Western Times News

Gujarati News

વાવાઝોડાના સંભવિત ખતરા સામે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર સજ્જ

કાંઠા વિસ્તાર ના ૨૫ ગામો એલર્ટ : એન.ડી.આર.એફ ની ટીમ તૈયાર.

માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના અપાતા ભાડભુતના કાંઠે ૩૦૦ થી વધુ બોટો કિનારે લાંગરી.

ભરૂચ, અરબ મહાસાગરમાં સર્જાયેલ નિસર્ગ વાવાઝોડા ના  કારણે હવામાન વિભાગે ૩ અને ૪ જૂન દરમ્યાન વાવાઝોડા સાથે ભારે વરસાદ થવાની આગાહી કરી છે. ભરૂચ જિલ્લા કલેક્ટરે અધિકારીઓ સાથે બેઠક  કરી જિલ્લાના દરિયાકિનારે વાવાઝોડાની અસર થવાની શક્યતાને પગલે દરિયાકાંઠાના ૨૫ ગામોને એલર્ટ કર્યા છે. જ્યારે દહેજ બંદર દિવાદાંડી ખાતે૧ નંબરનું સિગ્નલ કરી દેવાયું છે.જિલ્લામાં એનડીઆરએફ ની ટીમનું આગમન થઈ ચૂક્યું છે. ૨૪કલાક કંટ્રોલ રૂમ પણ ચાલુ કરી દેવાયો છે.

ભરૂચ જિલ્લામાં ૧૨૨  કીમી લાંબો દરિયાકાંઠો છે.  વાવાઝોડાની આગાહીના પગલે વાગરા,હાંસોટ અને જંબુસર તાલુકાના દરિયા કિનારે આવેલ ૨૫ થી વધારે ગામોને એલર્ટ કરી દીધા છે. ૯૦ થી ૧૧૦ કિમીની ઝડ પવનો ફૂંકાવાનું અને ભારેથી અતિ ભારે વરસાદ થવાનું અનુમાન છે.પરિસ્થિતિને પહોંચી વળવા કલેક્ટરે અધિકારીઓને એલર્ટ કરી અસરગ્રસ્તા તાલુકા,ગામો અને આશ્રયસ્થાનો અંગે, ફુડ પેકેટ,પાણી પુરવઠા, કાયદો અને વ્યવસ્થા તથા જરૂરત ઉભી થયેલ વીજ લાઈનોનો તાકીદે મરામતની કામગીરી માટે વીજ કંપનીને ટીમો તૈયાર રાખવા જરૂરી સુચના આપી હતી.

જિલ્લા કલેકટરે વન વિભાગ સહિત નગર પાલિકા,આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ ટીમ સાથે તૈયાર રહેવા જણાવ્યું હતું.જયારે દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાકીદે સલામત સ્થળે ખસેડવાની સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.તો બીજી બાજુ નર્મદા અને સમુદ્ર સંગમ સ્થળ એવા ભાડભુત ખાતે ૩૦૦ થી વધુ બોટ વહીવટી તંત્ર ની સૂચના ના પગલે કિનારે લાંગરી ચુકી છે.આમ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર નિસર્ગ વાવાઝોડા ની સંભવિત અસર માટે સંપૂર્ણ પણે સજ્જ થઈ ચૂક્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.