Western Times News

Gujarati News

વડોદરા જિલ્લા કલેકટરે દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓના પદાધિકારીઓ સાથે કર્યો પરામર્શ

ઘેર રહીને દિવ્યાંગ બાળકો અને લોકો રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરે એની સુગમતા માટે ઓનલાઇન પ્લેટફોર્મ અને એસ. ઓ.પી.બનાવવા કર્યું સૂચન…

વડોદરા,  જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે લોક ડાઉન જેવા સમયમાં દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ લોકો ઘરની સલામતી વચ્ચે રહીને મનગમતી રચનાત્મક,સર્જનાત્મક અને કૌશલ્યવર્ધન પ્રવૃત્તિઓ સુગમતા સાથે કરી શકે એ માટે યોગ્ય વેબ સાઈટ,ઓનલાઇન પ્લેટફોર્મ ની રચના કરવા અને સમુચિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર બનાવવાનું સૂચન કર્યું છે. તેમણે આજે ધારાસભા હોલમાં સોશીયલ ડિસ્ટન્સ ના ધારાધોરણો પાળીને સરકારી અને એન. જી. ઓ.સંચાલિત દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓ માટેની સંસ્થાઓ ના પદાધિકારીઓ સાથે ઉપરોક્ત બાબતમાં વિગતવાર પરામર્શ કર્યો હતો.

તેમણે લોક ડાઉન ના સમયગાળામાં સંસ્થાઓના આશ્રિત દિવ્યાંગ જનોની વિવિધ પ્રકારે લેવામાં આવેલી કાળજી અને તકેદારીના પગલાંની જાણકારી મેળવી હતી અને હાલના સમયમાં ખૂબ જ કાળજી સાથે દેખભાળ કરવાનો અનુરોધ કર્યો હતો.આ બેઠકમાં ખાસ કરીને લોક ડાઉન જેવા સમયમાં વેબ સાઈટ/ ઓનલાઇન પોર્ટલ બનાવી દીવ્યાંગો નું જ્ઞાન અને કુશળતા વધે અને સ્વસ્થ મનોરંજન મળે એવી ફિલ્મો અને અન્ય ડિજિટલ સામગ્રી મૂકવી,ઓનલાઇન સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજવી,અને આવી વ્યવસ્થા માટે સહયોગી પ્રયત્નો કરવાનો ખાસ અનુરોધ કર્યો હતો.બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદી,બાળ સુરક્ષા અધિકારી અમિત વસાવા અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.