Western Times News

Gujarati News

ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો કહેર ખતમઃ લોકડાઉન હટાવાયું

ન્યૂઝીલેન્ડમાં છેલ્લા ૧૭ દિવસમાં કોરોનાનો એકપણ કેસ સામે ન આવતાં સરકારનું પગલું ઃલોકોને રાહત થઇ
ઓકલેન્ડ,  ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસનો સંપૂર્ણ રીતે ખાત્મો થઈ ગયો છે. જેથી હવે ત્યાંની સરકારે દેશમાંથી લોકડાઉનને હટાવવાનો નિર્ણય લીધો છે. સોમવારે ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસના છેલ્લો એક્ટિવ કેસ સ્વસ્થ થયા બાદ સરકારે લોકડાઉનને હટાવવાનો નિર્ણય લીધો છે. સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, દેશમાં ૧૭ દિવસમાં કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી. ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસના છેલ્લા કેસમાં પણ વીતેલા ૪૮ કલાકમાં કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. મહિલા દર્દી ઓકલેન્ડની એક હોસ્પિટલમાં દાખલ છે.

વડાપ્રધાન જેસિન્ડા આર્ડને જાહેરાત કરી છે કે તેમનું દેશ લેવલ-૧ એલર્ટથી આગળ વધશે. સોમવારે અડધી રાત્રે લગ્ન, અંતિમ સંસ્કાર અને પબ્લિક ટ્રાન્સપોર્ટ કોઈપણ પ્રતિબંધ વગર શરૂ કરાશે. જો ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસનો એકપણ કેસ સામે આવતો નથી તો આગામી અઠવાડિયે દેશને કોરોના વાયરસ મુક્ત જાહેર કરવામાં આવશે. લગભગ ૫૦ લાખની વસ્તી ધરાવતા આ દેશમાં કુલ ૧૫૦૪ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા અને ૨૨ લોકોના મોત થયા હતા. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડને સમગ્ર દેશના નેતાઓ માટે એક ઉદાહરણ પૂરું પાડ્‌યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.