Western Times News

Gujarati News

ચેમ્બરની ચૂંટણીમાં વટવા-નરોડામાંના અગ્રણીઓ એક સાથે આવી ગયા

ચેમ્બર પર વર્ચસ્વ માટે બંન્ને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની લડાઈ આ ચૂંટણીમાં પૂર્ણ

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યોર જ પ્રગતિ પેનલમાં વટવા અને નરોડામાં હોદ્દેદારો એકબીજાના સહયોગમાં આવી જતાં આ પેનલનું પલડું ભારે થઈ ગયુ છે. સામાન્ય સજાગોમાં ચેમ્બર પર વર્ચસ્વ માટે વટવા અને નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના અગ્રણીઓ આમને સામને રહેતા હતા જે હવે આ ચૂંટણીમાં સાથે થઈ ગયા છે. આ ઉપરાંત પ્રગતિ પેનલમાં ઉદ્યોગજગતના ઘણા મોટા માથાઓનો પણ સમાવેશ થતા હરિફો માટે ચિંતાજનક પરીસ્થિતિનું નિર્માણ થયુ છે.

વેપારી આલમમાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેલી ચેમ્બરની ચૂંટણીમાં તમામ ઉૈમેદવારો એડીચોટીનું જાર લગાવી રહ્યા છે. ડીજીટલ પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. એક તરફ સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર હેમંત શાહના સપોર્ટમાં પ્રગતિ પેનલની રચના કરવામાં આવી હતી. જેમાં વટવા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના હોદ્દેદારો સાથે બેસી જતાં તેનું વજન પણ વધી ગયુ છે.

આ ઉપરાંત પ્રગતિ પેનલમાં જાણીતા બિલ્ડર પ્રવિણ કોટક મસ્કતી કાપડ મહાજનના ગૌરાંગ ભગત, વટવા ગ્રીન્સ પ્રોજેક્ટના ભૂપેન્દ્ર પટેલ, વીર કોર્પોરેશનવાળા ચેતન શાહ, મદનલાલ જયસ્વાલ, વટવા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના અંકિત પટેલ તથા નરોડાના પથિક પટવારી જાડાતા પ્રગતિ પેનલ મજબુત થઈ છે. બીજી તરફ હજુ સામે પક્ષે કોઈ પેનલની રચના થઈ નથી. સીનિયર વાઈસ પ્રેસિડેન્ટપદ માટે જયેન્દ્ર તન્નાએ જારશોરથી પ્રચારપ્રસાર શરૂ કરી દીધો છો. જ્યારે પ્રગતિ પેનલમાંથી સીનિયર વાઈસ પ્રેસિડેન્ટપદના ઉમેદવાર કે.આઈ.પટેલની સામે ભાવેશ લાખાણી તથા અશોકભાઈ પટેલ પણ જારશોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. અશોક પટેલ તથા ભાવેશ લાખાણી બંન્ને યુવાનોને તક આપવાના મુદ્દે ચૂંટણી લડી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.

ચેમ્બરના તમામ સભ્યોએ ઉમેદવારો દ્વારા પોતાની કારકીર્દિ દરમ્યાન વ્યાપાર ઉદ્યોગ માટે કરવામાં આવેલા કામ અને જે કંઈ અભિયાન ચલાવવામાં આવ્યા હતા તેની વિગતો સાથેના વાટસએપ અને ઈ-મેલ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.