાન અપડાઉન ન કરી શકે .

આમ છતાં તેઓ અપડાઉન કરે તો તેમની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ ( બી ) ની જોગાવઇઓ અન્વયે કાર્યવાહી કરવામાં આવી શકે છે . આ બાબતે ખેડા જિલ્લા કલેકટરશ્રીએ અગાઉ પણ તા . ૧૯ / ૪ ૨૦૨૦ના રોજ પરિપત્ર પાઠવી સરકારની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું હતું તેમજ જિલ્લા કલેકટર કચેરી ખાતે મળતી વખતોવખતની બેઠકોમાં પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે .

તમામ અધિકારીઓને તેમની કચેરીના તાબાના કર્મચારીઓ અને અધિકારીઓ જિલ્લા બહાર અપડાઉન ન કરે તે જોવા સૂચના આપવામાં આવી છે . આમ , છતાં અપ ડાઉન કરતાં જણાશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા કલેકટરશ્રી આઇ . કે . પટેલએ જણાવ્યું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.