Western Times News

Gujarati News

કપડવંજ ડેપો દ્વારા પરપ્રાંતીઓ માટે બસોનું આયોજન

કપડવંજ એસ.ટી.ડેપો. ધ્વારા રાજેસ્થાન મધ્ય પ્રદેશ અને યુ.પી. અને બિહાર ના પરપ્રાંતિયો ને પહોંચાડવા બસો કપડવંજ ડેપો માંથી ઉપડી હતી આ અંગે કપડવજ ડેપોના ડેપો મેનેજર એમ.ટી.માવી એ જણાવ્યું હતું કે તા. ૨૮/૦૩ ના રોજ પ્રથમ બસ રાજસ્થાનના લોકો માટે રતનપુર બોર્ડર સુધી ગઈ હતી.

આજ દિવસે એક બસ મધ્ય પ્રદેશના લોકોને લઈને પીટોલ બોર્ડર સુધી મોકલી હતી અને તા. ૨૫/૦૪ ના ના રોજ મધ્યપ્રદેશ બોર્ડર પીટોલ સુધી બે બસો પરપ્રાંતીઓ માટે દોડાવી હતી ૪ – ૯ અને ૧૨ તારીખે યુ.પી. અને બિહાર ના પરપ્રાંતીઓ માટે કુલ ૧૫ બસો નડિયાદ રેલવે સ્ટેશન સુધી મોકલવામાં આવી હતી તા. ૯ થી તા. ૧૩ સુધી કુલ ૬૭ ખાલી બસો સુરત સુધી અને ત્યાંથી રત્નકલાકારોને લઈ ને સૌરાષ્ટ્ર સુધી મોકલવામાં આવી હતી બસ માં ૨૫ થી ૨૮ મુસાફરો સોશિયલ ડિસ્ટન્સ થી બેસાડવામાં આવ્યા હતા. (તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.