Western Times News

Gujarati News

યુપીના ૧૬, બિહારના ૧૩ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

નવીદિલ્હી: ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આગલા ૨-૩ દિવસોમાં દિલ્લીમાં આંધી તોફાનની સંભાવના છે. રાજધાનીમાં ચોમાસુ પહોંચી ચૂક્યુ છે જેના કારણે દિલ્લી અને તેની આસપાસના રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યુ છે. દિલ્લીમાં બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. વળી, આઈએમડીએ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં મૂસળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગે કહ્યુ છે કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પૂર્વ રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારે વરસાદના અણસાર છે અને આના કારણે આ રાજ્યોમાં ભારતીય હવામાન વિભાગે આજથી લઈને આગલા ૪૮ કલાક સુધી એલર્ટ જારી કરી છે.

સ્કાઈમેટના જણાવ્યા મુજબ આગલા ૨૪ કલાકમાં પૂર્વ ઉત્તર પ્રદેશ, દક્ષિણ અને પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાના, પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાયલ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળ, તટીય કર્ણાટક અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.આઈએમડીએ કહ્યુ છે કે આગલા અમુક કલાકોમાં પટના સહિત દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભગાને પોતાના પૂર્વાનુમાનમાં સીતામઢ, મધુબની, મુઝફ્‌ફરપુર, દરભંગા, વૈશાલી, શિવહર, સમસ્તીપુર, પૂર્ણિયા, સહરસા, મધેપુરા, સુપૌલ, અરરિયા અને કિશનગંજમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. અહીં પણ આગલા ૨૪ કલાકનુ એલર્ટ જારી કર્યુ છે.  યુપીના ૧૬ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વળી, યુપીની રાજધાની સહિત લખનઉ સહિત ૧૬ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે બરેલી, શાહજહાંપુર, બદાયું. પીલીભીંત, મેનપુરી, ફર્રુખાબાદ, કન્નૌજ, ઉન્નાવ, કાનપુર, લખનઉ, હરદોઈ, સંત રવિદાસ નગર, વારાણસી, જૌનપુર, ગાજીપુર, રાયબરેલી અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર આગલા ૨૪ કલાક દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આજે બદલાશે હવામાન, મણિપુર, કર્ણાટક, આંતરિક તમિલનાડુ, કેરળ, તટીય આંધ્રપ્રદેશ અને અંદમાન અને નિકોબાર ટાપુઓ પર હળવો વરસાદ થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.