Western Times News

Gujarati News

ચીનના સંભવિત સાયબર હુમલાની આશંકા સામે આજે આઈટી વિભાગની બેઠક

(પ્રતિનિધિ દ્વારા) નવીદિલ્હી: ભારત દ્વારા ચીનની પ૯ જેટલી મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યા બાદ ચીનના વળતા સાયબર હુમલાને લઈને ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. દરમ્યાનમાં આજે દિલ્હી ખાતે કેન્દ્રીય આઈટી વિભાગની એક મહત્ત્વની  બેઠક મળનાર છે. તેમાં સાવચેતીના તમામ પગલાં લેવામાં આવશે.

ચીની હેકર્સ દ્વારા કેન્દ્રના જુદા જુદા વિભાગોની વેબસાઈટો હેક કરવાના પ્રયાસ થાય એવી આશંકા સેવવામાં આવી રહી છે. આ અગાઉ ચીની હેકર્સ દ્વારા કન્સ્ટ્રકશન, બેંકીંગ ક્ષેત્રની વેબસાઈટ ‘હેક’ કરવાના પ્રયાસો કર્યા હતા. ગલવાનની ઘટના બાદ ભારત સરકારે કડક હાથે પગલા લેવાની શરૂઆત કરી છે. ડિપ્લોમેટીક સ્તરે ચીન જાડે વાટાઘાટો ચાલુ છે તો બીજી તરફ કમાન્ડર સ્તરની બેઠકો યોજાઈ રહી છે.

જ્યારે લશ્કરી કવાયત પણ સરહદે કરાઈ રહી છે. આમ, ચીન સાથે ભારત સરકાર મક્કમ છે. ચીનના માલસામાનનો નાગરીકો- વેપારીઓ સ્વૈચ્છીક રીતે બહિષ્કાર કરી રહ્યા છે તો ચીન પર ડીજીટલ સર્જીકલ સ્ટ્રાઈક કરાઈ છે.ે ચીનની પ૯ જેટલી મોબાઈલ એપ પર પ્રતિબંધ લાદી દેવાતા વળતા હુમલા તરીકે ભારતની વેબસાઈટ બંધ કરી દેવાઈ છે. ચીનના આ પગલા સામે ભારત સતર્ક થઈ ગયુ છે. અને સંભવિત સાયબર હુમલા સામે પગલા લેવા આઈટી વિભાગની  મહત્ત્વની  બેઠક આજે મળનાર છે. તેમાં કેટલાંક મહત્ત્વના  નિર્ણયો લેવાય એવી શક્યતાઓ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.