Western Times News

Gujarati News

ભારતમાં હુવાઈનું ટેબ્લેટ મીડિયાપેડ T5નું વેચાણ ફક્ત એમેઝોન પર થશે

  • એમેઝોન પર જ આજથી હુવાઈનાં લેટેસ્ટ મીડિયાપેડ T5નું વેચાણ શરૂ
  • હુવાઈએ મીડિયાપેડ T5 પર રોમાંચક ઓફરોની જાહેરાત કરી, ગ્રાહકને રૂ. 2,998ની કિંમતનાં હુવાઈ ઇયરફોન AM 12 અને ફ્લિપ કવર સંપૂર્ણપણે ફ્રી મળશે
  • હુવાઈ મીડિયાપેડ T5 2 વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે – 2GB RAM/16GB ROM અને 3GB RAM/32GB ROM, જેની કિંમત અનુક્રમે રૂ. 14,990 અને રૂ. 16,990 છે

ટેબ્લેટ બજારમાં ઓડિયો વિઝ્યુઅલનો શ્રેષ્ઠ અને સંપૂર્ણપણે નવો અનુભવ આપશે

નવી દિલ્હી,  હુવાઈ કન્ઝ્યુમર બિઝનેસ ગ્રૂપ ઇન્ડિયાએ આજે એનાં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહેલા ટેબ્લેટ મીડિયાપેડ T5 નું આજથી એમેઝોન પર એક્સક્લૂઝિવ વેચાણ શરૂ થયું હોવાની જાહેરાત કરી હતી. નવું હુવાઈ મીડિયાપેડ T5એ ભારતનાં બજારમાં રોમાંચક ઓફરો અને અનેક પ્રોત્સાહનો સાથે પ્રવેશ કર્યો છે. એમેઝોન પર એક્સક્લૂઝિવ રીતે ઉપલબ્ધ આ મીડિયાપેડ T5ની સાથે ગ્રાહકને રૂ. 2,998ની કિંમતનાં હુવાઈ ઇયરફોન AM 12 અને ફ્લિપ કવર સંપૂર્ણપણે ફ્રી મળશે.

પ્રીમિયમ ટેબ્લેટ 10.1 ઇંચની હાઈ-ડેફિનિશન સ્ક્રીન ડિસ્પ્લે ધરાવે છે, જે વાઇડ-સ્ક્રીન વિઝ્યુઅલનો શ્રેષ્ઠ અનુભવ આપે છે. ઉપરાંત એનું પાવરફૂલ 8-કોર હાઈ સ્પીડ પ્રોસેસરને કારણે એકસાથે વિવિધ એપ્સ સરળતાપૂર્વક ચાલે છે અને એક્ષ્પાન્ડેબલ માઇક્રોSD (256GB સ્ટોરેજ સુધી) તમને તમારી મનપસંદ ફિલ્મ કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ માણવાની સુવિધા આપે છે. રસ ધરાવતાં ગ્રાહકો આ લિન્ક પર રજિસ્ટ્રેશન કરીને લોંચ, ઉપલબ્ધતા વગેરે વિવિધ જાણકારી સાથે સંબંધિત તમામ અપડેટ મેળવવા ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મેળવવાનું શરૂ કરી શકે છે.

કંપનીની ગ્રાહકલક્ષી ખાસિયતો સાથે સજ્જ આ ટેબ્લેટ બજારમાં સૌથી વધુ વિવિધતાસભર પ્રીમિયમ ડિવાઇઝમાંનું એક ગણાય છે, જે મોટી ડિસ્પ્લે અને ડ્યુઅલ સ્પીકર્સની સાથે મનોરંજનનો શ્રેષ્ઠ અનુભવ તેમજ ઓક્ટા-કેર પ્રોસેસર અને આઇ-કમ્ફર્ટ મોડ સાથે પાવરફૂલ પ્રોફેશનલ આસિસ્ટન્ટ એમ બંને ઓફર કરે છે.

#Asversatileasyou

ઓડિયોવીડિયોનો શ્રેષ્ઠ અનુભવ

ટેબ્લેટ ફૂલ HD IPS સ્ક્રીન ધરાવે છે, જે 1920 x 1200 પિક્સેલને સપોર્ટ કરે છે, જેથી તમારી આંખોને જીવનની વાસ્તવિક અને રંગીન ઇમેજ આપે છે. 76.4% સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો, 16:10 આસ્પેક્ટ રેશિયો અને લેન્ડસ્કેપ મોડ ડિઝાઇન ટેબ્લેટને 1080પી વીડિયો પ્લે કરવા માટે અનુકૂળ છે. ઉપરાંત હુવાઈ લોગોની સાઇડની નીચે  ડ્યુઅલ-સ્પીકર લેઆઉટ સ્થિત છે તથા પ્રોફેશનલ સ્ટિરિયો સાઉન્ડ માટે વર્ચ્યુઅલ લેફ્ટ અને રાઇટ ચેનલ સાઉન્ડ આઉટપુટ સાથે સજ્જ છે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાવર એમ્પ્લિફાયર સિસ્ટમ અનુકૂળ લો-ફ્રીક્વન્સી તેમજ કોઈ પણ પ્રકારનાં વિક્ષેપ વિના મોટો અને સ્પષ્ટ અવાજ આપે છે.

લાઇટ અને થિન બોડી સરળ અને મુલાયમ દેખાવ આપે છે

અમારી હાઈ કર્વેચર આર્ક ડિઝાઇન યુઝરનાં હોલ્ડિંગ અનુભવને સુધારવા ડિવાઇઝની સાઇડ પર લાગુ પડે છે. ફ્રન્ટ કવર પર ટેમ્પર્ડ ગ્લાસ માટે ડિટેઇલ્ડ એન્ટિ-ફોલ ડિઝાઇન અને ઉપયોગી કોર્નર કર્વ્સ સંપૂર્ણ ડિવાઇઝને વધારે સ્લીક-લૂક આપે છે તેમજ એને પકડવામાં વધારે સરળતા રહે છે. ઉપરાંત એનું વજન ફક્ત 460 ગ્રામ છે અને10.1 ઇંચ પ્રોડક્ટ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે, જે સ્ટાઇલિશ અને આંખને આનંદદાયક બંને છે.

 શ્રેષ્ઠ પર્ફોર્મન્સ 

હુવાઈ મીડિયાપેડ T5ને પાવરફૂલ 8-કોર પ્રોસેસરથી સંચાલિત છે, જે તમને એકસાથે કેટલીક એપ રન કરવા ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ આપે છે તેમજ એક્ષ્પાન્ડેબલ માઇક્રોએસડી કાર્ડ સ્ટોરેજ તમને તમારી મનપસંદ ફિલ્મ માણવાની સુવિધા આપે છે, ખાસ કરીને જ્યારે તમે રોડ પર પ્રવાસ કરો છો ત્યારે. ઉપરાંત આ ટેબ્લેટ ઇન્ટેલિજન્ટ ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ સાથે સજ્જ છે તથા તમને કેચ અને ડેબ્રિસની સિસ્ટમમાંથી છૂટકારો મેળવી શકો છો. વળી હુવાઈ મીડિયાપેડ T5 હુવાઈ ફોન, વિન્ડોઝ પીસી અને મેક સાથે કનેક્ટ થઈ શકે છે. વાયરલેસ રીતે સતત શ્રેષ્ઠ અનુભવ મેળવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.