Western Times News

Gujarati News

એશિયામાં અમેરિકાની એન્ટ્રી મહાસત્તા ૭૦૦૦ સૈનિકોને મોકલશે

Files Photo

નવી દિલ્હી: એલ.એ.સી. પર ચીન-ભારત વચ્ચે સ્ફોટક Âસ્થતિ વચ્ચે મહાસત્તા અમેરિકાએ એશિયામાં સેના મોકલવાનો નિર્ણય લીધો છે ભારતને ખુલ્લુ સમર્થન કરતા અમેરિકાએ સ્પષ્ટ જણાવ્યુ હતુ કે ચીન, ભારત અને દક્ષિણ એશિયા માટે ખતરારૂપ છે તેથી અમેરિકાએ એશિયામાં પોતાના લશ્કરને મોકલવા તૈયારીઓ બતાવી છે પ્રારંભિક તબક્કામાં યુરોપિયન યુનિયનના દેશોમાંથી અમેરિકા તેની સેના પાછી ખેંચશે તેના પ્રારંભ કરીને ૭૦૦૦ જવાનોને મોકલશે.

અમેરિકાના સૈનિકો જયાં ભૂમિ પર ચીનની નજીકના દેશોમાં પોતાનું લશ્કરી થાણુ સ્થાપશે.  ગલવાન ઘાટીમાં ચીને ભારત સાથે ગદ્દારી કરીને તેના ર૦ જવાનોને મારી નાંખ્યા હતા ત્યાર પછી એલ.એ.સી પર સ્ફોટક સ્થિતિનું  નિર્માણ થયુ છે બંને દેશોની સેના શસ્ત્રો સાથે આમને- સામને છે આવા સંજાગોમાં અમેરિકાએ એશિયામાં તેના લશ્કરને મોકલવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. યુરોપિયન દેશોમાંથી પ્રથમ તબક્કામાં ૭૦૦૦ સૈનિકોને મોકલવામાં આવશે મહત્વનો પ્રશ્ન એ છે કે અમેરિકા ચીનની ભૂમિની નજીક સંકળાયેલા કયા દેશમાં પોતાના લશ્કરી થાણા સ્થાપે તે જાવાનું રહેશે. અમેરિકા ચીનની સાથે રશિયા પર પણ નજર રાખી શકે તેવુ સ્થળ શોધશે. જયારે પાકિસ્તાનમાં વકરી રહેલા આતંકવાદને જાતા તે પાકિસ્તાનમાં તેના થાણા સ્થાપશે કે કેમ ?? તે તર્ક પણ ઉઠી રહયો છે.

હાલમાં ચીને ભારત સાથે એલ.એ.સી. પર મોરચો ખોલ્યો છે તો તાઈવાનની સરહદમાં ફાયટર વિમાનો મોકલીને તેને છંછેડી રહયુ છે. જયારે નેપાળમાં પણ ઘૂસણખોરી કરી છે. જાપાનની સાથે તો ટાપુને લઈને પહેલેથી જ તનાતની ચાલી રહી છે

જયારે સાઉથ-સીને પણ પોતાની જાગીર સમજીને ત્યાં કબજા જમાવી દીધો છે આમ ચીનની દાદાગીરી સામે જગતજમાદાર અમેરિકાની એશિયામાં એન્ટ્રી થઈ છે અમેરિકા તેના ૭૦૦૦ જવાનોની સાથે તેના અત્યંત આધુનિક હથિયારો પણ મોકલનાર છે હજુ પણ યુરોપિયન દેશોમાંથી અમેરિકા તબક્કાવાર તેનું લશ્કર પાછુ ખેંચીને એશિયામાં ગોઠવશે તેમ મનાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.