Western Times News

Gujarati News

ખોખરામાં તોતીંગ વૃક્ષ ધરાશાયી થતાં વૃધ્ધનું મોત

અમદાવાદ: મદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જાવા મળી રહયો છે શહેરના અનેક વિસ્તારોમાં ચોમાસાના પ્રારંભ સાથે જાખમી બનેલા ઝાડો ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગણી થઈ રહી છે બીજી બાજુ કોર્પોરેશનનું તંત્ર પણ હવે કોરોનાની સાથે સાથે ચોમાસામાં સર્જાતી  સ્થિતિ  પર નજર રાખી રહયુ છે આ દરમિયાનમાં શહેરના ખોખરા વિસ્તારમાં એક તોતીંગ ઝાડ ધરાશાયી થતાં વૃધ્ધનું ગંભીર ઈજા થવાથી મોત નીપજયું હતું આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં શોકનો માહોલ જાવા મળી રહયો છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં સંખ્યાબંધ જાખમી ઝાડો ઉપરાંત હો‹ડગ્સોના કારણે કોઈપણ સમયે ગંભીર દુર્ઘટના સર્જાવાનો ભય સેવાઈ રહયો છે અગાઉ તોફાની પવનમાં હો‹ડગ્સો પડવાની ઘટનાઓ ઘટી છે અને આજે પણ શહેરમાં આવા સંખ્યાબંધ હો‹ડગ્સ જાવા મળી રહયા છે આ ઉપરાંત શહેરના કેટલાક વિસ્તારોમાં કેટલાક તોતીંગ વૃક્ષો પણ જાખમી બની ગયા છે શહેરના ખોખરા વિસ્તારમાં એકસપ્રેસ હાઈવે પાસે આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા ગુલાબસિંહ વજેસિંહ પરમાર બે દિવસ પહેલા ખોખરા મણિયાસા બગીચા પાસે મહાદેવ મંદિરની નજીકથી પસાર થઈ રહયા હતા આ દરમિયાનમાં જ રોડની સાઈડમાં ભયજનક સ્થીતિમાં ઉભેલુ એક વૃક્ષ તુટી પડતાં ગુલાબસિંહ તેની નીચે દટાયા હતાં.

આ દ્રશ્ય જાતા આસપાસના નાગરિકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ગુલાબસિંહને ધરાશાયી થયેલા ઝાડની નીચેથી ગંભીર હાલતમાં બહાર કાઢી નજીકની એલ.જી.હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ગુલાબસિંહના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોÂસ્પટલમાં તબીબોએ પણ તાત્કાલિક તેમની સારવાર શરૂ કરી હતી પરંતુ તેમની હાલત વધુને વધુ નાજુક બનવા લાગી હતી આખરે ગઈકાલે સારવાર દરમિયાન ગુલાબસિંહનું મૃત્યુ નીપજયું હતું ખોખરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.