Western Times News

Gujarati News

કોરોનાની પ્રથમ આયુર્વેદિક દવા તૈયાર

File

નવી દિલ્હી: દુનિયાભરમાં મહામારી તરીકે તાંડવ મચાવનાર કોરોના વાઈરસની વેક્સિનના અથાક પ્રયાસો ચાલુ છે, પરંતુ આ વચ્ચે બાબા રામદેવની સંસ્થા પતંજલિ આજે મંગળવારે કોરોનાની એવિડન્સ બેસ્ડ પ્રથમ આયુર્વેદિક દવા કોરોનિલને પૂર્ણ વૈજ્ઞાનિક રિપોર્ટ સાથે લોન્ચ કરવા જઈ રહી છે.

કોરોનાની આયુર્વેદિક દવા કોરોનિલને બપોરે ૧.૦૦ વાગે હરિદ્વારના પતંજલિ યોગપીઠમાં આચાર્ય બાલકૃષ્ણ લોન્ચ કરશે. આ અવસર પર બાબા રામદેવ પણ હાજર રહેશે. પતંજલિ આયુર્વેદિક મેડિસિન્સ તરફથી પતંજલિ મંગળવારે Covid-૧૯ દર્દીઓ પર રેન્ડમાઈઝડ પ્લેઝબો નિયંત્રિત ક્લિનિકલ ટ્રાયલના પરિણામનો ખુલાસો કરશે.

પતંજલિ યોગપીઠ તરફથી નિવેદનમાં જણાવાયું છે કે, સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણના ઇલાજમાં પ્રમુખ સફળતાને લોકો સમક્ષ રજૂ કરશે અને જેમ ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેનો ખુલાસો પણ કરશે. ટ્રાયલમાં સામેલ વૈજ્ઞાનિકો, શોધકર્તાઓ અને ડાક્ટરોની ટીમ પણ હાજર રહેશે.

આ શોધ સંયુક્ત રીતે પતંજલિ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, હરિદ્વાર એન્ડ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ , જયપુર દ્વારા કરાયું છે. દવાનું નિર્માણ દિવ્ય ફાર્મસી, હરિદ્વાર અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ, હરિદ્વાર દ્વારા કરવામાં આવી રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.