Western Times News

Gujarati News

દુકાનો, રેસ્ટોરન્ટ ખુલી સમય વધાર્યો પણ… ગ્રાહકો ક્યાં??! બજારમાં વિશ્વાસનો અભાવ

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ:  કોરોના સામે લડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૧ પછી તાજેતરમાં અનલોક-રની જાહેરાત કરવામાં આવી છે. તેમાં પણ રાજ્ય સરકાર તરફથી કામધંધા-દુકાનો ખુલ્લી રાખવાનો સમયગાળો ૮ વાગ્યા સુધી અને રેસ્ટોરન્ટોને રાત્રીના ૯ વાગ્યા સુધીનો સમય આપ્યો છે. જ્યારે કર્ફ્યુનો સમય રાત્રીના દસ થી પ નો કરાયો છે. અર્થતંત્ર અને જનજીવનને બેઠુ કરવા માટે પ્રયાસો શરૂ કરાયા છે.

તેમાં સફળતા મળી રહી છે. તેમ છતાં બજારમાં વિશ્વાસનો અભાવ જાવા મળી રહ્યો છે. સાંજના છ-સાત વાગતા તો રસ્તાઓ સુમસામ થઈ જાય છે. દુકાનો-રેસ્ટોરન્ટ ખુલી રહેશે. પરંતુ ધરાકો કયાં?? ગ્રાહક નહીં આવે તો દુકાનો કે રેસ્ટોરન્ટો ખુલી રાખવાથી શું અર્થ સરશે?!લોકોમાંં વિશ્વાસ ઉભો કરવો પડશે અને તેના માટે સરકાર તથા સામાજીક સંગઠનોએ સંયુક્ત રીતે કામગીરી કરવી પડશે.

કોરોના ગયો નથી તેથી લોકોએ જાગૃતિ રાખી સરકારની ગાઈડલાઈનને અનુસરવુ પડશે. દુકાનો-શો-રૂમમાં થોડીઘણી ધરાકી દેખાશે. પરંતુ રેસ્ટોરન્ટોમાં જમવા- નાસ્તો કરવા ગ્રાહકો આવશે કે કેમ??એ સવાલ છે. હજુ ખાણી-પીણીની બજારો ધમધમવા લાગ્યા નથી. બહારનું ખાતા નાગરીકો અચકાય છે. સ્વાભાવિક જ છે કે સુરત- અમદાવાદ જેવા શહેરમાં કોરોનાના કેસ ઘટવાની જગ્યાએ વધી રહ્યા છે.

અમદાવાદમાં થોડાક દિવસ કેસ ઘટ્યા પરતુ સામે પક્ષે સુરતમાં સ્થિતિ  ચિંતાજનક થઈ ગઈ છે. બજારો ખુલ્લા છે ગ્રાહકો અદ્દષ્ય છે. હાલમાં જુલાઈ મહિનો ચાલે છે એટલે કે વરસાદી સિઝનમાં આમેય ધરાકી ઓછી જ હોય છે. તેમાં પાછા કોરોના માથા પર છે.

માત્ર બજારો જ નહીં બસોમાં ભીડભાડ ઓછી જાવા મળી રહી છે. એએેમટીએસ-બીઆરટીએસ પેસેન્જર વિના ખાલી દોડી રહી છે. મોટી મોટી કંપનીઓએ તો વર્ક ટુ હોમ’ નો સિધ્ધાંત જ અમલમાં મુકી દીધો હોવાથી કંપનીઓમાં સ્ટાફ આમેય ઓછો જાવા મળે છે. રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રષ્યો જાણે કે ભૂતકાળ બની ગયો છે. અનલોક-ર માં ધીમે ધીમે લોકો બહાર આવશે અને જનજીવન પૂર્ણ રીતે ધબકતું થઈ જશે એવી આશા રાખવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.