Western Times News

Gujarati News

MLA ધવલસિંહ ઝાલા રૂ.૧૫ કરોડમાં વેચાયાના બેનર સાથે કોંગ્રેસ દ્વારા વિરોધઃ ૩૧ કાર્યકરોની અટકાયત

(પ્રતિનિધિ) મોડાસા, કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધવલસિંહ ઝાલાએ બાયડ-માલપુર (Dhavalsinh Zala, Bayad Malpur) ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપી દેતા બંને તાલુકાના કોંગ્રેસના કાર્યકરો અને પ્રજાજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ધવલસિંહ ઝાલાના વિરુદ્ધમાં બાયડના કોંગ્રેસના હોદ્દેદારોએ અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી ૧૫ કરોડમાં વેચાયા હોવાના બેનર પ્રદર્શિત કરી રોષ ઠાલવ્યો હતો.ઉગ્ર વિરોધ પ્રદર્શનના પગલે બાયડ પોલીસે ૩૧ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

રાજ્ય સભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કરી બાયડ-માલપુરના ધારાસભ્ય પદ પરથી રાજીનામુ ધરી દીધું છે. સત્તાની લાલચમાં કે અંગત કારણસર ધવલસિંહ ઝાલાએ દોઢ વર્ષના સમયગાળામાં તેમના મત વિસ્તારને નધણિયાત બનાવી મતદારો અને કોંગ્રેસના કાર્યકરો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાના સુર સાથે બાયડના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં બાયડ બસ સ્ટેન્ડ નજીક એકઠા થઈ ધવલસિંહ ઝાલા ગદ્દાર છે ના સૂત્રોચ્ચાર સાથે “ધવલસિંહ ઝાલા ૧૫ કરોડમાં વેચાયા” અને “બાયડની પ્રજાને તમણે છેતર્યા, પ્રજા તમને કદી માફ નહીં કરે” ના વિવિધ બેનર્સ પ્રદર્શિત કરી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.

બાયડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ૩૧ જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.બાયડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકસિંહ. કે. ઝાલાના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ પાર્ટી અને પ્રજાજનોની ૫ વર્ષ સેવા કરવાના બદલે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અંગત કારણોસર રાજીનામુ આપી દેતા પ્રજા સાથે દ્રોહ કર્યો છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.