Western Times News

Gujarati News

જંબુસર બાદ હવે કોરોનાએ ભરૂચ શહેરને પણ લીધું બાનમાં

ભરૂચ શહેર માં ૯ અને જંબુસર માં ૧ મળી ૧૦ કેસ નોંધાયા. : ભરૂચના મકતમપુર,ઝાડેશ્વર, આલી કાછીયાવાડ,નારાયણ એવેન્યુ જેવા વિસ્તારોમાં નોંધાયા કોરોના પોઝિટિવ દર્દીઓ.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ શહેર માં પણ કોરોના વાયરસ નું સંક્રમણ પ્રસરી રહ્યું છે.જેમાં આજે અષાઢી બીજ ના દિવસે ભરૂચ શહેર માં ૯ અને જંબુસર માં ૧ મળી ભરૂચ જીલ્લા કુલ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા.જે ભરૂચ જીલ્લા નો આંકડો ૧૬૧ ને પાર થયો છે.ત્યારે ભરૂચ ની શાકભાજી ની લારી વાળા ને કોરોના પોઝિટિવ આવ્યો છે.છતાં પણ શાકભાજી ની લારીઓ વાળા જાહેર માર્ગ ઉપર માસ્ક અને ગ્લોઝ વિના વ્યવસાય કરતા કેમેરા માં કંડારાયા છે.

સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસે લોકો ના હાલ બેહાલ કર્યા છે.ચાર તબક્કા ના લોકડાઉન બાદ પાંચ માં તબક્કા ના અનલોક ૧ માં કોરોના નું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે.ત્યારે જંબુસર માં દિવસ દીઠ ૫થી ૭ કોરોના પોઝિટિવ કેસો મળી આવતા હતા.ત્યારે આ જે ભરૂચ શહેર માં લોકલ કોરોના વાયરસ નું સંક્રમણ ફેલાયું છે.જેમાં આજે ભરૂચ શહેર માં ૯ કોરોના પોઝિટિવ જયારે જંબુસર નો ૧ મળી ૧૦ કોરોના પોઝિટિવ કેસ ભરૂચ જીલ્લા માં નોંધાતા આંકડો ૧૬૧ ને પાર થયો છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આજે નોંધાયેલા ભરૂચ શહેર ના કોરોના પોઝિટિવ ના શાકભાજી ની લારી ચલાવનાર અને આલી કાછીયાવાડ નો રહીશ નો કોરોના પોઝીટીવ આવતા તેને કેટલા લોકો ને શાકભાજી વહેંચી હશે અને કેટલાક લોકો તેના સંપર્ક માં આવતા સંક્રમિત થયા હશે.

ભરૂચ ની વડદલા એપીએમસી માંથી શાકભાજી વહેલી સવારે લાવી શક્તિનાથ વિસ્તાર માં વ્યવસાય કરી રહ્યો હતો.ત્યારે શાકભાજી ના લારી વાળા નો કોરોના પોઝિટિવ આવ્યા બાદ પણ ભરૂચ શહેર ના વિવિધ વિસ્તારો માં સેવાશ્રમ રોડ,શકિતનાથ,તુલસીધામ,સ્ટેશન રોડ ઉપર શાકભાજી ની લારી ઉભી રાખી વેપાર કરનારાઓ પણ માસ્ક અને ગ્લોઝ વિના વેપાર કરી રહ્યા હોવાના દ્રશ્યો કેમેરા માં કેદ થયા છે.ત્યારે કોરોના નું સંક્રમણ વધે નહીં અને તેને નાથવા માટે ભરૂચ નગર પાલિકા કે પોલીસ તંત્ર એ માસ્ક અને ગોલ્સ વિના ના લારીઓ સંચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવાની જરૂર જણાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.