Western Times News

Gujarati News

રેરાથી ગ્રાહકોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત થયો, છતાં હજુ પણ મકાન ખરીદનાર ગ્રાહકો રિફંડ લેવાનું પસંદ કરે છે

  • 72 ટકા ગ્રાહકો કબજામાં વિલંબ બદલ રેરા અંતર્ગત ફરિયાદો દાખલ કરવા ઇચ્છે છે
  • ઘર ખરીદતા 19 ટકા ગ્રાહકો કબજાનાં વિલંબનાં કેસમાં રિફંડ લેવાનું પસંદ કરશે

રિયલ એસ્ટેટ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) ધારા, 2016 (રેરા)નો અમલ બે વર્ષ અગાઉ થયો ત્યારથી આશાનું એક કિરણ ઊભું થયું છે. હવે ગ્રાહકો મકાન ખરીદવા માટે સૌપ્રથમ સ્કીમ રેરાની માન્યતા ધરાવે છે કે નહીં એ જુએ છે, જેથી તેઓ તેમનાં ફ્લેટનો કબજો મેળવવામાં વિલંબ થાય, રેરાનો ઉપયોગ કરીને બિલ્ડર સામે લડી શકે. છતાં અત્યાર સુધી ઘર ખરીદનાર પાંચ ગ્રાહકોએ કબજો મળવામાં વિલંબનાં કેસમાં રિફંડ લેવાનું પસંદ કર્યું છે તેવો ખુલાસો મેજિકબ્રિક્સ કન્ઝ્યુમર પોલમાં થયો છે.

ભારતની નંબર 1 પ્રોપર્ટી સાઇઝ મેજિકબ્રિક્સે હાથ ધરેલા પોલમાં જાણકારી મળી છે કે, ઘર ખરીદનાર 72 ટકા ગ્રાહકો કબજો મળવામાં વિલંબનાં કેસમાં રેરામાં ફરિયાદ દાખલ કરવાનું પસંદ કરશે, ત્યારે 19 ટકા રિફંડ મેળવવાનું પસંદ કરે છે અને ફક્ત 10 ટકા ગ્રાહકો પ્રોજેક્ટ મળવાનાં વિલંબનાં કેસમાં કબજાની રાહ જોશે.

મેજિકબ્રિક્સનાં એડિટોરિયલ અને એડવાઇઝરી હેડ શ્રીમતી ઇ જયશ્રી કુરુપે કહ્યું હતું કે, “છેલ્લાં બે વર્ષમાં રેરાએ હાલ નિર્માણાધિન પ્રોજેક્ટનો કબજો સફળતાપૂર્વક આપવાની વ્યવસ્થા કરી છે અને બિલ્ડરોને સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ફરજ પાડી છે. પરિણામે રેરાએ ગ્રાહકોનો વિશ્વાસ પુનઃસંપાદિત કર્યો છે. તમામ રાજ્યોમાં રેરા નિયામક મંડળે સુનિશ્ચિતતા કરી છે કે, તેમને પાસ કરેલા ઓર્ડરનું સમયસર પાલન થાય.”

તાજેતરમાં રેરાએ એનું અમલીકરણ પૂર્ણ થયાનાં બે વર્ષની ઉજવણી સફળતાપૂર્વક કરી છે તથા ફરિયાદોનો નિકાલ કરવાની અને પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન એમ બંને દ્રષ્ટિએ મહારાષ્ટ્રે પ્રશંસા મેળવી છે. આ કાયદાનો મુખ્ય હેતુ તમામ નિર્માણાધિન પ્રોજેક્ટ અને બિલ્ડરને એકછત હેઠળ લાવવાનો છે. અત્યાર સુધી 22 રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશોએ રેરાનાં નિયમો નોટિફાઈ કર્યા છે. એમાંથી ફક્ત 19 રાજ્યો એક્ટિવ ઓનલાઇન પોર્ટલ ધરાવે છે. પશ્ચિમ બંગાળ એકમાત્ર રાજ્ય છે, જે પોતાનો રિયલ એસ્ટેટ કાયદો – ડબલ્યુબીએચઆઇઆરએ (WBHIRA) ધરાવે છે.

અત્યારે રેરાએ નિર્માણાધિન રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે ગ્રાહકોનો વિશ્વાસ પુનઃસંપાદિત કર્યો છે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રનું સેન્ટિમેન્ટ સુધાર્યું છે. જોકે એવા કેસો છે, જેમાં રેરાનાં આદેશોનું પાલન બિલ્ડરોએ કર્યું નથી અને ઓથોરિટીએ કબજામાં વિલંબ બદલ દંડ કર્યો હતો.

રેરાનાં કારણે રજિસ્ટર થયેલા પ્રોજેક્ટની સંખ્યા અને એજન્ટોની સંખ્યા તમામ રાજ્યોમાં વધી છે અને એનાથી રિયલ એસ્ટેટનાં તમામ પક્ષો માટે પારદર્શક ઇકોસિસ્ટમ ઊભી થઈ છે. અત્યારે ગ્રાહકો કોઈ પણ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ પર ઓનલાઇન મહત્ત્વપૂર્ણ માહિતી મેળવી શકે છે, જે અગાઉ ઉપલબ્ધ નહોતી. રેરાનાં અમલમાં હજુ પણ ગેપ છે, કારણ કે ગ્રાહકોને ફરિયાદ દાખલ કરવામાં, સમયસર કબજો મેળવવામાં અને વિલંબ બદલ દંડ થવા સાથે સંબંધિત ઘણાં ઇશ્યૂનો સામનો કરવો પડે છે. રેરા નિયમનકારી સંસ્થાને સમસ્યાઓનું સમાધાન સમયસર કરવા વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે, જેથી આ ક્ષેત્રમાં ગ્રાહકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત થાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.