Western Times News

Gujarati News

આરોગ્ય સચિવે કેસોની સંખ્યા વધી હોય તેવા 5 રાજ્ય સાથે વાર્તાલાપ કર્યો

નવી દિલ્હી,  આરોગ્ય સચિવ સુશ્રી પ્રિતિ સુદાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના OSD શ્રી રાજેશ ભૂષણ અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના મુખ્ય સચિવો, આરોગ્ય સચિવો અને NHM નિદેશકો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. આ પાંચેય રાજ્યોમાં જ્યારથી લૉકડાઉનના પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા ત્યારથી અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં વિસ્થાપિત શ્રમિકોને પરત આવવાની મંજૂરી આપવામાં આવતા કોવિડ-19ના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઝડપથી અને નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.

રાજ્યોએ આ બેઠકમાં અલગ અલગ કિસ્સાઓમાં મૃત્યુદર, કેસ બમણા થવાનો સમયગાળો, પ્રત્યેક દસ લાખ વ્યક્તિએ તપાસની સંખ્યા અને પુષ્ટિ થતા કેસોની ટકાવારી સંબંધે માહિતી આપી હતી. અસરકારક વ્યૂહનીતિ માટે જે માપદંડો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય તેવા માપદંડોમાં પરિસીમા બાંધવી, વિશેષ દેખરેખ ટીમોના માધ્યમથી ઘરે ઘરે જઇને સર્વેક્ષણ કરવું, તપાસ કરવી, સક્રિય સંપર્કની તપાસ કરવી અને અસરકારક નૈદાનિક વ્યવસ્થાપન જેવા મુદ્દે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

આ બેઠકમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે, દિશા નક્કી કરવા માટે અને સુક્ષ્મ યોજનાઓ તૈયાર કરવા અને તેના અમલીકરણ દ્વારા નિયમોમાં સુધારો લાવવા માટેના ઉપાયો અપનાવવા માટે પ્રત્યેક નિયંત્રણ ક્ષેત્રનું વિશ્લેષણ કરવામાં આવે. બફર ઝોનની અંદરની ગતિવિધીઓનો પણ ફરી ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

બેઠકમાં એ વાતનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો કે, રાજ્યોએ ક્વૉરેન્ટાઇન કેન્દ્રો, ICU/ વેન્ટિલેટર/ ઓક્સિજન વગેરે સુવિધાઓના સંદર્ભમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વર્તમાન ઉપલબ્ધતાનું આકલન કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે અને આ તમામ સુવિધાઓની જરૂરિયાતના આકલનને ધ્યાનમાં રાખતા તેમણે આગામી બે મહિના સુધી આ સુવિધાઓ વધુ મજબૂત બનાવવી પડશે. આ બેઠકમાં ભાગ લેનારા રાજ્યોને આરોગ્ય સેતુથી મળતા ડેટાનો ઉપયોગ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.

બિન-કોવિડ આવશ્યક આરોગ્ય સેવાઓ, TB, રક્તપિત્ત, COPD, હાઇપરટેન્શન, ડાયાબિટિસ જેવા બિન ચેપી રોગો તેમજ અકસ્માતોના કારણે ટ્રોમા સહિત અન્ય કારણોસર થતી આકસ્મિક ઇજાઓની સારવાર માટેના આરોગ્ય કાર્યક્રમો પણ યથાવત રાખવાની જરૂર છે તે બાબતે પણ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો.

એવી સલાહ આપવામાં આવી હતી કે, મોબાઇલ મેડિકલ યુનિટ (MMU) ક્વૉરેન્ટાઇન કેન્દ્ર પર લગાવી શકાય. વર્તમાન ભવનોમાં હંગામી પેટા-આરોગ્ય કેન્દ્રો પણ સ્થાપિત કરી શકાય અને RBSK જેવી ટીમોના અગ્ર હરોળના વધારાના કર્મચારીઓનો પણ ઉપયોગ કરી શકાય. તેને આયુષમાન ભારત સાથે સાંકળી લેવાની પણ સલાહ આપવામાં આવી હતી – આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપિત કરવાની જરૂર છે જેથી તાત્કાલિક તપાસની વ્યવસ્થા ઉભી કરી શકાય. આ કેન્દ્રોમાંથી ટેલિમેડિસિન સેવાઓ પણ શરૂ કરી શકાય. વધુ સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ નિયુક્ત કરવા તેમજ હાલના પેટા આરોગ્ય કેન્દ્રોને વર્તમાન ભવનોમાંથી પણ સંચાલિત કરી શકાય તેવી સલાહ આપવામાં આવી હતી.

પોતાના વતન રાજ્યમાં પરત આવી રહેલા વિસ્થાપિત શ્રમિકોની સંખ્યામાં થઇ રહેલી વૃદ્ધિનો સામનો કરવા માટે આશા અને ANMને વધારે પ્રોત્સાહન આપવાનું પણ રાજ્યોને કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રાજ્યોને સલાહ આપવામાં આવી હતી કે, તેઓ આગળ આવીને કામ કરતી ટીમનોના સંબંધમાં PPE દિશાનિર્દેશોનું અમલીકરણ સુનિશ્ચિત કરે. રાજ્ય પોતાની શક્તિ વધારવા માટે NOG, SHG અને ખાનગી હોસ્પિટલો, સ્વયંસેવક સમૂહો વગેરેનો પણ સાથ લે.

રાજ્યોને સલાહ આપવામાં આવી હતી કે, ગર્ભવતી મહિલાઓ, પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો, વૃદ્ધો અને સહ-બીમારીઓ હોય તેવા નબળી રોગ પ્રતિકારકતા ધરાવતા લોકો પર વિશેષ ધ્યાન આપવામાં આવે અને જિલ્લાઓમાં આંગણવાડીના વર્કફોર્સની પણ મદદ લેવામાં આવે. એ વાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો કે, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકામાં પોષણની તપાસ કરવી જોઇએ અને તેમને પોષણ પુનર્વસન કેન્દ્ર (NRC)માં મોકલવાની ભલામણ કરવી જોઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.