Western Times News

Gujarati News

વરસાદી પાણી નિકાલ માટે ર૦ સ્ટ્રોમ વાટર મેઇન્ટેઈન્સનું કામ પૂર્ણ

ઈજનેર વિભાગે જરૂરીયાત મુજબ ૮૭ પંપ પૈકી ૭૦ પંપ ઈન્સ્ટોલ કર્યા
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, શહેરમાં ચોમાસાના આગમન આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મ્યુનિસિપલ વહીવટી તંત્ર છેલ્લા બે મહિનાથી કોરોનાની કામગીરીમાં વ્યસ્ત છે. તેથી ચોમાસાલક્ષી કામગીરી શરૂ કરવામાં વિલંબ થયો છે. તેમ છતાં મ્યુનિસિપલ ઈજનેર વિભાગના અધિકારીઓએ પ્રિ-મોન્સુન પ્લાનની પ૦ ટકા કરતા પણ વધુ કામ લગભગ પૂર્ણ કર્યુ છે. મ્યુનિસિપલ હોદ્દેદારો પણ છેલ્લા એક સપ્તાહથી આ મુદ્દા તરફ ધ્યાન આપી રહ્યા છે. તેમજ મ્યુનિસિપલ કમિશ્નર સાથે મીટીંગ પણ કરી ચુક્યા છે. પ્રિ-મોન્સુન એકશન પ્લાન અંતર્ગત કેચપીટ સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે. તેમજ સ્ટ્રોમ વાટર અને ડ્રેનેજ પંમ્પીંગ સ્ટેશનની કામગીરી પણ લગભગ પૂર્ણ થવા આવી છે.

મ્યુનિસિપલ ઈજનેર વિભાગના સુત્રો દ્વારા જણાવ્યા અનુસાર શહેરની ભૌગોલિક પરિÂસ્થતિને ધ્યાનમાં રાખી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વાટર લાઈનને જાડતા ૩૧ સ્ટ્રોમ વાટર પંપીંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. જેના મેઈન્ટેનન્સની કામગીરી ૧ લી મે થી શરૂ કરવામાં આવી છે. તથા ૧૮મી મે સુધી લગભગ ર૦ જેટલા પંપીંંગ સ્ટેશનનું કામ પૂરૂ થઈ ગયુ છે. જ્યારે બાકી ૧૧ સ્ટ્રોમ વૌટર પમ્પીંગ સ્ટેશનના કામ ૩૧મી મે સુધીમાં પૂર્ણ થઈ જશે. શહેરના સાત ઝોનમાં વોર્ડની ભૌગોલિક સ્થિતિ  તેમજ હયાત સ્ટોર્મ વાટર તેમજ ડ્રેનેજને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીના નિકાલ માટે પ૪ જેટલા નાના સમ્પ બનાવ્યા છે. જેમાં જરૂરીયાત મુજ પંમ્પ મુકવામાં આવી રહ્યા છે. વોર્ડ લેવલની માંગણી મુજબ કુલ ૮૭ પંપ ઈન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ ઉપરાંત ૬૪ સુએઝ પંપીંગ સ્ટેશનોમાં તેમજ દોસ ટર્મિનલ પંપીંગ સ્ટેશનો સહિત ૬૪ પંપીંંગ સ્ટેશનો પૈકી ૪૯માં પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સનું કામ પૂર્ણ કરવામાં આવ્યુ છે.

ગત વર્ષથી ૩૧ વાટર પમ્પીંગ સ્ટેશનમાં સ્કાડા મોનિટરીંગ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. જેમાં દરેક ઝોન તેમજ અધિકારીને મોબાઈલ ઍપ પર વરસાદી પાણીના પંમ્પીંગ સ્ટેશનની કામગીરી કરવામાં આવે છે. જેના મેઈન કન્ટ્રોલ રૂમ સાથે જાડાણ કરી સતત ચકીંગ કરવામાં આવી રહ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના કહેર વચ્ચે શહેરની ૪૬ હજાર કેચપીટોની સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂરો કરવામાં આવ્યો છે. તેમજ બીજા રાઉન્ડની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન અને પક્ષ નેતાએ પ્રિ-મોન્સુન કામગીરી માટે કમિશ્નર સાથે બેઠક રી હતી તથા જરૂરીયાત મુજબના સાધનો અને કોન્ટ્રાક્ટર માટે મંજુરીની રાહ ન જાવા નિર્ણય કર્ય્‌ છે. ‘સ્ટેન્ડીંગ કમિટિ મંજુરીની અપેક્ષાએ ચોમાસાલક્ષી કામ પૂર્ણ કરવા માટે તમામ વિભાગોને ખાસ સુચના આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.