Western Times News

Gujarati News

મહારાષ્ટ્રે ચીનના ૫ હજાર કરોડના પ્રોજેક્ટ પર મારી બ્રેક

મુંબઇ: લદાખની ગલવાન ઘાટીમાં ૨૦ સૈનિકોની શહાદત બાદ ચીનની વિરુદ્ધ દેશભરના લોકોમાં જોરદાર ગુસ્સો જોવા મળી રહ્યો છે. અનેક સ્થળે લોકો ચીનના સામાનનો બહિષ્કારની વાત કરી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારે ચીનને મોટો આંચકો આપ્યો છે. રાજ્ય સરકારે કેન્દ્ર સાથે વાતચીત બાદ ચીનની ત્રણ કંપનીઓના પ્રોજેક્ટ પર હાલ રોક લગાવી દીધી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ લગભગ ૫ હજાર કરોડ રૂપિયા છે.

હવે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન આવ્યા બાદ તેની પર કોઈ નિર્ણય લઈ શકાશે. જે પ્રોજેક્ટ પર રોક લગાવવામાં આવી છે તેમાં પુણેની નજીક આવેલા તાલેગાંવમાં ઇલેક્ટ્રિક વ્હીકલની મોટી ફેક્ટરીનો પણ સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ ૩૫૦૦ હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. મહારાષ્ટ્ર સરકારે થોડા દિવસ પહેલા ૧૨ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

તમામ ૩ ચાઇનીઝ કંપનીઓના પ્રોજેક્ટ હોલ્ટ પર રાખવામાં આવ્યા છે, જ્યારે ૯ પ્રોજેક્ટનું કામ હાલ ચાલુ રહેશે. તેમાં બીજા દેશોની કંપનીઓ પણ સામેલ છે. નોંધનીય છે કે, તમામ રાજ્ય સરકારો પાસેથી ચીનના પ્રોજેક્ટ અને આયાત વિશેની જાણકારી માંગી હતી. આ પહેલા ટેલિકોમ ડિપાર્ટમેન્ટ મ્જીદ્ગન્થી ૪ય્ અપગ્રેડન સુવિધામાં ચીની ઇક્વિપમેન્ટ્‌સનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. ટેલિકોમ ડિપાર્ટમેન્ટે બીએસએનએલને આ સંબંધમાં પોતાના ટેન્ડર પર ફરીથી કામ કરવા માટે કહ્યું છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ એ વાત પર વિચાર કરી રહ્યું છે કે દેશની પ્રાઇવેટ મોબાઇલ સર્વિસ ઓપરેટર્સ પણ ચીની કંપનીઓની પ્રોડક્ટ પર પોતાની નિર્ભરતા ઓછી કરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.