Western Times News

Gujarati News

ઘૂંટણના સાંધાનો દુખાવો: કૌષ્ટુક શીર્ષ (SINOVATIVE)

માનવીના જીવનની અર્ધી સદીની આસપાસ આ રોગ તેનાં થાણાં જમાવે છે. થાણાં એટલા માટે કહું છું કે ભારે પ્રયત્નો પછી, ભારે સામના પછી જ આ રોગ પીછેહઠ કરે છે. મુખ્યત્વે વાત અને રક્તની વિકૃતિથી આ રોગનો ઉદ્‌ભવ થાય છે. તેમાં તિવ્ર પીડા અને ઘૂંટણનો સોજા મુખ્યત્વે જોવા મળે છે. આ રોગ ક્યારેક બંન્ને પગે અથવા તો ધીમે ધીમે બંન્ને પગે ફેલાતો જાય છે. આ સૂજેલા ઘૂંટણવાળા ભાગ તપાસતાં અંદરનાં ભાગમાં કોઈ જાડું પ્રવાહી ભર્યું હોય તેમ દબાવતાં ખ્યાલ આવે છે. આયુર્વેદે આમ શબ્દ વાપર્યા છે તે સાંધાઓ ઉપર છવાયેલો આમનો કૂબ જ ભારે જથ્થો સૂચવે છે.

આ રોગમાં પગ લાંબો કે ટૂંકો કરવો હોય તો રોગીને ખૂબ જ વસમું લાગે છે. થોડાં ડગલાં ચાલતાં જ ભારે પીડા થવા માંડે છે અને ચાલવું મુશ્કેલ બની જાય તેવી પરિસ્થિતિ આ રોગમાં સર્જાય છે. તેમાં મુખ્યત્વે વેદના, સંધીઓમાં કંપન (Joint Stiffness) અને અંગ વિકૃતિ (Deformity) જોવા મળે છે.

કારણોઃ
ચિકિત્સાક્ષેત્રેના અનુભવ ઉપરથી એમ તારણ કાઢવામાં આવ્યું છે કે, ઘૂંટણના સાધાંના સોજાને મેદસ્વી વ્યÂક્તઓ સાથે સીધો સંબંધ છે. જેમ શરીરનો મેદ-ચરબી વધારે અને જેમ જેમ ઉપર વજન વધુ પડે તેમ તેમ આ સાંધા ઉપર ભારણ વધુ પડે કેટલાક કુટુંબમાં આ રોગ વારસાગત ઊતરે છે તેનું મૂળભૂત કારણ દોષ-દૃષ્ટિ છે. જેથી આ રોગને વારસાગત માનવો ભૂલ ભરેલું છે. સાંદાના રોગો, માર વાગવો, સાંધાની લીસ્સી સપાટી ખરબચડી બની જાય છે. જેના કારણે ઘૂંટણના સાંધા વધુ પ્રમાણમાં ઘસાય છે.

વિરૂદ્ધ આહાર વિહારથી લોહીમાં એક પ્રકારની ખટાશ વધે છે તથા ક્ષારનો ભાગ ઘટે છે. અપક્વ અન્ન અને અજીર્ણ એનું કારણ છે. ઠંડી અને શરદીમાં વધુ પડતી ખટાશ ખાનારને, વધુ શીતળ હવામાન તથા શીતળ આહાર-વિહારના સેવનથી લોહીમાં વિકાર થાય છે અને લોહીમાં ખટાશ વધવાથી ઘૂંટણના સાંધા પકડાય છે. આ સાંધાઓમાં સોજા આવે છે. ભારે પીડા થાય છે અને જેને શૂળ જેવી વેદના કહીએ તેવી વેદના સાથે તોદ્રવત એટલે કે એ ભાગ તૂટી પડતો હોય એટલી ભારે પીડા થાય છે. જેથી ઘૂંટણ વાળવામાં પીડા થતી જાવામાં આવે છે. પ્રમેહ કે ચાંદી જાવામાં આવે છે. પ્રમેહ કે ચાંદી જેવા રોગોમાં સુવાવડ કે કસુવાવડ પછી મધુ-મેહની જીર્ણ અવસ્થામાં અને ચરબીથી લદાયેલા માનવીઓને આ રોગ વિશેષ પ્રમાણમાં થાય છે.

લક્ષણો:
એક યા બંન્ને પગના ઘૂંટણનો દુઃખાવો એ મુખ્ય ફરીયાદ હોય છે. રોગની શરૂઆતમાં સવારે ઊઠ્યા પછી થોડીવાર ઘૂંટણ દુઃખે છે અને થોડી હરફર થયા પછી દુઃખાવો ઓછો થઈ જાય છે. ચાલવાથી ધીમે ધીમે દુઃખાવો વધે છે, એક સાથે વધુ ચાલવામાં આવે તો સોજા અને કળતર વધી જાય છે. સમય જતાં આ દુઃખાવો કાયમનો બની રહે છે. દુઃખાવાના કારણે ઢીંચણથી પગ સીધો કરી શકાતો નથી. ક્યારેક પગ લંગડાય છે. ક્યારેક પગ ખોટો પડી જતો હોય તેમ લાગે છે. અને તેના હલનચલનમાં કટ કટ અવાજ પણ આવે છે. પલાંઠી વાળીને કે ઉભડક બેસવામાં તેમજ દાદર ચઢવા-ઉતરવામાં ખૂબ દુઃખાવો થાય છે. ઘૂંટણના પાછળના ભાગની નસો ખેંચાય છે તેવી રોગી ફરીયાદ કરે છે. આજકાલ પગના ઘૂંટણ ઝલાઈ ગયાની ફરિયાદ વધુ જાવામાં આવે છે. કારણ કે, આપણી વધતી જતી એશ-આરામી રહેણી-કરણી, અતિ ભારે ખોરાક અને પુષ્કળ આરામના કારણે શરીરમાં પરિગ્રહ વધે છે. તેતી વગરશ્રમે થાક લાગે છે. પેશાબની હાજત વધે છે તેમજ વાયુના ઉપદ્રવો અને બેચેનીની અસર જણાય છે. આમનો સંચય જેમ જેમ વધતો જાય છે. તેમ તેમ તે ઘૂંટણના સ્ત્રોતોમાં એકઠો થતો જાય છે. અસહ્ય વેદનાને લીધે કોઈ કાર્ય કરી શકાતું નથી. પરિણામે ખૂબ જલાંબા સમય સુધી હેરાનગતિ ચાલુ રહે છે. આ વ્યાધી મોટેભાગે મોટી ઉંમરમાં જાવામાં આવે છે. પણ ઠીક ઠીક પ્રમાણમાં થતાં જાવામાં આવે છે.

આ રોગો મોટાભાગે કષ્ટસાધ્ય અને અસાધ્યની કક્ષાની ગણતરીના છે. કૌષ્ટુક શીર્ષને પ્રાશ્ચાત્ય વૈંદકમાં Synovite કહે છે.
ઘૂંટણના ભાગમાં ભરાયેલા આ દોષને-આમને, સીંરીજ (પિચકારી)થી બહાર ખેંચી લઈ પીડા ઓછી થાય તે માટે ઝૂલેકેઈન કોર્ટીઝોનનું મિશ્રણ આ સંધિમાં આપવામાં આવે છે. પરિણામે કેટલાક દર્દીઓ ખૂબ રાહત અનુભવે છે. પણ સમય જતાં ફરીથી આ રોગનો હુમલો થઇ આવે છે ત્યારે ફરીથી આ ઔષધોનાં ધારવા જેટલા પરિણામ આવતાં નથી. એ હકીકત પરત્વે પણ ઠીક ઠીક વિચારણા આ ઔષધો વાપરવા પરત્વે માંગી લે છે.

આયુર્વેદ તો આ રોગમાં સ્ત્રોતોનો અવરોધ દૂર થાય, આમનો સંચય નાશ પામે એવા ઉપાય પરત્વે નિર્દેશન કરે છે. આ રોગમાં પણ મહારાસ્નાદિ કવાથ સાથે એંરડતેલનો ઉપયોગ અને આહારમાં લઘુ ભોજન અને લંઘનને વધુ મહત્ત્વ આપે છે. મારી ચિકિત્સા માટે આવતાં આ રોગના રોગીઓમાં મારો અનુભવ એમ કહે છે કે, એક રોગીને જે ઔષધ લાભદાયી નીવડે છે તે બીજા આ જ પ્રકારના રોગીને માફક નથી આવતું. એટલે કે રોગીની પ્રકૃતિ, રોગની અવસ્થા કે જુદાં-જુદાં ઔષધોની યોજના યોજું છું, સામાન્ય રીતે વાતવિધ્વંત રસ, એકાંગવીર રસ, વાતચિંતામણિ રસ, મલસિંદુર, મહા યોગરાજ ગૂગળ, ગોક્ષુરાદિ ગૂગળ, સિંહનાદ ગૂગળ તથા મહા રાસ્નાદિ કવાથ સાતે તૈયાર કરેલ એરંડતેલ તેનો ઉપયોગ સવિશેષ રીતે કરું છું. અને ઉપરનાં ઔષધો ચિકિત્સકની સૂચના પ્રમાણે લેવા સૂચવું છું.

આ રોગની કોઈ પણ અવસ્થામાં રેતીનો શેક, વાતહર વનસ્પતિઓનું સ્વેદન, વાતહરલેપો, તથા સૂર્યના કિરણો સતત લાભકારી મને જણાયાં છે. આ રોગના રોગીને જા મધુમેહનો ઉપદ્રવ હોય તો મધપ્રમેહની સારવાર સાથે ન કરવામાં આવે તો લાભ થતો નથી. વળી લોહીના ઊંચા દબાણમાં પણ ઓપરનાં સૂચવેલાં ઔષધો ખૂબજ સમજપૂર્વક વાપરવાં જાઈએ.
આ રોગના રોગી મેદસ્વી હોય તો ક્રમશઃ વજન ઘટાડવું ખૂબ જ મહ¥વનું છે અને જ્યાં સુધી વજન પૂરતું ન ઘટે ત્યાં સુધી આ રોગને કાયમનો મટાડવો પણ દુષ્કર બની જાય છે. માટે સાથે સાથે મેદ ઘટે તેવો આહાર યોજી વજન ઘટાડવાના પ્રયત્નો કરવાથી સારો એવો લાભ થાય છે.

ઉપચારોઃ
(૧) મેથી ભૂકો કરી ૧ ચમચી, ૧ કપ પાણીમાં ઉકાળી, ગાળી નિયમિત રીતે સવાર-સાંજ પીવું, આ રીતે ન પી શકાય તો મેથીનો ભૂકો કરી એરંડતેલમાં શેકી બાટલી ભરી લેવી અને ૧ ચમચી સવારે ગરમ પાણી અથવા ગરમ પીણા સાથે લેવી.
(૨) મહારાસ્નાદિકવાથઃ ૨૦ ગ્રામ અને પુનર્નવાષ્ટક ક્વાથ ૨૦ ગ્રામ, આ બંન્ને કવાથો શા†ોકત છે. જાણીતી ફાર્મસીમાંથી મેળવી લઇ ૨૦-૨૦ ગ્રામ ભૂકો બંન્નેમાંથી લઈ, ૧૬ ગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું રહે ત્યારે ગાળી સવારે નરણા કોઠે પીવું.
(૩) આમવાતહર, શોથહર, વેદનાહર ટીકડી
ટીકડીના ઘટકોઃ શુદ્ધ ગૂગળ ૧૨૦ મિલિ ગ્રામ, સુવર્ણ ભસ્મ ૧.૨ મિલિ ગ્રામ, ત્રિંભડિ ૩૦ મિલિ ગ્રામ, સુરંજાનશીરી ૧૫ મિલિ ગ્રામ, હિરાબોળ ૧૫ મિલિ ગ્રામ, શુદ્ધ કારસ્કર ૩૦ મિલિ ગ્રામ, લસણ ૩૦ મિલિ ગ્રામ, ચંદ્રોદય ૩૦ મિલિ ગ્રામ આયુર્વેદનું કહેવું છે કે વાયુના પ્રકોપ વગર પીડા થતી નથી. વિકૃત બનેલો વાયુ વૃદ્ધિ પામી આમ રક્ત સાથે શરીરના જે જે ભાગમાં જાય છે તે ભાગમાં પીડા વેદના પેદા કરે છે.

આ ટીકડીમાં વાતહર દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે આ દ્રવ્યો વિશેષ અસરકારક બને તે માટે ચંદ્રોદય અને સુવર્ણ ભસ્મનું સૌમ્ય પ્રમાણ આ યોગમાં યોજવામાં આવ્યું છે. જેથી તેની અસર ખૂબ જ ઝડપી બને છે. ગુગળ વાત રોગનું પ્રમાણિત ઔષધ છે. એટલું જ નહીં પણ તેનો પ્રભાવ વેદનાહર, વાતહર, શોથહર ઉપરાંત નાડી સંસ્થાન ઉપર પડતો હોવાથી શરીર વાયુની વિકૃતિઓને મટાડી નાડી સંસ્થાનને બળ પ્રદાન કરે છે. ગુગળ સાથેના અન્ય દ્રવ્યો જેવા કે લસણનો વાતહરગુણ, સુરજાનનો સંધીવાતહર ગુણ, હીરાબોળનો પીડા શામક ગુણ, કારસ્કરનો નાડી સંસ્થાન ઉપરનો પ્રભાવ તથા ત્રિંભડિનો આમદોષનિઃસારણ ગુણનો સુમેળ આ ટીકડીમાં કરવામાં આવ્યો છે. જેનું સેવન વાતરોગ માટે અનુભવે એક પ્રભાવી ઔષધ જણાયું છે.
-ડો.શ્રીરામ જી.વૈદ્ય (૯૮૨૫૦૦૯૨૪૧)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.