Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના તંત્રની કમાલ કે કોરોનાના આંકડાઓની માયાજાળ?

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના કેસ ઘટી રહ્યા છે તે તંત્રની કમાલ છે કે પછી આંકડાની માયા ઝાળ તેના પર સૌ કોઈ સવાલ ઉઠાવી રહ્યું છે. પરંતુ એએમસી જે રીતે આંકડા પ્રસિદ્ધ કરી કહી છે તે પ્રમાણે ડિસચાર્જ રેટ અને કોરોના દર્દીઓની સંખ્યામાં મોટો ફેરફાર જાવા મળી રહ્યો છે .

અમદાવાદ મ્યુનિસિપલ (Ahmedabad Municipal Corporation, Gujarat) દ્વારા ફાઇટ અગેઇન્સ્ટ કોવિડ-૧૯ Covid-19 action Plan એક્શન પ્લાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાં ઘનિષ્ઠ સર્વેની કામગીરી , સ્ક્રીનીંગની કામગીરી , નિદાન તેમજ સારવાર બાબતે જરૂરી પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.

AMCએ જાહેર કરેલ યાદી પ્રમાણે, અમદાવાદ શહેરમાં આજ દિન સુધી ૨૧,૩૫૭ કેસ સામે ૧૬,૭૬૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. તો સામે શહેરમાં ૧૪૫૮ દર્દીઓ કોરોના વાયરસ ભરખી ગયો છે. માત્ર ૩૧૩૭ દર્દીઓ એએમસી વિવિધ હોસ્પિટલ  અને પ્રાઈવેટ  હોસ્પિટલ  સારવાર લઈ રહ્યા છે. શહેરના મધ્ય ઝોન -૨૨૯ , ઉત્તર ઝોન -૪૫૩, દક્ષિણ પશ્ચિમ  ઝોન -૪૪૪, પશ્ચિમ  ઝોન – ૬૨૨, ઉત્તર પશ્ચિમ  ઝોન -૪૭૨, પૂર્વ ઝોન -૪૫૦ , અને દક્ષિણ પશ્ચિમ ઝોન – ૪૬૭ વર્તમાન એક્ટિવ કેસની સંખ્યા છે.

આંકડા મુજબ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital, Ahmedabad) હજુ પણ મૃત્યુ આંક સૌથી ઉપર છે. અસારવા સિવિલ હોસ્પિટલ  – ૬૨૧ મોત, એસવીપી હોસ્પિટલ- ૨૨૦ મોત, સોલા સિવિલ-૮૨ મોત, યુએન મહેતા હોસ્પિટલ-૩૦ મોત, જીસીઆરઆઈ હોસ્પિટલ – ૧૦૩ મોત, કિડની હોસ્પિટલ૬૬ મોત, ઈએસઆઈસી હોસ્પિટલ, બાપુનગર-૪ મોત, એલ જી હોસ્પિટલ, મણિનગર-૬ મોત, શારદાબહેન હોસ્પિટલ – ૧૬ મોત, આ ઉપરાંત ખાનગી હોસ્પિટલ અત્યાર સુધી ૩૦૯ મોત કોરોના થી થયા છે. એક તરફ એએમસી કોરોના વાયરસના ડિસ્ચાર્જ રેટમાં વધારો જાવા મળે છે. તો બીજી તરફ શહેરમાં કોરોના કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. એક પછી એક કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે AMC દ્વારા કોરોના સંક્રમણ અટકાવા માટે કડક પગલા લેવામા આવી રહ્યા છે . જે અંતર્ગત કોરોના વિસ્તારમાં માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.