Western Times News

Gujarati News

વલસાડ જિલ્લામાં વિશ્વ યોગ દિન અન્વેયે કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી

માહિતી બ્યૂરો, વલસાડઃ તા. ૧૭ઃ ૨૧ જુન વિશ્વ યોગ દિને સમગ્ર જિલ્લાના લોકો પરિવાર સાથે એટ હોમ સ્વબયં યોગમાં જોડાય તેના આયોજન માટે કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલના અધયક્ષસ્થાજને બેઠક મળી હતી.
બેઠકને સંબોધતાં જિલ્લા કલેક્ટારશ્રી રાવલે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણથી બચવા માટે યોગ ખૂબ મહત્ત્વનો છે, ત્યા‍રે રાજ્યણના મુખ્યુમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા યોગમાં સૌને જોડાવા માટેના પ્રયાસો કરવામાં આવી રહયા છે. શાળા-કૉલેજોના શિક્ષકો, વિદ્યાર્થીઓ, બાળકો, વાલીઓ તેમજ પ્રજાજનો સ્વયયં યોગમાં જોડાય તે માટે તેમને યોગનું જરૂરી માર્ગદર્શન ઓનલાઇન માધ્ય મથી પૂラરું પાડવામાં આવશે.

જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ જણાવ્યું્ હતું કે, જિલ્લાની તમામ શાળાઓમાં ફરજ બજાવતા વ્યાષયામ શિક્ષકો અને રસ ધરાવતા શિક્ષકો માટે તા. ૧૮ થી ૨૦ મી જૂન, ૨૦૨૦ સુધી સવારે ૭ થી ૮ દરમિયાન ઓનલાઇન ટ્રેનિંગ આપવામાં આવશે. ત્રણેય દિવસ ટ્રેનિંગમાં જોડાવા માટે અલગ લીંક દરેક શાળાને મોકલી આપવામાં આવશે. ત્રણ દિવસની ટ્રેનિંગ બાદ તા.૨૧મી જૂને શિક્ષકોએ પોતાની શાળાના વિદ્યાર્થીઓ, સ્ટા.ફમિત્રો તેમજ રસ ધરાવતા વાલીઓ અને ગ્રામજનોને ઘરબેઠાં ઓનલાઇન યોગ કરાવવાનો રહેશે. તા.૨૧ મી જૂને ઓનલાઇન યોગ માટે જરૂરી તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન.એ.રાજપૂત સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.