Western Times News

Gujarati News

પર્યટન મંત્રાલયે હોટેલ અને અન્ય એકોમોડેશનની માન્યતા 30 જૂન 2020 સુધી લંબાવી

તમામ શ્રેણીના ટૂર ઓપરેટરો, ટ્રાવેલ એજન્ટો અને ટુરિસ્ટ ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને છ મહિનાની રાહત અથવા મુદત વૃદ્ધિ

નવી દિલ્હી,  પર્યટન મંત્રાલય હોટેલોનું વર્ગીકરણ સ્ટાર રેટિંગ અનુસાર કરે છે જે અલગ અલગ વર્ગોના પ્રવાસીઓના અપેક્ષિત માપદંડો અનુસાર કરવામાં આવે છે. આ પ્રણાલી અંતર્ગત હોટેલોને રેટિંગ આપવામાં આવે છે, જેમાં વન સ્ટારથી થ્રી સ્ટાર, ફોર સ્ટાર અને પાંચ સ્ટાર તેમજ આલ્કોહોલ વગર અને સાથે, ફાઇવ સ્ટાર ડીલક્સ, હેરિટેજ (બેઝિક), હેરિટેજ (ક્લાસિક), હેરિટેજ (ગ્રાન્ડ), લેગાસી વિન્ટેજ (બેઝિક), લેગાસી વિન્ટેજ (ક્લાસિક), લેગાસી વિન્ટેજ (ગ્રાન્ડ) અને એપાર્ટમેન્ટ હોટેલ, હોટેલ સ્ટે, ગેસ્ટ હાઉસ વગેરે શ્રેણીમાં વર્ગીકરણ કરવામાં આવે છે. આ વર્ગીકરણ/ પ્રમાણીકરણ પાંચ વર્ષ સુધી માન્ય ગણવામાં આવે છે.

કોવિડ-19 મહામારી અને લૉકડાઉનના કારણે ઉભી થયેલી વર્તમાન સ્થિતિમાં આતિથ્ય ઉદ્યોગ ખૂબ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે અને તેના કારણે એકોમોડેશન ક્ષેત્ર પર ખૂબ જ વિપરિત અસર પડી છે, તે બાબતને ધ્યાનમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, હોટેલ અને અન્ય એકોમોડેશન એકમો કે જેમના પ્રોજેક્ટની માન્યતા/ફરી માન્યતા અને વર્ગીકરણ/ફરી વર્ગીકરણની મુદત સમાપ્ત થઇ ગઇ છે/સમાપ્ત થવાની છે (24.03.2020 થી 29.6.2020 દરમિયાન) તેમની મુદત 30-6.2020 સુધી લંબાવવામાં આવશે.

તેવી જ રીતે, મંત્રાલય ટ્રાવેલ એજન્ટો, ટુર ઓપરેટરો, એડવેન્ચર ટુર ઓપરેટરો, સ્થાનિક ટુર ઓપરેટરો અને ટુરિસ્ટ ટ્રાન્સપોર્ટ ઓપરેટરો વગેરે માટે પણ યોજના લાવ્યું છે જેથી આ પ્રકારે ભારતમાં પર્યટન ક્ષેત્રમાં આ શ્રેણીઓમાં ગુણવત્તા, ધોરણો અને સેવાને પ્રોત્સાહન આપી શકાય.

કોવિડ-19 મહામારીના કારણે માર્ચ 2020થી લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો હોવાથી આ સમયગાળામાં ચકાસણી કામગીરી મુલતવી રાખવામાં આવી હોવાથી, પર્યટન મંત્રાલયે નિર્ણય લીધો છે કે, તમામ શ્રેણીમાં આવતા ટુર ઓપરેટરો (ઇનબાઉન્ડ, સ્થાનિક, એડવેન્ચર), ટ્રાવેલ એજન્ટો અને ટુરિસ્ટ ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને પર્યટન મંત્રાલયમાંથી મંજૂરી લેવા માટે છ મહિનાની રાહત અથવા મુદતમાં વૃદ્ધિની છુટછાટ આપવામાં આવે જે નીચે દર્શાવેલી શરતોને આધિન રહેશે:-

અગાઉની માન્યતાની મુદત પૂરી થઇ ગઇ હોય અથવા વર્તમાન માન્યતા 20 માર્ચ 2020થી (એટલે કે મત્રાલય દ્વારા ભારતમાં પર્યટન કચેરીઓ દ્વારા ચકાસણીની કામગીરી બંધ કરવા અંગે આપવામાં આવેલા આદેશની તારીખથી) લૉકડાઉન પૂર્ણ થાય ત્યાં સુધીના સમયમાં પૂરી થતી હોય, અને  તેમણે વર્તમાન/ અગાઉની માન્યતા પૂરી થવાની તારીખ પહેલાં અરજી કરી હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.