Western Times News

Gujarati News

ભારતને પડકારનારાઓને જવાનોએ સબક શિખવાડ્યો : મોદી

નવી દિલ્હી: પૂર્વ લદાખમાં ભારત અને ચીન વચ્ચે જારી વિવાદ વધી ગયો છે. ૧૫-૧૬મી જૂનની રાત્રે ભારતીય અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના ૨૦ જવાનોના શહીદ થવા ઉપર દેશના નાગરિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. છેલ્લા પાંચ દાયકાથી પણ વધુના સમયથી બંને દેશો વચ્ચે થયેલી આ સૌથી મોટી સૈન્ય અથડામણ છે. આ તણાવના નિવેડા માટે અનેક સ્તર પર પહેલ કરવામાં આવી રહી છે. તણાવની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સર્વપક્ષીય વર્ચ્યુઅલ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં દેશના આશરે ૨૦ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા.

આ બેઠકમાં પ્રવર્તમાન સ્થિતિ પર ચર્ચા થઇ હતી. વડાપ્રધાન મોદી ઉપરાંત ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, વિદેશમંત્રી એસ. જયશંકર, નાણાપ્રધાન નિર્મલા સીતારામન, ભાજપના અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડા તથા જુદા જુદા ખાતાના અધિકારી હાજર હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણી સરહદમાં કોક ઘુશ્યુ છે કે ન કે આપણી કોઇ પોસ્ટ અન્ય કોઇના કબજામાં છે. લદાખની ગલવાન ખીણમાં આપણા ૨૦ જાંબાઝ શહીદ થયા પરંતુ જેઓએ ભારત માતાની સામે આંખ ઉંચી કરીને જાયુ હતુ

તેઓને પણ સબક શિખવાડી ગયા. બંદોબસ્ત હોય, કાર્યવાહી હોય કે, વળતી કાર્યવાહી હોય જળ, થળ અને નભમાં આપણી સેનાઓને દેશની રક્ષા માટે જે કરવું જાઇએ તે કરી રહી છે. તેમણે કહ્યું કે, આજે આપણે એટલા સક્ષમ છીએ કે, કોઇ આપણી એક ઇંચ જમીન તરફ આંખ ઉંચી કરીને પણ નથી જાઈ રહ્યું. આજે ભારતની સેનાઓ અલગ અલગ સેક્ટરમાં એક સાથે કાર્યવાહી કરવામાં સક્ષમ છે.

વિતેલા વર્ષોમાં દેશે પોતાની સીમાઓને સુરક્ષિત કરવા માટે સીમા એરિયામાં માળખાકીય વિકાસને પ્રાથમિકતા આપી છે. બેઠકમાં શિવસેનાના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આપણે બધા એક છીએ એક ભાવના છે અને અમે વડાપ્રધાન આપણી સેના અને તેમના પરિવારની સાથે છે. દરમિયાનમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, રાષ્ટ્રને એ ખાતરી આપવાની જરૂર છે કે, સ્થિતિને સામાન્ય કરાશે. માઉન્ટેન સ્ટ્રાઈક કોરની વર્તમાન સ્થિતિ  શું છે. આ અંગે વિપક્ષોને નિયમિતરીતે માહિતી આપવી જાઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.