Western Times News

Gujarati News

ભારતમાં ઇકોનોમિક રિકવરી અનુમાનથી સારી રહેશે: કેવી કામથ

નવી દિલ્હી, ન્યૂ ડેવલપમેન્ટ બેન્કના પૂર્વ પ્રમુખ કેવી કામથ સાથે એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં ઇકોનોમિક રિકવરી, કોરોના સંકટ અને ચીનનો સામનો કરવા રણનીતિ જેવા અનેક મુદ્દાઓ પર ખાસ વાતચીત કરી. કેવી કામથે કહ્યું કે ભારતમાં ઇકોનોમિક રિકવરી અનુમાનથી સારી રહશે. સરકાર સતત સારા પગલાં ભરી રહી છે. ભારતમાં રોજગારની સ્થિતિ સુધરી છે. રિકવરી યૂ-આકારમાં થશે અને ખૂબ જ વેગ સાથે જોવા મળશે. એનડીબીમાં તેઓએ ૫ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. તેઓએ કહ્યું કે, એનડીબીએ પુરવાર કરી દીધું કે દÂક્ષણના દેશ એકજૂથ થઈને વિકાસ કરી શકે છે.

એનડીબી સામે શું પડકારો છે અને કેટલી લોન આપી છે? આ સવાલ પર તેમનું કહેવું હતું કે બેન્ક તમામ સભ્યોના હિતોનું ધ્યાન રાખે છે. ભવિષ્યમાં પણ તમામ સભ્યોના હિતોનું ધ્યાન રાખવામાં આવશે. બેન્ક અને સભ્ય જોડવાના પ્રયાસમાં છે.એનડીબીનું ભવિષ્ય ઉજ્જવળ છે. તેઓએ કહ્યું કે, પાંચ વર્ષમાં દ્ગડ્ઢમ્એ તમામ પાંચ સભ્યોને લોન આપી છે. ૧૮ અબજની લોન બુક અપ્રુવલ કરી છે. અત્યાર સુધી એનડીબીએ લગભગ ૪ અબજની લોન આપી છે. આગામી બે વર્ષમાં પણ થશે. એનડીબીની લોન ગ્રોથ શાનદાર રહી છે.

મોદી સરકારના છેલ્લા છ વર્ષ કેવા રહ્યા? આ સવાલનો જવાબ આપતા તેઓએ જણાવ્યું કે, ગ્લોબલ ઇકોનોમીના આંચકા ભારતમાં પણ અનુભવાયા. સરકાર જે ઝડપથી કામ કરી રહી છે તેનાથી વિશ્વાસ ઊભો થાય છે. પાંચ ટ્રિલિયન ડાલર ઇકોનોમીનું સપનું સાચું લાગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.