Western Times News

Gujarati News

ગુજરાતની રાજ્યસભા ચૂંટણી – BTP-NCP ના ધારાસભ્યો નિર્ણાયક બનશે

અમદાવાદ, ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની આગામી ૧૯મી જૂને જાહેરાત કરવામાં આવી છે. ચાર બેઠક માટે પાંચ ઉમેદવાર મેદાનમાં હોવાથી આ ચૂંટણી રસાકસી ભરી બની રહેશે. હવે જોવાનું રહેશે કોણ વિજયી બને છે અને કોણ ઘરભેગું થાય છે. હાલમાં ગુજરાત વિધાનસભામાં કુલ ૧૭૫ ધારાસભ્યો નું સંખ્યાબળ છે જેમાં કોંગ્રેસ પાસે ૬૮ અને એક અપક્ષ એમ કુલ ૬૯ ધારાસભ્યો છે. જયારે ભાજપ પાસે ૧૦૩ ધારાસભ્યો છે.

ગુજરાતમાં પક્ષવાર Âસ્થતિ જાઇએ તો ભાજપ-૧૦૩,કોંગ્રેસ-૬૮,બીટીપી-૨,એનસીપી-૧,અપક્ષ-૧,ખાલી બેઠકો-૬,ચૂંટણી રદ્દ-૧,કુલ – ૧૮૨ સભ્યોની વિધાનસભા છે. ગત માર્ચ માસમાં ચૂંટણીની જાહેરાત થઇ હતી. પરંતુ કોરોનાના કહેર વચ્ચે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. હવ જુન ની ગરમી વચ્ચે રાજ્યસભાની ચૂંટણી ને લઈને રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે. માર્ચ મહિના માં જાહેર થયેલી ચૂંટણી અગાઉ જ ભાજપે કોંગ્રેસના પાંચ સભ્યોને રાજીનામાં અપાવી વિપક્ષનું સંખ્યાબળ ઘટાડી દીધું હતું. અને પોતાના ત્રીજા ઉમેદવારને જીતવાનો માર્ગ મોકળો કરવાની કોશિશ આરંભી દીધી હતી.

કોંગ્રેસે કોરોના સંક્રમણના સમયમાં પોતાના ધારાસભ્યોને બચાવવા માટે તેમને રાજસ્થાન ખસેડયા હતા પરંતુ તે પહેલાં જ સોમાભાઇ પટેલ, જેવી કાકડીયા, મંગળ ગાવિત, પ્રવીણ મારું અને પ્રધ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપી દીધા હતા.
કોંગ્રેસે તેના બે સિનિયર સભ્યો શકિતસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતર્યા છે. જયારે ભાજપે અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીનને મેદાનમાં ઉતર્યા છે.ભાજપ પાસે હાલમાં કુલ ૧૦૩ ધારાસભ્યોનું સંખ્યા બળ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જો કોંગ્રેસમાંથી ૧૯મી જુન પહેલાં બે રાજીનામાં પડી જાય તો ભાજપ ત્રીજી બેઠક સહેલી થી જીતી શકે તેમ છે. ૧૮૨ની સભ્યસંખ્યા ધરાવતી વિધાનસભામાં હાલ છ બેઠકો ખાલી છે અને એક બેઠકમાં હાઇકોર્ટે ચૂંટણી રદ્દ કરાવી છે, એટલે કે એક ઉમેદવારને જીતવા ૩૫ મતની આવશ્યકતા છે. એટલે કે કોંગ્રેસને ૭૦ ધારાસભ્યોનો ટેકો જોઇએ. અને ભાજપને ૧૦૫ મતની આવશ્યકતા છે.

આ સંજોગોમાં બીટીપી અને એનસીપીના મતો નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી શકે છે. ભાજપને ત્રીજી બેઠક જીતવા કોંગ્રેસમાં ક્રોસવોટીંગ કરાવવું પડે અથવા તો બીટીપીના બે અને એનસીપીના એક સભ્યનો સપોર્ટ જોઇએ. આ ચૂંટણીમાં ૧૭૫ ધારાસભ્યોનું મતદાન થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.