Western Times News

Gujarati News

અમરનાથ યાત્રામાં ૧.૪૪ લાખ શ્રદ્ધાળુએ દર્શન કર્યા

જમ્મુ :  વાર્ષિક અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. પહેલી જુલાઇના દિવસે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદ હજુ સુધી ૧૪૪૦૫૮ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવી ચુક્યા છે. પ્રથમ ૧૧ દિવસના ગાળામાં જ લાખો શ્રદ્ધાળુઓ પહોંચી ચુક્યા છે. આજે સવારે બે કાફલામાં ૫૩૯૫ શ્રદ્ધાળુઓ રવાના કરવામાં આવ્યા હતા. અમરનાથ યાત્રાના મહત્વને આ બાબતથી જ સમજી શકાય છે કે, કેન્દ્રીયમંત્રી ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રા પહેલા જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા અને તમામ પ્રકારની સુરક્ષા પરિસ્થિતિ સમીક્ષા કરી હતી.તમામ સંબંધિતો સાથે વાતચીત પણ કરી હતી.

આખરે આને લીલીઝંડી મળી હતી. જા કે, કટ્ટરપંથીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે કે, અમરનાથ યાત્રાના લીધે સ્થાનિક લોકોને તકલીફ થઇ રહી છે. બીજી બાજુ હજુ લાખો લોકો નોંધણી કરાવી ચુક્યા છે. આ તમામ લોકો દર્શન કરવા માટે આશાસ્પદ દેખાઈ રહ્યા છે.અમરનાથ યાત્રાને ભગવાન શિવના પ્રતિક તરીકે ગણવામાં આવે છે. કુદરતી રીતે બનતા શિવલિંગના દર્શન કરવા માટે હજુ લાખો શ્રદ્ધાળુઓ ઉત્સુક બનેલા છે.

છેલ્લા ૧૦ દિવસના ગાળામા જ હજુ સુધી લાખો શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. જુલાઇના દિવસે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદ જ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જાવા મળ્યો છે. હજુ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.ત્રાસવાદી હુમલાની દહેશત વચ્ચે સેના સાવધાન છે. વાર્ષિક અમરનાથ યાત્રા સાનુકુળ માહોલમાં ચાલુ રહી છે.

રક્ષાબંધનના દિવસ સુધી આને સફળરીતે પાર પાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. કાશ્મીર હિમાલયમાં દરિયાઇ સપાટીથી ૩૮૮૮ મીટરની ઉંચાઈએ સ્થિતિ ગુફાને લઇને અનેક પ્રકારની કહેવતો રહેલી છે.

આજે સવારે ૫૩૯૫ યાત્રીઓ રવાના થયા હતા જે પૈકી બાલતાલ બેઝકેમ્પ માટે ૧૯૬૬ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા જ્યારે પહેલગામ બેઝકેમ્પ માટે ૩૪૨૯ શ્રદ્ધાળુ રવાના થયા હતા. શ્રદ્ધાળુઓ જુદા જુદા માર્ગ મારફતે આગળ વધી શકે છે. સ્થાનિક મુસ્લિમો પણ હંમેશા યાત્રા માટે મદદરુપ બને છે. ૧૮૫૦માં એક મુÂસ્લમ દ્વારા આ ગુફાને શોધી કાઢવામાં આવી હતી. ત્યારબાદ બુટા મલિક નામના આ વ્યક્તિઅો સન્માન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.